આ આર્ટ કે જે સાબરમતી નદીના કિનારે રહેતા દેવીપૂજક સમુદાય દ્વારા બનાવવામાં આવે છે.
આ આર્ટ બનાવનારા ભાનુભાઈ ચિતારાને 2023નો પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે.
ઉપરાંત
હાલમાં જ યુનેસ્કો દ્વારા ગુજરાતની કલમકારી કલા ‘માતાની પછેડી’ને જીઓગ્રોફિકલ ઇન્ડેક્સ(જીઆઈ)નો દરજ્જો આપવામાં આવ્યો છે.
જાણવા જેવું...હવે કહેવું છે.
શું છે આ જીઆઈ...?
પૂરું નામ જીઓગ્રોફિકલ ઇન્ડેક્સ(જીઆઈ)
જીઆઈ ટેગનો ફાયદો એ છે કે હવે આ આર્ટ અન્ય કોઈ પ્રદેશના આર્ટિસ્ટ આ કળાને શીખી અને તેની કોપી કરીને તેના મૂળ કારીગરોને નુકસાન ના કરી શકે.
દુનિયાના કોઈપણ ખૂણે કોઈ પણ અન્ય વ્યક્તિ આ આર્ટની કોપી કે મેકિંગ કરીને કે બીજા કોઈ નામ કે બ્રાન્ડથી વેચી કે બનાવી શકશે નહીં.
ગુજરાતમાં અગાઉ સંખેડાનું ફર્નિચર, ખંભાતની અકીક, કચ્છી એમ્બ્રોડરી, સુરતી જરી કામ, પાટણના પટોળા, જામનગરની બાંધણી અને ટાંગલિયા શાલને જીઆઈ ટેગ મળી ચૂક્યા છે.