Sunday, April 30, 2023

સીતા નવમી... જાણો નવી વાતો

આજે સીતા નવમી છે, માતા સીતાનો પ્રાકટ્ય દિવસ. વૈશાખ મહિનાની શુક્લ પક્ષ નવમ તિથી અને મંગળવારે પુષ્ય નક્ષત્રમાં માતા સીતા પ્રગટ થયા અને એ જ નક્ષત્રના બીજા ચરણમાં ઊર્મિલા, ત્રીજા ચરણમાં નેહકલી અને ચોથા ચરણમાં પ્રેમકલી તથા ભાઈ લક્ષ્મીનિધિ પ્રગટ થયાં.



પ્રસંગ એવો છે કે જનકપુરમાં દુષ્કાળ પડ્યો છે. મૈથિલીમાં લખાયું છે,


जनक राय के देश में, भइ अकाल कछु काल|| 

अल बिनु सब परजा दुखित, अतिशय भयउ बेहाल॥ 

सतानन्द गौतम तनय, पुरोहित निमि-वंश॥

राज सभा महँ आइके, राजहिं विविधि प्रशंस॥


આ પરિસ્થિતિના ઉપાય સ્વરૂપે મુનિઓએ મહારાજ જનકને કહ્યું કે 


अब राजा लांगल्ल फिरावे तव सुकाल परजा सुख पावे॥ 

महि-पूजा जब बहु विधि करई, तबहिं प्रजा दुख संशय टरई॥


જનકપુરમાં મનાય છે કે સીતાજી નાના બાળક સ્વરૂપે મળ્યા એ પહેલા સાક્ષાત અનાદિ પ્રકૃતિ સ્વરૂપે, માતાજી તરીકે તેમનું પ્રાગટ્ય થયું. મહારાજે હળ ચલાવવાનું શરૂ કર્યું, એક તરફ ગુરુજી અને બીજી તરફ મહારાણી છે, હળ ચલાવ્યું અને માતાજી પ્રગટ થયા, વર્ણન છે.. 


प्रगट भइँ सीता तेहि काला, 

सिया दरस मुद मंगल माला ॥


સીતાજીના એ ભવ્ય દિવ્ય અદ્રુત સ્વરૂપનું વિગતે વર્ણન છે.


तेहि के मध्य सिया अलबेली, 

अद्भुत राजति रूप नवेली॥ 

स्याम केश मस्तक भरि के हैं, 

सूक्ष्म सघन मणि मोति गुहेहैं॥ 

माल विशाल भृकुटि वरबाँकी, 

काम धनुख छवि हरत हराँ की॥ 

लोचन ललित विशाल सोहावन, 

स्वेत स्याम कमला कुतपावन॥ 


સીતાજીએ પ્રસન્ન થઈ જે જોઈએ તે માંગવા જનક મહારાજને કહ્યું,


बोलीं सीता वचन वर, सुनिये नृपति प्रवीण |

योग कियहु सो सिद्धिभो, तब हम दरसन दीन ॥


मैं अनादि परशक्ति हौं, सर्व शक्ति मम अंश॥ 

माया पार सरूप मम, अमित विश्व अवतंश॥ 


अति प्रसन्न मोहि जानिके, जोइ भावे सोइ माँग॥ 

वचन अमिय सम श्रवण करि, उर उपजा अनुराग ॥


મહારાજ જનક પ્રાર્થના કરે છે કે તમે મને બાલ સ્વરૂપે પ્રાપ્ત થાવ, તમારા બાલ વિનોદને પામવાનું, શિશુરૂપને માણવાનું વરદાન આપો.


बोले राव यहि मोहि भाव जो बाल सुभाव करो अवही ॥ 

आबहु गोद बढावहु मोद देखावहु बाल विनोद सही॥ 

 दै वरदान भई शिशुरूप अनूप छवि पुनि रोदन ठानी॥

काहु न जान्यो म छु तव राय उठाय लिये सुख मानी॥


મિથિલામાં સંતાનના જન્મ વખતે સોહર ગાવાનું પ્રચલન છે, સીતાજીના પ્રાગટ્ય વખતે પણ આનંદ અને ઉત્સાહનો અવસર હોવાથી સોહર ગવાય છે. માતા સીતાના જન્મની વધામણી અપાય છે.


आजु जनकपुर मंगल बाजु बधाव हो॥ 

चौदह भुवन सकल सुख नृपगृहि आव हो ॥

देव-वधू सब नाचहि मंगल गावहिं हो ॥ 

सियके चरण सरोज निरषि सुख पावहिं हो॥


घर तोरण बंद नेवार बनाइ हो॥ 

हाटक मणिन जराव वितानन छाई हो॥ 

घर - घर तोरण बंद नेवार बनाइ हो॥ 

हाटक मणिन जराव वितानन छाई हो॥


સૌને સિયા જન્મ પ્રસંગની વધામણી 


જય સિયા રામ! 🚩


સાભાર... લેખન...જીગ્નેશ અધ્યારૂ