Friday, July 28, 2023

એકાદશી અને ભાત વિશે માન્યતા બાબત ચર્ચા

અગિયારસના દિવસે ચોખા એટલે ભાત ન ખાવા તેનો પણ સમાવેશ થાય છે. આ માન્યતા પાછળ ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક કારણ રહેલું છે.



એકાદશી (EKADASHI) એટલે તો પરમાત્માની કૃપાપ્રાપ્તિનો સર્વોત્તમ અવસર. વર્ષમાં કુલ 24 એકાદશી આવતી હોય છે. જે વર્ષે અધિક માસ હોય તે વર્ષે એકાદશીની સંખ્યા વધી જાય છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે એકાદશીના દિવસે વ્રત રાખી ભગવાન વિષ્ણુના જુદા-જુદા અવતાર અને સ્વરૂપોનું ધ્યાન કરતા તેમની પૂજા કરવી જોઈએ.

બધા વ્રતોમાં એકાદશી વ્રત ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. એ જ કારણ છે કે આ દિવસે ઘણાં લોકો ઉપવાસ કે એકટાણું કરી ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ, ઉપવાસ કે એકટાણું શક્ય ન હોય તો ઘણાં લોકો ભોજનમાં ભાત ગ્રહણ કરવાનું ટાળે છે. પણ, શું તમને એ ખબર છે કે એકાદશીએ શા માટે નથી ખાવામાં આવતા ભાત ? 

ધાર્મિક માન્યતા અનુસાર આપણાં શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર જે વ્યક્તિ કોઈપણ કારણથી એકાદશી વ્રત ન કરી શકે તેણે એકાદશીના દિવસે ખાન-પાન અને વ્યવહારમાં તો સાત્વિકતાનું પાલન કરવું જ જોઈએ. સાત્વિકતાનું પાલન એટલે એકાદશીના દિવસે લસણ, ડુંગળી, માંસ, માછલી, ઈંડા આરોગવા નહીં. જૂઠું ન બોલવું, દગો ન કરવો અને બ્રહ્મચર્યનું પાલન કરી ભગવાનનું સ્મરણ કરવું. આ સાથે જ એકાદશીના દિવસે ચોખા આરોગવા પણ વર્જિત મનાય છે. અને તેનું કારણ છે એક પૌરાણિક કથા.

સનાતન ધર્મમાં દરેક તિથિ અને સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવતાને સમર્પિત (Dedicated) કરવામાં આવ્યા છે. જેનાથી જોડાયેલી ઘણી માન્યતાઓનો ઉલ્લેખ પૌરાણિક કથા (Mythology) અને શાસ્ત્રોમાં વાંચવા મળે છે. જે મુજબ એકાદશી પર ચોખા ખાવા અંગે પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ચોખા ખાવાથી વ્યક્તિ સરિસૃપ પ્રાણીની યોનિમાં જન્મ લે છે. સાથે જ તેનાથી મુક્તિ મેળવવા માટે દ્વાદશી પર ચોખાનું સેવન કરી શકાય છે. પૌરાણિક કથા અનુસાર એક વાર માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેધાએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો અને તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. ત્યારબાદ મહર્ષિ મેધા પૃથ્વીમાંથી જવ અને ચોખાના રૂપમાં ઉત્પન્ન થયા. આ જ કારણે જવ અને ચોખાને જીવ માનવામાં આવે છે.

કહેવાય છે કે એકાદશીના દિવસે જ મહર્ષિ મેધાનો અંશ પૃથ્વીમાં સમાયો હતો. આ જ કારણ છે કે એકાદશી પર ચોખાને જીવ માનીને ખાવામાં આવતા નથી, આ દિવસે સાત્વિક આહાર લેવો જોઈએ. જેથી સાત્વિક સ્વરૂપે વિષ્ણુ પ્રિયા એકાદશીનું વ્રત સંપન્ન થઈ શકે.

અન્ય ધાર્મિક કારણની વાત કરીએ તો તે મન સાથે સંકળાયેલ છે. મનના ચંચળ થવાથી વ્રતના નિયમોનું પાલન કરવામાં વિઘ્નો ઉભા થતા હોય છે. જ્યારે એકાદશી વ્રતમાં તો મનનું શાંત રહેવું અને સાત્વિક ભાવનાનું પાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે. તેથી ભાત કે ભાતમાંથી બનેલી વસ્તુને અગિયારસના દિવસે ન ખાવાની સલાહ અપાય છે.

હવે તમને એમ સવાલ થાય કે મન અને ચોખા વચ્ચે શું સંબંધ છે. તો મિત્રો જણાવી દઈએ કે ચોખાનો સંબંધ જળ સાથે છે અને જળનો સંબંધ ચંદ્ર સાથે છે. મન અને શ્વેત રંગના સ્વામી ચંદ્ર છે જે સ્વયં જળ, રસ તેમજ ભાવનાના કારક છે. માટે અગિયારસના દિવસે શરીરમાં જળની માત્રા જેટલી ઓછી રહેશે એટલી જ વ્રત કરવામાં સાત્વિકતા આવશે. તેથી જ મહાભારત કાળમાં વ્યાસજીએ પાંડવ પૂત્ર ભીમને નિર્જલા એકાદશી કરવાનું કહ્યું હતુ.


વૈજ્ઞાનિક તથ્યો અનુસાર ચોખામાં જળ તત્વની માત્રા વધારે હોય છે અને જળ પર ચંદ્રનો પ્રભાવ ખુબ વધારે પડે છે. જ્યારે ચોખાની ખેતીમાં સૌથી વધારે પાણીની જરૂર પડે છે. તેથી ચોખા જળ પ્રધાન ગણાય છે. અગિયારસના દિવસે ચોખાનું સેવન કરવાથી ચંદ્રના કિરણો શરીરના જળ તત્વને પ્રભાવિત કરે છે અને મન અશાંત થઇ જાય છે.

માટે  જો અગિયારસના દિવસે ચોખાનું સેવન ન કરવામાં આવે અને મંત્ર જાપ કરવામાં આવે તો આગળના 15 દિવસ માટે શરીરમાં અસીમીતી ઉર્જા એકત્ર થઇ જાય છે અને અગિયારસનું વ્રત કરવાથી પેટમાં જમા થયેલ દુષિત પદાર્થ બહાર આવી જાય છે અને શરીરને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે.

આપણે ધાર્મિક માન્યતા અનુસાર ચાલીએ કે વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે આપણે અગિયારસના દિવસે ચોખાનું સેવન ન જ કરવું જોઈએ તે એકદમ સચોટ વાત છે.



સંકલન :- વિવિધ ન્યુઝ પેપર... વિવિધ ચેનલના વક્તવ્ય...
વિવિધ સોસિયલ મીડિયાના વિડિઓ અને લેખો તેમજ ધાર્મિક પુસ્તકોમાંથી સાભાર

Zoom ઓનલાઈન શિક્ષણ એપ્લિકેશન વિશે.

શિક્ષણ એ આપણા જીવનનો મૂળ આધાર છે, દરેક નાગરિકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળે, તે તેનો મૂળભૂત અધિકાર અને જરૂરિયાત પણ છે. આજે આપણાજીવનમાં ઓનલાઇન શિક્ષણનું વર્ચસ્વ છે. ઓનલાઇન શિક્ષણ એ એક માધ્યમ છે જ્યાં શિક્ષક ઇન્ટરનેટ દ્વારા દૂરસ્થ અને વિશ્વના કોઈપણ ખૂણાથી કનેક્ટ થઈ શકે છે.



શિક્ષકો વોટ્સએપ, યુટ્યુબ, ગુગલ મીટ, કલાસરૂમ, ઝૂમ વગેરે જેવી એપ્લિકેશનો દ્વારા વિડિઓ કોલ કરે છે અને બાળકો શિક્ષકને લેપટોપ અથવા કમ્પ્યુટર પર જોઈ અને સાંભળી શકે છે. 

શિક્ષકો બાળકોને ભણાવવા માટે તેમની કમ્પ્યુટર સ્ક્રીન શેયર કરે છે, જેથી બાળકો ઘરેથી શિક્ષણ મેળવી શકે.

ઓનલાઇન ક્લાસ માં બાળકો ને મુશ્કેલી હોય તો બાળકો એનું રેકોર્ડિંગ કરી ને બીજી વાર રેકોર્ડ કરેલું સાંભળી ને શીખી શકે છે.

ઝૂમ એ ક્લાઉડ-આધારિત વિડિયો કોન્ફરન્સિંગ સેવા છે જેનો ઉપયોગ તમે અન્ય લોકો સાથે વર્ચ્યુઅલ રીતે મળવા માટે કરી શકો છો.

જેના માટે તમે વિડિયો દ્વારા અથવા ફક્ત ઑડિયો દ્વારા અથવા બંને દ્વારા જોઈન થઈ શકો છો. લાઇવ ચેટ કરતી વખતે અને તે તમને પછીથી જોવા માટે તે લેક્ચરને રેકોર્ડ કરવા દે છે.

ઝૂમની મુખ્ય સુવિધાઓ છે..

  • અહીં નિઃશુલ્ક સેવા સાથે અમર્યાદિત એક પછી એક મીટિંગ્સ કે લેક્ચર લઈ શકાય છે.
  • 100 જેટલા સભ્યો કે વિદ્યાર્થીઓને હોસ્ટ કરી શકો છો.
  • નિઃશુલ્ક સેવા માટે તમને 40 મિનિટ સુધી અને 100 સભ્યો સુધીની વિડિઓ કોન્ફરન્સ હોસ્ટ કરવાની મંજૂરી આપે છે.
  • એક સાથે અથવા 100 જેટલા સભ્યો સાથે મળીને તમારી સ્ક્રીન તેમની સાથે શેર કરી શકો છો. જેનાથી કલાસરૂમ જેવું વાતાવરણ ઉભું થઈ શકે છે.
Zoom એપ્લિકેશનનો કેવી રીતે ઉપયોગ કરવો. (સોપાનો)


Zoom માટે તમે બ્રાઉઝરમાંથી, ઝૂમ ડેસ્કટૉપ અને મોબાઇલ એપ્લિકેશનમાંથી ઇમેઇલ દ્વારા આમંત્રણ આપી ઇન્સ્ટન્ટ મેસેજિંગ દ્વારા ઑનલાઇન મીટિંગમાં જોડાઈ શકો છો અને શિક્ષણ આપી શકો છો...મિટિંગ કરી શકો છો.

| Sign in or Joining |

  •  સૌ પ્રથમ, પ્લે સ્ટોર (ગૂગલ પ્લે સ્ટોર) અથવા એપ સ્ટોર (એપલ એપ સ્ટોર) પરથી ઝૂમ એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.

 

  • સૌ પ્રથમ, શરૂઆતમાં તમને ત્રણ પ્રકારના વિકલ્પો જોવા મળશે.

 

Zoom App ka istemal kaise kare


1) Join a Meeting :- મીટિંગમાં જોડાઓ - આમાં તમે સાઇન ઇન કર્યા વિના મીટિંગમાં જોડાઈ શકો છો.


2) Sign Up :- સાઇન અપ કરો - આમાં તમે તમારું પોતાનું એકાઉન્ટ બનાવી શકો છો.  જેમાં તમે ઈમેલ વેરિફિકેશન સાથે એકાઉન્ટ બનાવી શકો છો.


3) Sign In :- સાઇન ઇન - આમાં, તમે તમારા જીમેલ અથવા ફેસબુક એકાઉન્ટથી સીધા લોગ ઇન કરીને ઝૂમ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો.



Zoom એપનું એકાઉન્ટ બનાવ્યા પછી, તમને ઝૂમ એપનું ઇન્ટરફેસ જોવા મળશે. જેમાં તમને ચાર પ્રકારના વિકલ્પો જોવા મળશે. (નીચે ચિત્ર પર ક્લિક કરો સ્પષ્ટ દેખાશે)

 

How to use Cloud Zoom App In Hindi

 

1)  New meeting : - 

આમાંથી તમે તમારી પોતાની મીટિંગ બનાવી શકો છો.  અને તમે તમારી પર્સનલ મીટિંગ આઈડી આપીને વિદ્યાર્થીઓને એડ કરી શકો છો.


 2)  Join :- 

આમાંથી તમે કોઈપણ મીટિંગમાં જોડાઈ શકો છો.


 3) Schedule :- 

આમાંથી તમે તમારા સમય અનુસાર કોઈપણ મીટિંગ સેટ કરી શકો છો.


 4) Share Screen : - 
આ એક ખૂબ જ શાનદાર ફીચર છે, શેર સ્ક્રીન સાથે આપણે આપણા મોબાઈલ ફોનની સ્ક્રીનને કોમ્પ્યુટર સ્ક્રીન સાથે શેર કરી શકીએ છીએ.
 
આ ઉપરાંત તમે તમારા સંપર્ક Contact માંથી કોઈપણ ઝૂમ એપ રજિસ્ટર ફોન નંબર અથવા ઈ-મેલ આઈડી વપરાશકર્તા એટલે કે user ઉમેરી શકો છો.

 

Zoom App Kaise Istemal Kare

તો આ રીતે તમે  Zoom Application ને આસાનીથી તમારા સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકો છો. 



વિડિઓ દ્વારા સમજવા માટે 

અહીં ક્લિક કરો.



Wednesday, July 26, 2023

Internet પરિચય

 જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ-કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે.




Read more at: https://www.vyaapaarsamachar.com/trends/technology-news-india/what-happens-online-in-1-minute-

જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ-કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે. આ બધું ઈન્ટરનેટને લીધે શક્ય છે.

જે લોકો સમયનું મહત્વ જાણે છે તેઓ કાયમ કહેતા આવ્યા છે કે, એક મિનિટ એટલે કે, ફક્ત 60 સેકન્ડ પણ કેટલી કિંમતી હોય છે. તમે આ ક્યારેક અનુભવ્યું પણ હશે. જેમ કે, એક મિનિટમાં બસ, ટ્રેન, પ્લેનમાં બેસવાનું ચૂકી જાઓ છો ત્યારે. આ સિવાય ઘણાં કિસ્સામાં આવું બનતું હોય છે. આજના ડિજિટલ યુગમાં ઈન્ટરનેટની વાત કરીએ તો, 1 મિનિટમાં ઈન્ટરનેટની દુનિયામાં કેટકેટલું બની જતું હોય છે, અપલોડ્સ, ઈ મેઈલ, મેસેજિસ, વેબ સાઈટ જોવી, આવી કેટ-કેટલી પ્રવૃત્તીઓ એક મિનિટમાં બની જતી હોય છે.

Read more at: https://www.vyaapaarsamachar.com/trends/technology-news-india/what-happens-online-in-1-minute-

ઈન્ટરનેટ અન્ય ઘણા કનેક્ટેડ કમ્પ્યુટર્સનું નેટવર્ક છે, જે રાઉટર્સ અને સર્વર્સ દ્વારા વિશ્વનાં કોઈપણ કમ્પ્યુટરને જોડે છે.અન્ય શબ્દોમાં, માહિતીનું વિનિમય કરવા માટેટીસીપી / આઈપી પ્રોટોકોલ દ્વારા બે કમ્પ્યુટર્સ વચ્ચેનું જોડાણ ઇન્ટરનેટ કહેવાય છે.ઇંટરનેટ વિશ્વનુ સૌથી મોટુ નેટવર્ક છે.

ખ્યાલ :-

ઇન્ટરનેટ એ કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે, જેમાં વપરાશકાર વિવિધ ચેનલથી માહિતીની આપ-લે છે. જે કોમ્પ્યુટરનું ઇન્ટરનેટ સાથે જોડાણ થાય તે ઉપલબ્ધ સર્વર તેમજ અન્ય કોમ્પ્યુટરમાંથી માહિતી સ્થાનિક (જોડાયેલ) કોમ્પ્યુટરની મેમરીમાં લઇ શકે છે. આ જ કનેક્શનથી તે કોમ્પ્યુટર નેટવર્કના સર્વરને માહિતી પહોંચાડી શકે છે. આ માહિતી અન્ય જોડાયેલા કોમ્પ્યુટર્સ સુધી પહોંચી શકે છે. ઇન્ટરનેટમાં જે માહિતી મળતી હોય છે તેમાંની મોટાભાગની માહિતી ઇન્ટર-લિન્ક્ડ હાઇપરટેક્સ્ટ ડોક્યુમેન્ટ્સથી બનેલ વર્લ્ડ વાઇડ વેબ (WWW) સ્વરૂપે છે. કોમ્પ્યુટર વપરાશકર્તા સામાન્ય રીતે વેબ બ્રાઉસરની મદદથી વિવિધ માહિતીની આપ-લે કરે છે. કોમ્પ્યુટર નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સોફ્ટવેરમાં ઇ-મેલ, ઓનલાઇન ચેટ, ફાઇલ ટ્રાન્સફર અને ફાઇલ શેરિંગ(વહેચણી) વિગેરે નો સમાવેશ થાય છે.

ઇન્ટરનેટમાં અંદરો-અંદર જોડાયેલ કોમ્પ્યુટરો જેને કમ્પ્યુટર નેટવર્ક કહેવાય છે તેની મદદથી માહિતીની આપ-લે થાય છે. ઈન્ટરનેટ કમ્પ્યુટરોને એકબીજા સાથે જોડવા માટે ઈન્ટરનેટ પ્રોટોકોલ સ્યુટ(TCP/IP)ના ધોરણોની મદદ લે છે આ દ્વારા આજે તે વિશ્વમાં અબજો વપરાશકર્તાઓ ને ઈન્ટરનેટની સેવા પૂરી પાડે છે. ઈન્ટરનેટ દુનિયામાં રહેલા ખાનગી, જાહેર, શૈક્ષણિક, વ્યાપારી અને સરકારી નેટવર્કોને વૈશ્વિક રીતે સમાવે છે.
મોટેભાગેના આપના પરંપરાગત સંચાર માધ્યમો જેવાકે, ટેલીફોન, સંગીત, ફિલ્મ અને ટેલીવીઝન વિ. ને આજે ઈન્ટરનેટના કારણે તેઓને નવો ઓપ મળ્યો છે તે માટે ઈન્ટરનેટની સેવા જેવીકે, વોઈસ ઓવર IP (VoIP) અને ઈન્ટરનેટ પ્રોટોકોલ ટેલીવિઝન (IPTV) નો સમાવેશ થાય છે. ઈન્ટરનેટે ઈન્સ્ટન્ટ મેસેન્જર, ઈન્ટરનેટ ફોરમ અને સોસીયલ નેટવર્કિંગ આપીને માનવ ક્રિયા-પ્રતિક્રિયાને નવું સ્વરૂપ આપ્યું છે. ઓનલાઈન શોપિંગથી આજે ખરીદી ૨૪ કલાક માટે ઉપલબ્ધ બની છે. ઓન-લાઈન બેન્કિંગથી પૈસાની લેવડ દેવડ સહેલી બની છે.

ઈન્ટરનેટનો ઇતિહાસ:-

બીજી બધી શોધો જેવી કે બલ્બ,ટેલીફોન ની જેમ ઈન્ટરનેટ કોઈ એક વ્યક્તિ દ્વારા ઉદ્દભવ નથી થયું . ઈન્ટરનેટની શરૂઆત અમેરિકાની સરકાર દ્વારા “કોલ્ડ વોર” દરમિયાન હથિયાર તરીકે થઇ હતી. તે દરમિયાન વિજ્ઞાનીઓ, સંશોધકો, રીસર્ચ કરનાર વગેરે એક-બીજાને ડેટા મોકલવા કરતા હતા. 

ઈ.સ. ૧૯૫૮ 
અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ દ્વારા કોલ્ડવોર દરમિયાન વધુ સારી રીતે કોમ્યુનીકેશન થાય તે માટે ARPAnet નામની સંસ્થા સ્થાપવામાં આવી. જેનું કામ એક એવી નેટવર્ક સિસ્ટમ બનવાનું હતું કે જેનાથી એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી મેસેજ કે ડેટાની આપ-લે થઇ શકે.

ઈ.સ. ૧૯૬૯
૧૧ વર્ષની મેહનત પછી એક ટપકા જેટલી સફળતા તો મળી. ઈતિહાસમાં પેહલી વાર બે કોમ્પ્યુટર વચ્ચે એક મેસેજ મોકલાયો. મેસેજ હતો… “LOGIN”, જેમાંથી બીજા કોમ્પ્યુટર સુધી “LO” જ મેસેજ જ રીસીવ થયો. પણ ગમે તે …આ ઘટના પરથી સાબિત તો થઇ ગયું કે બે કોમ્પ્યુટર વચ્ચે કોમ્યુનીકેશન થઇ શકે છે. અને આમ નેટવર્કની શરૂઆત થઇ.

ઈ.સ. ૧૯૭૧
રે ટોમલીન્સન  નામના સંશોધકે એક એવી સિસ્ટમ માટે કામ શરુ કરી દીધું કે જેનાથી આ નેટવર્કની મદદથી કોમ્યુનીકેશન થઇ શકે. જેના પરિણામ રૂપે ઈલેક્ટ્રોનિક મેઈલ એટલે કે ‘ઈ-મેઈલ’ નો જન્મ થયો. ટોમલીન્સનની આ સિસ્ટમની મદદથી નેટવર્કની અંદરો-અંદર મેઈલ કરી શકાતો હતો.

આ જ વર્ષમાં વીંટન સર્ફ નામના એન્જીનિયરે Internet Protocol બનાવ્યો. એટલે કે IP અડ્રેસ. 

આ પછી નેટવર્કને લગતી અને શોધો થઇ . અનેક લોકોએ તેમની ક્ષમતા પ્રમાણે પોતપોતાનો ફાળો આપ્યો. એક પછી એક  DNS, DHCP, FTP વગેરે જેવા નેટવર્કમાં અલગ અલગ કામ માટે પ્રોટોકોલ આવવા લાગ્યા. પણ નેટવર્ક એ હજુય ઓફીસ કે લેબ પુરતું જ મર્યાદિત હતું. જેને કોઈ તમારા મારા જેવો કોઈ સામાન્ય માણસ માટે નહતું.

ઇ.સ. ૧૯૯૦ પછી …
આ દાયકો ઈન્ટરનેટનો સુવર્ણ દાયકો કહી શકાય. ઈન્ટરનેટના પિતા ગણાતા એવા અગ્રેજ સાયન્સીસ્ટ ટીમ બર્નર્સ લી એ WWW બનાવ્યું. WWW એટલે કે એવી જગ્યા જ્યાં દરેક પ્રકારની માહિતીને લગતા ડોક્યુમેન્ટ્સ અને અન્ય રિસોર્સ URL લીંક રૂપે મળી રહે. ટૂંકમાં જે નેટવર્કનો ખાનગી કંપની અને ઓફિસોમાં થતો હતો તે WWW ના કારણે જાહેર એટલે કે પબ્લિક નેટવર્ક બન્યું. ટૂંકમાં INTERNET.

(ટીમ બર્નર્સ લી દ્વારા બનવામાં આવેલી દુનિયાની સૌથી પેહલી વેબસાઈટ ની એક ઝલક ) પ્રથમ વેબસાઈટ

ભારતમાં ઈન્ટરનેટ ક્યારે અને કોણ લાવ્યું ? 

૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિનના દિવસે ભારતમાં સરકારની કંપની VSNL(વિદેશ સંચાર નિગમ લીમીટેડ- ૧૯૯૨માં આ કંપનીને કેન્દ્ર સરકારે ખરીદી હતી. ) એ શરૂઆત કરી. આજે આ કંપની ને TATA COMMUNICATION દ્વારા ઓળખવામાં આવે છે. પણ ભારતમાં આજે internet ની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી ભારત સરકારની કંપની BSNLની છે.

તમે જે GTPL,Tikona, Reliance, Idea , Vodafone વગેરે કંપનીનું જે internet વાપરો છો એ તમને મુખ્યત્વે BSNL દ્વારા જ પોહચાડે છે. Internet આવતાની સાથે સાથે જ ભારતના અર્થતંત્રમાં ખાસો ફેર પડ્યો. ગામડા સુધી પોહંચી ગયું.

ઓનલાઈન મૂલ્યાંકન

 




ઓનલાઈન અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા કે મુલ્યાંકન મહત્વનું છે.  ઘણી યુનિવર્સિટીમાં ઓનલાઈન પરીક્ષા યોજાતી હોય છે. તમે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓનલાઈન ટેસ્ટ વિશે સાંભળ્યું હશે. તે rto ની પોતાની વિકસાવેલી વેબ અને એપ છે. હાલ કોરોના કાળમાં વિદ્યાર્થીઓની ટેસ્ટ લેવા માટે જુદી જુદી એપ ઉપલબ્ધ છે. પરંતુ આ એપ ફક્ત હેતુલક્ષી પરીક્ષા એટલે કે mcq જેવી ટેસ્ટ માટે ઘણી ઉપયોગી છે. પરંતુ વર્ણનત્મક ટેસ્ટ માટે ઘણી મર્યાદાઓ રહેલી છે.

હા, અત્યારે જ હું મારી આસપાસ ઘણા બધા એવા કિસ્સાઓ સાંભળું છું કે જે માં વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા માં ચોરી કરતા અને whatsapp facebook માં ઉત્તર લખી એકબીજાને મોકલતા હોય છે.

આ બધું થવાનું કારણ એ છે કે ભારતમાં ઓનલાઇન પરીક્ષા લેવા માટેના યોગ્ય અને ગુણવત્તાવાળા સોફ્ટવેર ઉપલબ્ધ નથી. મોટી મોટી ઓનલાઇન પરીક્ષાઓમાં વિવિધ પ્રકારની પદ્ધતિઓથી વિદ્યાર્થીઓને નકલ કરતા રોકવામાં આવે છે પરંતુ સરકાર જોડે એવી કોઈ જ સોફ્ટવેર ઉપલબ્ધ નથી અને તેમાં પણ પરીક્ષામાં પુછાવાના પ્રશ્નો મોટાભાગે તૈયાર અને પહેલેથી ભણાવેલા જ હોય છે. તેથી તેના ઉત્તરો ફટાફટ જાણી અને સોશિયલ મીડિયા પર વહેતા કરી દેવામાં આવે છે.

આશા રાખીએ ભવિષ્યમાં ઓનલાઈન પરીક્ષામાં પણ ફેરફારો આવે.. હાલ નીચે દર્શાવેલ ફ્રીમાં ઉપલબ્ધ વિવિધ એપની માહિતી આપેલ છે.


Google form વિશે

👇👇👇👇👇

Tutorial Video


Testmoz વિશે

👇👇👇👇👇

Tutorial Video


Quiz maker app વિશે

👇👇👇👇👇

Tutorial Video

QR કોડ વિશે.

Quick Response code

પેટીએમ, મોબીકવિક જેવા મોબાઇલ વોલેટ દ્વારા અથવા કમ્પ્યુટર પર WhatsAppટ્સએપ ખોલવા માટે, ચુકવણી કરતી વખતે, મોટાભાગના લોકોએ QR કોડનો ઉપયોગ કર્યો હશે. અથવા કોઈને ઉપયોગ કરતા જોયા હશે.  

હાલમાં તેનો ઉપયોગ સુરક્ષા-સલામત વ્યવહારો અને બિલિંગ માટે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.  QR કોડ કાળા અને સફેદ ટપકા જેવા દેખાતા નાના ચોરસના સ્વરૂપમાં છે.  તમે તેને દુકાનો, હોટેલો, મોલ મેગેઝિન અને ન્યૂઝ પેપરમાં જોઈ શકો છો.  આ ઉપરાંત હાલ ગુજરાત શિક્ષણ પદ્ધતિ માં પાઠય પુસ્તકો માં QR કોડ આપી તેના દ્વારા તે વિષયના વિડીઓની અથવા pdf ની લિંક આપી વધુ શૈક્ષણિક મટિરિયલ પૂરું પાડવામાં આવે છે. 

જ્યારથી ઓનલાઈન પેમેન્ટ (Online Payment)ની પ્રક્રિયા શરૂ થઈ છે ત્યારથી સામાન્ય લોકોમાં QR કોડ (QR code) શબ્દ સંભળાવા લાગ્યો છે. જ્યારે પણ આપણે કોઈ ખરીદી કરીએ છીએ અથવા પૈસા ટ્રાન્સફર કરીએ છીએત્યારે QR કોડનો ઉપયોગ કરીને ચુકવણી કરવી સરળ છે. QR કોડ ઘણા પેકેટ્સ અને વેબસાઇટ્સ (Website) પર પણ જોવા મળે છે.

 QR કોડનું પૂર્ણ સ્વરૂપ ક્વિક રિસ્પોન્સ કોડ (Quick Response Code) છે. તેના નામ પરથી એક માહિતી એ છે કે QR કોડ ખૂબ જ ઝડપથી કામ કરે છે. QR કોડ ચોરસ બોક્સમાં એક પેટર્ન છેજેમાં URL(વેબસાઇટની લિંક)text, Photo,pdf, email, મોબાઇલ નંબર તથા અન્ય લિંક છુપાયેલ છે. આ એક પેટર્નના રૂપમાં છેજેથી તેમાં કયો નંબર કે વેબ એડ્રેસtext, Photo,pdf, email, મોબાઇલ નંબર છુપાયેલું છે તે જોઈને સમજી શકાતું નથી.આજે દુનિયાભરની કંપનીઓ તેનો ઉપયોગ કરી રહી છે. 

QR કોડ ક્યાં વપરાય છે?

  • અંગત ઉપયોગની વાત કરીએ તોશોપિંગ અથવા કોઈપણ રેસ્ટોરન્ટમાં QR કોડ સ્કેન કરીને સરળતાથી ચુકવણી કરી શકાય છે. 
  • શિક્ષણમાં માહિતી મેળવવા માટે QR કોડનો પણ ઉપયોગ કરી શકાય છે.  આ માટે શૈક્ષણીક સામગ્રીની યુ ટ્યુબની લિંકPPT, PDF વગેરે આ કોડમા આપી શકાય છે.
  • આ ઉપરાંત દરેક પ્રોડક્ટમાં QR કોડ હોય છે. તેને સ્કેન કરીને કોઈપણ પ્રોડક્ટની માહિતી સરળતાથી લઈ શકાય છે. 
  • QR કોડનો બિઝનેસ કાર્ડ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ઉપરાંત, QR કોડનો ઉપયોગ કોઈપણ ઉત્પાદનને પ્રમોટ કરવા માટે પણ થાય છે.
  • તેનો ઉપયોગ વેબસાઈટ પર લોગ-ઈન કરવા માટે પણ થઈ શકે છે. આનાથી પાસવર્ડ વારંવાર દાખલ કરવાનો સમય પણ બચે છે. તમે QR કોડના ચિત્રને પણ સાચવી શકો છોજેથી તેનો ઉપયોગ પછીથી થઈ શકે. WhatsApp વેબ તેનું ઉદાહરણ છે.

  

QR કોડ કેવી રીતે બનાવવો
જો કોઈ વ્યક્તિ પોતાનો QR કોડ બનાવવા માંગે છેતો તેના માટે કોઈની પાસે જવાની જરૂર નથી. તે તમારા ફોન પર સરળતાથી બનાવી શકાય છે.

અહીં છે કેટલાક સ્ટેપ્સ...

  • કોઈપણ QR કોડ મેકર વેબસાઇટ પર ક્લિક કરો. દા.ત.
  • https://www.the-qrcode-generator.com/  આ વેબસાઇટ પર ક્લિક કરવાથી
  • એક પેજ ખુલશે જ્યાં ઘણા બધા વિકલ્પો હશે જેમ કે- URL, Image, VCard, Email, અને બીજા ઘણા બધા.
  • જો તમે વેબસાઇટ અથવા અન્ય પ્રોડક્ટનો QR કોડ બનાવવા માંગો છોતો તમે તેનું URL દાખલ કરી શકો છો.
  • અહિ તમે લેક્ચરની યુ ટ્યુબની લિંકPPT, PDF વગેરે દાખલ કરી શકો છો.
  • URL દાખલ થતાંની સાથે જ વેબસાઈટનો QR કોડ કોઈપણ વિલંબ વિના તૈયાર થઈ જશે.
  • તમે QR કોડ સાચવી શકો છો અને પછીથી તેનો ઉપયોગ કરી શકો છો. 

 

આ QR કોડ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે.. તેની વધુ માહિતી નીચે આપેલ વિડીઓમાં જોવા મળશે.

QR કોડનો ઉપયોગ કેવી રીતે કરવો.

QR કોડ કેવી રીતે બનાવવો.

QR કોડ બનાવવા માટે ઉપયોગી App વિશે


~~~~~~~~~

BARCODE  શુ છે..

 સામાન્ય રીતે તમે શોપિંગ કરતાં દરમિયાન જોયું હશે કે પ્રોડક્ટ જોઇ હશે કે પ્રોડક્ટમાં એક બાદ એક કાળી લાઇનો બનેલી હોય છે. દુકાનદાર જ્યારે એક સ્કેનર એની પર લઇ જાય છે, તો પ્રોડક્ટનું નામ અને એની કિંમત એની જાતે જ કોમ્પ્યૂટરમાં જોવા મળે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ બારકોડ શું હોય છે અને આ કેવી રીતે કામ કરે છે.


બારકોડ એ પ્રોડક્ટ પર આંકડા અથવા સૂચનાને લખવાની એક રીત હોય છે. આ સીધી લાઇનોમાં એ પ્રોડક્ટ માટે પૂરી જાણકારી આપેલી હોય છે. જેમ કે એની કિંમત, પ્રમાણ, કયા દેશમાં બનેલું છે, કઇ કંપનીએ બનાવ્યું છે, ક્યારે બનાવી વગેરે. એની સાથે જ બારકોડની મદદથી કંપનીઓ અને સ્ટોરો માટે પણ જાણી શકાય છે.

હવે તો સ્માર્ટફોન માટે બારકોડ રીડર પણ એપ દ્વારા ઉપલબ્ધ છે, જેનાથી આ બધી જાણકારી પોતે જ મેળવી શકો છો. ચલો તો જાણીએ બારકોડમાં કઇ લાઇનમાં શું જાણકારી હોય છે.

બારકોડને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. એમાંથી એક છે લીનિયર બારકોડ અથવા 1 ડાયમેન્શનલ (1D) બારકોડ. તો બીજા ટૂ ડાયમેન્શનલ બારકોડ અથવા 2 ડાયમેન્શનલ (2D) બારકોડ હોય છે. 1D બારકોડનો પ્રયોગ સાબુ, પેન અને મોબાઇલ વગેરેમાં કરવામાં આવે છે જ્યારે 2D બારકોડને તમે PAYTM APPમાં જોયો હશે.

2D બારકોડમાં 1Dની સરખામણીમાં વધારે ડેટા એટલે કે જાણકારી દાખલ હોય છે. જો 2D બારકોડમાં કઇ કપાઇ જાય છે તો પણ સ્કેનર એને રીડ કરી લે છે. જ્યારે 1Dમાં આવું થઇ શકતું નથી. તમે જાણતા જ હશો કે કોમ્પ્યૂટર લેવલ 0 અને 1 ની ભાષાને જ સમજે છે. એટલા માટે બારકોડને 95 ખાનામાં માઊ 0 અને 1 ના રૂપમાં વહેંચવામાં આવે છે. આ નંબરોના આધાર પર પ્રોડક્ટની પૂરી જાણકારી દાખલ હોય છે.

વધુ માહિતી આપી અહીંથી જાણી શકો છો.
આપણે મોટા-મોટા મોલમાં ખરીદી કરવા જઇએ ત્યારે જનરલી આપણે જોતા હોઇએ છીએ કે જે તે વસ્તુની ખરીદી કરીએ તે વસ્તુને બિલ કરવા માટે લઇ જઇએ ત્યારે ત્યાં મશીન વડે પાછળ આપેલા બારકોડને ચેક કરવામાં આવે અને ત્યારબાદ તેનો ભાવ કમ્પ્યૂટરમાં નોંધવામાં આવે છે. આને બારકોડ કહેવામાં આવે છે.

બજારમાં વેચાતી મોટાભાગની ચીજવસ્તુઓ અને પેકિંગ પર કિંમત લખવાને બદલે કાળી લીટીઓવાળા બારકોડના લેબલ ચિપકાવાય છે. લેસર ગન વડે આ બારકોડમાં શું લખ્યું છે. તે જાણી શકાય છે.

આજે રોજિંદી ખરીદીમાં સરળતાથી વપરાતા બારકોડની શોધ માટે ઘણા વિજ્ઞાાનીઓએ વર્ષો સુધી મહેનત કરી હતી. બર્નાડે સિલ્વર અને જોસેફ વુડલેન્ડ નામના વિજ્ઞાાનીઓએ ઈ.સ.૧૯૪૯માં ગોળાકાર બારકોડ બનાવેલો તેને ‘બૂલ્સ આઈ’ કહેતાં. તે બારકોડ સામાન્ય લેમ્પના પ્રકાશથી ઉકેલી શકાતો. ઘણા સમય સુધી તેનો ઉપયોગ થયેલો. આજે વપરાય છે તેવા સફેદ અને કાળી પટ્ટીના બારકોડ ૧૯૭૧માં જયોર્જ લોરર નામના વિજ્ઞાાનીએ શોધેલા.

બારકોડ ઉપર લેસર અને ફેરવાય ત્યારે લેસરના કિરણોથી કાળી અને સફેદ લીટીના પ્રતિબિંબ ફોટો ઈલેકટ્રીક સેલ પર પડે છે. સફેદ અને કાળી લીટીના પ્રમાણે ઈલેકટ્રોનિક સર્કિટ તેને શૂન્ય કે આંકમાં ફેરવે છે. બારકોડમાં ચાર સફેદ અને ચારકાળી લીટીના સમૂહની જુદી જુદી ગોઠવણથી શૂન્યથી માંડી ૯ સુધીના આંક બને છે. બે કાળી અને બે સફેદ લીટીથી એક બને.

ત્રણ સફેદ પછી એક કાળી લીટીથી બે બને તે તમામ આંક બને. બારકોડમાં એબીસીડી મૂળાક્ષરો પણ નક્કી કરેલા છે. આ કોડ યુનિવર્સલ પ્રોડક્ટ કોડના નિયમો પ્રમાણે નક્કી થયેલા છે અને વિશ્વભરમાં આ એક જ પેટર્ન વપરાય છે. બજારની વસ્તુઓ સિવાય બોર્ડની પરીક્ષા તેમજ કોમ્પિટિટીવ એક્ઝામમાં પણ બારકોડનો ઉપયોગ થતો હોય છે, આપણાં પેપર ઉપર બારકોડ સ્ટીકર લગાવવામાં આવે છે અને તે સ્ટીકરની નીચે આપણી વિગતો રાખવામાં આવી હોય છે.

આ પણ જે તે વિદ્યાર્થીની ઓળખ છુપાવવા માટે છે, જેથી પરીક્ષામાં કોઇ લાગવગ વડે રિઝલ્ટમાં ફેરબદલી ન કરી શકે. હાલના સમયે થતી ચીટિંગના કારણે બારકોડ જેવી વિશ્વસનીય વસ્તુની શોધ કરવામાં આવી છે.




SWAYAM ઇ લર્નિંગ પોર્ટલ


Study Webs of Active-Learning for Young Aspiring Minds

SWAYAM એટલે Study Webs of Active-Learning for Young Aspiring Minds. આ એક મુક્ત, ખુલ્લા અને મોટા ઓનલાઇન અભ્યાસક્રમોનું પ્લેટફોર્મ છે. જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર વિવિધ વિષયો પર ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

સ્વયમ પ્રોગ્રામ થકી અત્યાર સુધી અભ્યાસથી વંચિત રહી ગયેલા અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ છે.

SWAYAMનું લોકાર્પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે 9 જુલાઈ 2017 ના રોજ કરવામાં આવ્યું હતું.

સ્વયમનું ધ્યેય મંત્ર છે. શિક્ષિત ભારત ઉન્નત ભારત

SWAYAM પ્રોગ્રામ MHRD અને AICTE દ્વારા માઈક્રોસોફ્ટ ની મદદથી તૈયાર કરવામાં આવેલ છે

આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જેના દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આ પ્રોગ્રામ તમામ અભ્યાસક્રમોનું હોસ્ટિંગ સુવિધા આપે છે, વર્ગ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ એક્સેસ કરી શકાય.  

ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે ARPIT (Annual Refresher Programme In Teaching) કાર્યક્રમ  શરૂ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ SWAYAM પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવે છે.

બધા અભ્યાસક્રમો ઇન્ટરેક્ટિવ છે, દેશના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને કોઈ પણ શીખનારને વિના મૂલ્યે આ શિક્ષણ ઉપલબ્ધ છે.  આ અભ્યાસક્રમો તૈયાર કરવા માટે દેશભરમાંથી 1,000 થી વધુ વિશેષ પસંદ કરેલી ફેકલ્ટી અને શિક્ષકોએ ભાગ લીધો છે.

https://swayam.gov.in/ આ વેબસાઇટ પર તમને Swayam વિશેની બધી જ માહિતી મળી શકશે.

સ્વયમ પર હોસ્ટ કરેલા અભ્યાસક્રમો 4 વિભાગમાં સમવાયા છે.

(1) વિડિઓ લેક્ચર

(2) ખાસ તૈયાર વાંચન સામગ્રી જે ડાઉનલોડ કરી / છાપી શકાય છે 

(3) પરીક્ષણો અને ક્વિઝ દ્વારા સ્વ-આકારણી પરીક્ષણો 

(4) ક્લિયરિંગ માટે discussion ઓનલાઇન ચર્ચા મંચ  જેમાં કોઈ ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ થકે. 

Audio-વિડિઓ અને મલ્ટી મીડિયાના માધ્યમો અને કલા શિક્ષણ શાસ્ત્ર / ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરીને શીખવાના અનુભવને વધુ સારા બનાવવા માટે આ શિક્ષણ પોર્ટલ પર વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.

સ્વયમ પોર્ટલ દ્વારા મુકવામાં આવેલ અભ્યાસક્રમો શીખનારાઓ માટે વિના મૂલ્યે ઉપલબ્ધ છે, તેમ છતાં સ્વયમ પોર્ટલ હેઠળ શિક્ષણ મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ઇચ્છતા વિદ્યાર્થીઓએ  કોર્ષની અંતિમ વર્ષની પરીક્ષાઓ માટે નોંધણી કરાવવાની રહે છે. અને નિયત તારીખે નિયુક્ત કેન્દ્રોમાં વ્યક્તિગત રૂપે હાજર રહી પ્રમાણપત્ર મેળવી શકે છે.  પ્રમાણપત્ર માટેની લાયકાત કોર્સ પેજ પર જાહેર કરવામાં આવે છે. અને અમુક નક્કી કરેલા માપદંડ યોગ્ય હોય તો જ શીખનારાઓને પ્રમાણપત્ર મલે છે..  આ અભ્યાસક્રમો માટે મળતા પ્રમાણપત્રો આગળ અભ્યાસ તેંમજ નોકરીઓ માટે માન્ય છે. અને  આ પોર્ટલ પરના કોર્સમાં મેળવેલા ગુણ / પ્રમાણપત્રનો ઉપયોગ કરી શકે છે.

આ શૈક્ષણિક પોર્ટલ માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સામગ્રીનું ઉત્પાદન અને વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, નવ રાષ્ટ્રીય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. જે આ મુજબ છે.

  1.   AICTE (All India Council for Technical Education) for self-paced and international courses
  2.   NPTEL (National Programme on Technology Enhanced Learning) for Engineering
  3.   UGC (University Grants Commission) for non technical post-graduation education
  4.   CEC (Consortium for Educational Communication) for under-graduate education
  5.   NCERT (National Council of Educational Research and Training) for school education
  6.   NIOS (National Institute of Open Schooling) for school education
  7.   IGNOU (Indira Gandhi National Open University) for out-of-school students
  8.   IIMB (Indian Institute of Management, Bangalore) for management studies
  9.   NITTTR (National Institute of Technical Teachers Training and Research) 


SWAYAM વેબસાઇટની લિંક :-  અહીં ક્લિક કરો.

SWAYAM પોર્ટલ વિશે વિડિઓ લિંક


@@@@@@@@@@@

NROER ઇ-લર્નિંગ પોર્ટલ





National Repository of Open Educational Resources (NROER)

NROER એક સહયોગી મંચ છે, જે શાળા અને શિક્ષક તેમજ શિક્ષણમાં રસ ધરાવતા દરેકને એક સાથે જોડે છે.

શાળા, શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તેમજ ભારત સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ અને કેન્દ્રિય શૈક્ષણિક ટેકનોલોજી, રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સંચાલિત, રિપોઝિટરી મેટાસ્ટુડિયો પ્લેટફોર્મ પર ચાલે છે,

આ નવતર શિક્ષણ માટે Gnowledge Labs, Homi Bhabha Centre for Science Education જેવી સંસ્થાઓની એક પહેલ છે.

બધા માટે ઓપન શૈક્ષણિક સંસાધનોનો રાષ્ટ્રીય ભંડાર એટલે NROER.

NROER એ એક ભારતીય ઓપન સ્કૂલ છે. આ પ્રોજેક્ટને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે હાલ ભારત સરકારનું શિક્ષા મંત્રાલય છે..તેના દ્વારા સંચાલન કરવામાં આવે છે.

આ પોર્ટલમાં વિવિધ સ્વરૂપોમાં મફત અને ખુલ્લા શૈક્ષણિક સંસાધનો.  સાથે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

શાળાઓ તેમજ ખાસ શિક્ષણથી કોઈ વંચિત ન રહી જાય તે હેતુથી આ પ્રોજેક્ટ્સ માટે સંબંધિત સંસાધનો એક પોર્ટલ હેઠળ લાવવાનો પ્રયાસ છે.
 
આ પોર્ટલ પર શિક્ષકો માટે તાલીમી શિક્ષણ તેમજ શૈક્ષણિક સાધન સમગ્રી ઉપલબ્ધ છે.

અન્ય પ્રાદેશિક ભાષાઓમાં પણ શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે. 

ખાનગી ઓનલાઈન શિક્ષણ વેંચતા પોર્ટલ સામે દરેકને ફ્રી માં શિક્ષણ સાહિત્યનો ભંડાર મળી રહે તેવો ઉદ્દેશ રહેલો છે.

NROER વેબસાઇટની લિંક :-  અહીં ક્લિક કરો.

@@@@@@@@@

E PATHSHALA ઇ-લર્નિંગ પોર્ટલ





ઇ પાઠશાળા એપ્લિકેશન અને ઇ લર્નિંગ પોર્ટલ છે જે CIET, and NCERT દ્વારા ડેવલોપ થયેલ છે. નવેમ્બર 2015 માં તેની શરૂઆત કરવામાં આવી હતી.


રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)   એ ભારત સરકાર દ્વારા શાળાના શિક્ષણમાં ગુણાત્મક સુધારણા માટે નીતિઓ અને કાર્યક્રમો અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને મદદ અને સલાહ આપવા માટે 1961 માં સ્થાપિત કરવામાં આવેલી એક સ્વાયત સંસ્થા છે. 

એનસીઇઆરટી અને તેના ઘટક એકમોના મુખ્ય ઉદ્દેશો છે: શાળા શિક્ષણથી સંબંધિત ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરવા, પ્રોત્સાહન આપવું અને સંકલન કરવું. તેમજ મોડેલ પાઠયપુસ્તકો, પૂરક સામગ્રી, ન્યૂઝ લેટરો, જર્નલ અને શૈક્ષણિક કિટ્સ, મલ્ટિમીડિયા ડિજિટલ સામગ્રી વગેરેનો વિકાસ અને પ્રકાશિત કરવુ વગેરે.

શિક્ષકોની પૂર્વ-સેવા અને સેવા-તાલીમનું આયોજન,  નવીન શૈક્ષણિક તકનીકો અને વ્યવહાર વિકસિત અને પ્રસારિત કરવા, રાજ્યના શૈક્ષણિક વિભાગો, યુનિવર્સિટીઓ, એનજીઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ સાથે સહયોગ અને નેટવર્ક;  શાળા શિક્ષણથી સંબંધિત બાબતોમાં વિચારો અને માહિતી માટે ક્લિયરિંગ હાઉસ તરીકે કામ કરો;  અને પ્રારંભિક શિક્ષણના યુનિવર્સિટીકરણના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે.  સંશોધન, વિકાસ, તાલીમ, વિસ્તરણ, પ્રકાશન અને પ્રસાર પ્રવૃત્તિઓ ઉપરાંત, એન.સી.ઇ.આર.ટી. સ્કૂલના શિક્ષણના ક્ષેત્રમાં અન્ય દેશો સાથે દ્વિપક્ષીય સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમો માટેની અમલીકરણ એજન્સી છે.  એનસીઇઆરટી આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે મળીને, વિદેશી પ્રતિનિધિ મંડળની મુલાકાત લે છે અને વિકાસશીલ દેશોના શૈક્ષણિક કર્મચારીઓને વિવિધ તાલીમ સુવિધાઓ પ્રદાન કરે છે.

ડિજિટલ ઇન્ડિયા અભિયાન દ્વારા શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં ICTના વ્યાપક ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે E-Pathshala એપ્લિકેશન વિકસાવવામાં આવે છે. જેમાં  કેન્દ્રનું શિક્ષા મંત્રાલય તેમજ સરકારના સંયુક્ત ઉપક્રમે  શૈક્ષણિક કાર્યના વિકાસ માટે પાઠયપુસ્તકો, વિડિઓ, સામયિકો અને વિવિધ ડિજિટલ સંસાધનો સહિતના તમામ શૈક્ષણિક ઇ-સંસાધનોના પ્રસાર અને પ્રસાર માટે આ પોર્ટલ શરૂ કરવામાં આવ્યુ છે.  E Pathshala દ્વારા મોબાઇલ એપ્લિકેશન થકી  સમાન શિક્ષણ વ્યવસ્થા, ગુણવત્તા, સર્વગ્રાહી શિક્ષણ અને બધા માટે આજીવન શિક્ષણ અને ડિજિટલ રૂપે શિક્ષણ સામગ્રી આપી શિક્ષણનું ભારણ ઘટાડવાનો ઉદ્દેશ છે.

વિદ્યાર્થીઓ, શિક્ષકો, શિક્ષકો અને પેરેન્ટ્સ બહુવિધ ટેકનોલોજી પ્લેટફોર્મ દ્વારા ઇ-બુકનો ઉપયોગ કરી શકે છે. જે માટે મોબાઇલ ફોન અને ટેબ્લેટ્સ માટે એપ્લિકેશન અને લેપટોપ અને ડેસ્કટોપ માટે  વેબ પોર્ટલથી ePathshala યુઝરને તેમની પાસે ઉપલબ્ધ ડિજિટલ  ઉપકરણમાં  સપોર્ટ કરે છે.  

આ એપમાં ઇ પુસ્તકો પણ ઉપલબ્ધ છે. આ પુસ્તકોની સુવિધાઓ વપરાશકર્તાઓને ટેક્સ્ટ ટુ સ્પીચ (ટીટીએસ) એપ્લિકેશન્સનો ઉપયોગ કરીને ટેક્સ્ટને પસંદ કરી, ઝૂમ, બુકમાર્ક, હાઇલાઇટ, નેવિગેટ, શેર, ટેક્સ્ટ સાંભળવા અને ડિજિટલ નોંધ કરી શકે છે તેવી સુવિધાઓ આપે છે.

E-Pathshala વેબસાઇટની લિંક :-  અહીં ક્લિક કરો.


E-Pathshala પોર્ટલની સંપૂર્ણ માહિતી માટેનો વિડિઓ


@@@@@@@@@@@

DIKSHA ઇ લર્નિંગ એપ્લિકેશન

  

【 Digital Infrastructure for Knowledge Sharing 】

National Teacher Platform
Our teachers, Our Heroes

DIKSHA એ એક મોબાઈલ એપ્લિકેશન બેઝ શૈક્ષણિક પ્લેટફોર્મ  છે જે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતાને સૂચવેલા શાળા અભ્યાસક્રમ સાથે સંબંધિત શિક્ષણની સામગ્રી પ્રદાન કરે છે.  



શિક્ષકો પાસે પાઠ યોજનાઓ, વર્કશીટ્સ અને પ્રવૃત્તિઓ જેવી કે વર્ગખંડમાં પોતાના વિષયને અનુરૂપ શૈક્ષણિક સાહિત્ય સામગ્રી માટે સહાય મળે છે. 

વિદ્યાર્થીઓ વિષયને સમજી શકે છે, પાઠના વધારાના અભ્યાસ દ્વારા રિવિઝન કરે છે અને પ્રેક્ટિસ એક્સરસાઇઝ પણ કરી શકે છે. 

માતા-પિતા વર્ગખંડોમાં ચાલતી પ્રવૃત્તિઓનું વિશે માહિતગાર થઈ શકે છે અને શાળાના સમયની બહાર તેમને શિક્ષણ ને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકે છે.

DIKSHA એપ્લિકેશન અંતર્ગત કઈ બાબતો સમાવેલ છે..

શિક્ષકો દ્વારા બનાવેલ ઇન્ટરેક્ટિવ સામગ્રી અને ભારતમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ ભારતીય શૈક્ષણિક સાધન સામગ્રી બનાવવા માટે પ્રોત્સાહન આપે છે.

Textbook તેમજ પાઠયપુસ્તકોમાંથી ક્યૂઆર કોડ સ્કેન કરી અને વિષય સાથે સંકળાયેલ વધારાની શિક્ષણ સાહિત્ય શોધી શકાય છે તેવી સગવડ પુરી પાડવામાં આવે છે. 

ઇન્ટરનેટ કનેક્ટિવિટી વિના પણ offline શૈક્ષણિક સામગ્રી સ્ટોર અને શેર કરી શકાય છે.

શાળાના વર્ગખંડમાં જે વિષયો શીખવવામાં આવે છે તે સંબંધિત પાઠ અને હોમવર્ક અંગે વિસ્તૃત મટિરિયલ આ એપ માંથી શોધી શકાય છે.

વિવિધ ભાષામાં શિક્ષણ સાહિત્ય ઉપલબ્ધ છે.

શિક્ષણ સામગ્રી વિવિધ ફોર્મેટ જેવાકે Video, PDF, HTML, ePub, H5P, Quizzes વગેરેમાં પણ ઉપલબ્ધ છે.


શિક્ષક મિત્રો માટે ઉપયોગી DIKSHA app

શિક્ષક તેમના વર્ગને રસપ્રદ બનાવવા માટે ઇન્ટરેક્ટિવ અને આકર્ષક શિક્ષણ સામગ્રી શોધી શકે છે.

વિદ્યાર્થીઓને મુશ્કેલ પ્રશ્નોનું નિવારણ માટે અન્ય નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકે છે તેમજ તે અન્યને આપી શકે છે.

શિક્ષક પોતાના શિક્ષણ વ્યવસાય માં નિપુણ થવા તેમજ પોતાનો શૈક્ષણિક વિકાસ કરવા માટે તાલીમ લઈ શકે છે અને પ્રમાણપત્રો મેળવી શકે છે.

શિક્ષણ વિભાગ તરફથી સમયાંતરે  વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન મેળવવા માટે ઉપયોગી.

શિક્ષક તેમણે શીખવેલા વિષયની તેમના વિદ્યાર્થીઓની વિષય પરત્વેની સમજ ચકાસવા માટે ડિજિટલ કસોટીઓ લઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે ઉપયોગી DIKSHA app

Text book પ્લેટફોર્મ પર પાઠ્યપુસ્તકો સાથે સંકળાયેલ પાઠની સરળતાથી સમજૂતી મેળવવા માટે  પાઠયપુસ્તકમાં રહેલા ક્યૂઆર કોડ્સ સ્કેન કરી વર્ગખંડમાં જે શીખ્યા હોય તે અંગેનું રિવિઝન કરી સમજ મેળવવામાં ઉપયોગી થાય છે.

ક્લાસમાં તમે જે Topics શીખ્યા હોય તે વિષયોની આસપાસની વધારાની સામગ્રી શોધી શકો છો જે તમને તે ટોપિક  સમજવામાં મુશ્કેલ પડતી હોય.

જે ટોપિકમાં Problems હોય તે અંગેનું મટિરિયલ શોધી સમસ્યાઓ હલ કરવાની પ્રેક્ટિસ કરી શકો છો અને જવાબ સાચો છે કે નહીં તે અંગે તાત્કાલિક નિવારણ મેળવી શકો છો.


આપ પણ શિક્ષણ સાથે સંકળાયેલા હોય અને વિષય નિષ્ણાત હોવ તો આપ શિક્ષક, વિદ્યાર્થીઓ માટે સરળ અને આકર્ષક રીતે વિભાવનાઓ પહોંચાડી, વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાની ભણતર સામગ્રી પ્રદાન કરવા માટે શૈક્ષણિક સામગ્રી બનાવવા માટે DIKSHA એપ માં સહયોગ આપી શકો છો.



DIKSHA એપ્લિકેશનની લિંક :-  અહીં ક્લિક કરો.

એપ્લિકેશન વિશે સંપૂર્ણપણે માહિતી માટે વિડિઓ લિંક

અહીં ક્લિક કરો


NAD (નેશનલ એકેડેમીક ડિપોઝિટરી)



ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ ને પ્રોત્સાહન તેમજ તે દિશામાં કાર્યના ભાગ રૂપે તમામ શૈક્ષણિક પુરસ્કારોનું ઓનલાઈન સંગ્રહ કરવાના સ્ટોર હાઉસ તરીકે સ્થાપવા માટે નેશનલ એકેડેમીક ડિપોઝિટરીનું સર્જન થયેલ છે. 

નેશનલ એકેડેમીક ડિપોઝિટરી એ તમામ શૈક્ષણિક એવોર્ડ્સ, જેમ કે સર્ટિફિકેટ, ડિપ્લોમા, ડિગ્રી, માર્કશીટ વગેરેનું 24X7 ઓનલાઇન સ્ટોર હાઉસ છે. જે અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટી દ્વારા યોગ્ય રીતે ડિજિટલાઈઝ અને ફાઈલ કરાઈ છે.

NAD દ્વારા શૈક્ષણિક પુરસ્કારો અને એવોર્ડ નું સરળતાથી access અને પુન:પ્રાપ્તિ માટે ખાતરી આપે છે. સાથે સાથે તેની પ્રામાણિકતા અને સલામત સંગ્રહ અને માન્યતાની બાંહેધરી આપે છે.

ઇલેક્ટ્રોનિક ડિપોઝિટરી NADમાં શૈક્ષણિક પુરસ્કારો જાળવવાથી શૈક્ષણિક સંસ્થાઓ, વિદ્યાર્થીઓ અને નિયોક્તાને શૈક્ષણિક પુરસ્કારો અંગે ખાતરી કરવા તેમજ એક્સેસ કરવામાં લાભ થશે. જે ચકાસણી માટે આવા એવોર્ડની ટ્રાંસ્ક્રિપ્ટ્સ મેળવવા માટે વ્યક્તિઓને શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચવાની આવશ્યકતાને દૂર કરશે.  તે verification ઓનલાઇન કરી,  ચકાસીને સવલત આપીને અને એવોર્ડની પ્રામાણિકતા, અખંડિતતા અને ગુપ્તતા જાળવી રાખીને એવોર્ડ્સનું ડુપ્લીકેટ અથવા બનાવટ સર્ટિફિકેટ જેવી કપટી પ્રથાઓને પણ દૂર કરશે. તે દરેક ભારતીય માટે ડિજિટલ એકેડેમિક એવોર્ડની વિચારસરણીને વાસ્તવિક બનાવવા ઇચ્છે છે.

આવી જ રીતે NAD સાથે DIGI લોકર પણ આવી રીતે જ કાર્ય કરે છે.  જે ભારતીય નાગરિકના તમામ સર્ટિફિકેટ ને એપ્રુવ કરી તેને સાચવી જ્યારે જરૂર પડે ત્યારે તેની ડિજિટલ કોપી આપી શકાય.

NAD શું છે તેના વિશે વિડિઓ દ્વારા જાણો 

અહીં ક્લિક કરો

SWAYAM PRABHA CHANNELS

 


  • સ્વયમ પ્રભા ચેનલ એ 34 ડીટીએચ ચેનલોનું એક જૂથ છે. હાલ PM e-Vidya હેઠળ 280 ચેનલ કાર્ય કરે છે ?
  • જે GSAT-15 સેટેલાઇટનો ઉપયોગ કરીને 24X7 ધોરણે ઉચ્ચ-ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમોના પ્રસારણ માટે સતત કાર્યરત છે. 
  • દરરોજ, ઓછામાં ઓછા 4 કલાક માટે શિક્ષણને લગતી નવી નવી સામગ્રી પીરસે છે. જે દિવસમાં વધુ 5 વખત રિપીટ એટલે કે પુનરાવર્તિત થાય છે., જેનાથી વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાનો સમય પસંદ કરી શિક્ષણ લઈ શકે.  
  • આ ચેનલો BISAG-N દ્વારા ગાંધીનગરથી અપલિંક એટલે કે પ્રસારિત કરવામાં આવે છે.. 
  • તમામ શૈક્ષણિક સામગ્રી NPTEL, IITs, UGC, CEC, IGNOU ના નિષ્ણાત ટિમ દ્વારા પ્રદાન કરવામાં આવે છે. 
  • INFLIBNET સેન્ટર આ તમામ ચેનલના વેબ પોર્ટલની જાળવણી કરે છે.


સરકારની મુખ્ય વેબસાઈટ પર વધુ માહિતી ઉપલબ્ધ છે. અહીં ક્લિક કરો


 

Google Form માં quiz બનાવવાના સોપાનો

ક્વિઝથી પ્રશ્નાવલી સુધી, ગૂગલ ફોર્મ તમામ પ્રકારના શ્રેષ્ઠ સર્વેક્ષણ સાધનોમાંથી એક છે. જે તમને કવિઝ બનાવવામાં  મદદ કરી શકે છે.

જો તમે ઓનલાઇન સર્વે, ક્વિઝ અથવા સર્વે ફોર્મ બનાવવા માંગો છો, તો Google ફોર્મ્સ આ માટે બેસ્ટ ઓપશન છે. 

  • ગૂગલ ફોર્મ્સમાં ફોર્મ કેવી રીતે બનાવવું.
  • ગૂગલ ફોર્મ્સ કેવી રીતે શેર કરવું.
  • ગૂગલ ફોર્મ્સ કેવી રીતે ચકાસવું.

વગેરે તમામ સવાલોના જવાબ આ મુજબ છે. 

ગૂગલ ફોર્મ્સ પર ફોર્મ બનાવવું ખૂબ જ સરળ છે. આ સ્ટેપ અનુસરો.

  1. Open an internet browser on your Android. You can use any mobile internet browser such as Firefox, Chrome or Opera.
  2. સૌ પ્રથમ docs.google.com. વેબસાઈટ અથવા એપમાં જવાનું રહેશે.
  3. 2
    Go to forms.google.com in your browser. Type forms.google.com into the address bar, and hit the Go button on your keyboard.
    • This will open a new, empty form for you to fill out and publish.
    • If you're not automatically logged in to your Google account, you'll be prompted to sign in with your email or phone and your password.

    તમારા ગુગલ બ્રાઉઝરના એડ્રેસ બારમાં forms.google.com લખો અને તમારા કીબોર્ડ પર enter key  દબાવો.

    જેથી તમારા બ્રાઉઝરમાં કવિઝ બનાવવા માટે એક નવું ખાલી ફોર્મ ખોલશે.

     જો તમે તમારા Google એકાઉન્ટમાં આપમેળે લૉગ ઇન થયા નથી, તો તમને તમારા ઇમેઇલ અથવા ફોન અને તમારા પાસવર્ડ સાથે સાઇન ઇન કરવા માટે સૂચના આપશે. જે મુજબ તમારા ઈમેઈલ એકાઉન્ટથી sign in કરવું.
  4. 3
    Give your form a title. Tap the Untitled Form heading at the top of the form, and enter a title or heading for your form.
  5. તમારા ફોર્મને શીર્ષક કે ટાઇટલ આપો.  ફોર્મની ટોચ પરના શીર્ષક વિનાના ફોર્મ ની ખાલી જગ્યામાં કર્સર મૂકી, તમારા ફોર્મ માટે શીર્ષક અથવા ટાઇટલ ટાઈપ કરો.  દા.ત. CC5 Computer Quiz
  6. 4
    Enter a description below the form title. Tap the Form description field below the title heading, and use this field to explain or describe your form to your prospective responders.
    • Adding a description is optional. You can skip this step, and publish your form without a description line.

  7. ફોર્મ શીર્ષક નીચેનો ઓપશન તમે ક્વિઝ અથવા સર્વેમાં કવિઝ કઈ બાબતની છે. તેનું વર્ણન દાખલ કરવા માંગતા હોય તો તેનું description લખી શકો છો. 

    Title કે શીર્ષકની નીચે form description ફીલ્ડ પર ક્લિક  કરો અને તમારા સંભવિત કવિઝ અપનારાંઓને તમારા ફોર્મને સમજાવવા અથવા તેનું વર્ણન કરવા માટે આ ફીલ્ડનો ઉપયોગ કરી શકો છો.

    description ઉમેરવું વૈકલ્પિક છે.  તમે આ સ્ટેપ્સ છોડી શકો છો, અને description  વિના તમારું ફોર્મ પબ્લિશ કરી શકો છો.

  8. 5
    Enter the first question of your form. Tap the Untitled Question field below the form title and description, and enter your question here.
  9. હવે પછીના સ્ટેપમાં તમારા ફોર્મનો પ્રથમ પ્રશ્ન દાખલ કરો.  ફોર્મના શીર્ષક અને વર્ણનની નીચે Untitled Question field પર ક્લિક કરો અને તમારો પ્રશ્ન અહીં દાખલ કરો.
  10. 6
    Tap the Multiple choice menu below your question. This will open a pop-up list of all the question types you can use on your form.
  11. જો તમે MCQ પ્રકારની ટેસ્ટ લેવા ઈચ્છો છો તો તમારા પ્રશ્નની નીચે Multiple choice ના મેનૂ પર ક્લિક કરો.  

    આ સિવાય ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારના પ્રશ્નોની પોપ-અપ લિસ્ટ ખુલશે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.
  12. 7
    Select a question type for your first question. Every question is set to "Multiple choice" by default. You can select a different question type for every question on the form.
    • If you want your responders to use their own words and type up a response, select Short answer or Paragraph.
    • Multiple choice and Dropdown allow every responder to select a single response from a list of options.
    • Checkboxes will allow every responder to select multiple responses from a list of options.
    • File upload asks the responder to upload a file from their own computer.
    • Linear scale asks the responder to select a number from a scale.
    • Multiple choice grid and Checkbox grid display multiple response options in a grid.
    • Date and Time will allow the responder to select a date or a time from a calendar or a clock as their response.

Multiple choice સિવાય ક્લિક કરવાથી વિવિધ પ્રકારના પ્રશ્નોની પોપ-અપ લિસ્ટ ખુલશે. જેનો તમે ઉપયોગ કરી શકો છો.

જેમકે
  • Short answer or Paragraph જેમાં એક લીટી તેમજ પેરેગ્રાફ સ્વરૂપે જવાબ આપી શકો છો.
  • Multiple choice અને Dropdown ઓપશન યુઝરને પસંદગીના જવાબો આપવાની સગવડ આપે છે. જેમાં એક થી વધુ જવાબો તમારી સામે લખેલ હોય છે. તેમાંથી કોઈ એક પસંદ કરી શકો છો.
  • Checkboxes ઓપશનથી કોઈ એક જવાબ પસંદ પર મહોર આપી શકો અથવા ✔️ કરી શકો છો.
  • File upload ઓપશનથી પ્રશ્નો અને જવાબો ફોટા સ્વરૂપે તમારા મોબાઈલ કે કમ્પ્યુટર માં રહેલી ફાઇલ અપલોડ કરી શકો છો.

આ રીતે તમે quiz માટે કોઈ ઓપશન પસંદ કરી શકો છો. 

ખાસ અહીં ફોર્મમાં by default એટલે કે આપ મેળે Multiple choice પસંદ થયેલ હોય છે.

જો તમે MCQ પ્રકારની ટેસ્ટ બનાવવા માંગો છો તો.. Multiple choice જ પસંદ કરો..અને આગળ વધો..

સૌ પ્રથમ Untitle Question માં તમારો પ્રશ્ન દાખલ કરો. 

દા. ત. Keyboard એ કમ્પ્યુટરનું ક્યુ સાધન કહેવાય ?

અહીં ઉપરોક્ત પ્રશ્ન Untitle Question પર ક્લિક કરી ટાઈપ કરો. 

  1. 8
    Enter the first option for your question. Tap Option 1 below your first question, and enter the first response option for this question here.
  2. ત્યાર બાદ Multiple choice હેઠળ 
    option 1 માં   Input
    option 2 માં   Output
    option 3 માં   Ram
    option 4 માં   Rom

    માં ઉપરોક્ત જવાબો type કરવા. સાથે જે જવાબ સાચો હોય તેના માટે આગળ ✔ક્લિક કરવું. જેથી. ક્વિઝ પુરી થયે આપ મેળે quiz નું મૂલ્યાંકન થઈ શકે.. જેના પર ✔ નિશાની કરેલ જવાબો પર.. જે પરીક્ષા અપનારે પસંદ કરેલા હશે તેનો જવાબ સાચો પડશે.. અને જો અન્યમાં ક્લિક કરેલ હશે તો જવાબ ખોટો પડશે.

  3. 9
    Slide the Required switch to 
    . This option is in the lower-right corner of your question.
    • When this option is enabled, responders who don't answer this question will not be able to submit the form.
    • If you want your responders to be able to leave this question empty, leave the switch off.

  4. Required switch નો ઉપયોગ

    આ વિકલ્પ તમારા પ્રશ્નના નીચેના-જમણા ખૂણામાં છે. ટૂંકમાં જો આ વિકલ્પ on હશે. તો પરીક્ષા આપનાર આ પ્રશ્નનો જવાબ ફરજીયાત આપવો પડશે. નહિતર ... જવાબ ન આપનાર આગળના પ્રશ્ન પર જઈ શકશે નહીં.

    જો તમારે પરીક્ષા આપનારને જવાબ આપ્યા સિવાય આગળના પ્રશ્ન પર જવા દેવો હોય તો આ સ્વીચ off રાખવી..
  5. 10
    Tap the 
     icon to add a new question. This button is in the bottom-left corner of your screen. It will add a second question to your form, and allow you to customize the question, question type, and all the response options.
  6. જ્યારે 1 પ્રશ્ન નો સ્ટેપ પૂરો થાય પછી અન્ય પ્રશ્ન ઉમેરવા માટે ➕ બટન પર ક્લિક કરવું. આ બટન તમારી સ્ક્રીનના તળિયે-ડાબા ખૂણામાં છે.  તે તમારા ફોર્મમાં બીજો પ્રશ્ન ઉમેરશે, અને તમને પ્રશ્ન, પ્રશ્નનો પ્રકાર વગેરે જે ઉપર દર્શાવેલ મુજબ પ્રશ્ન બનાવવાની સગવડ આપશે.
  1. Tap the 
  2. ઉપર દર્શાવેલ બટન TT એટલે કે text સિવાય photo, video ઉમેરવા માટે પસંદગી આપે છે.
  3.  a theme color for your form. Tap the color you want to use to apply 
  4. છેલ્લે બધા પ્રશ્નો લખાય ગયા પછી. આ  
     આ icon સૌથી ઉપર જોવા મળશે. જેના પર ક્લિક કરી તમારી ક્વિઝને પબ્લિશ કરી શકો છો. જેના પર ક્લિક કરવાથી તમારી ક્વિઝ ની લિંક બની જશે.
  1. .
  2. આ ક્વિઝ તમે તમારા ઈમેઈલ કોન્ટેક પર ડાયરેકટ શેર કરી શકો અથવા તેની લિંક વોટ્સએપ, ફેસબુક કે અન્ય સોશ્યલ મીડિયા દ્વારા તમારા વિદ્યાર્થીઓ કે પરીક્ષા આપનારાં ઓને મોકલી શકો છો.
Quiz નું રિઝલ્ટ કેવી રીતે મેળવશો

    • ક્વિઝનું રિઝલ્ટ મેળવવા માટે સ્ક્રીનના top ઉપર Question અને Responses આ બે ઓપશન જોવા મળશે.. જેમાંથી તમારે Responses પર ક્લિક કરી દરેક પરીક્ષા આપનારનું રિઝલ્ટ જોઈ શકો છો. તેમજ તેનું પરિણામ તેને send પણ કરી શકો છો.

  1. મોબાઈલમાં એપ દ્વારા

ઉપર આપેલ quizzes + આઇકોન પર ક્લિક કરી શરૂઆત કરવી. જેમાંથી quizzes પસંદ કરી ઉપરના સ્ટેપ મુજબ ક્વિઝ બનાવવી. ફોટોગ્રાફ નીચે આપેલ છે.

Step 1



Step 2


અહીં Creat Blank Quiz પર ક્લિક કરી નવી ક્વિઝ બનાવો.

અહીં ઉપર દર્શાવેલ તમામ સ્ટેપ મુજબ ક્વિઝ બનાવો.

Step 3


Step 4 Question and answer 




જવાબ મેળવવા માટે જે ક્વિઝ બનાવેલ હોય ત્યાં ક્લિક કરવું.



અહીં તમને કુલ કેટલા જવાબ મળેલ છે. તે જોવા મળશે. જેના પર ક્લિક કરવાથી તમામ પરીક્ષા અપનારના જવાબ જોવા મળશે.

View answer પર ક્લિક કરી તમામ પરીક્ષા આપનારની યાદી જોવા મળશે.



આ step મુજબ તમે પણ ક્વિઝ નું આયોજન કરી શકો છો.








રામદેવરામાં જોવાલાયક સ્થળો

 રામદેવરામાં શું જોવાલાયક 👉રામદેવપીરની સમાધિ 👉ડાલી બાઈની બંગડી 👉રામદે પીરની પરચા બાવડી વાવ 👉ડાલી બાઈનું ઝાડ જ્યાં ડાલી બાઈ રામદે પીરને મ...