SWAYAM એટલે Study Webs of Active-Learning for Young Aspiring Minds. આ એક મુક્ત, ખુલ્લા અને મોટા ઓનલાઇન અભ્યાસક્રમોનું પ્લેટફોર્મ છે. જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર વિવિધ વિષયો પર ઉચ્ચ ગુણવત્તાવાળા અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.
સ્વયમ પ્રોગ્રામ થકી અત્યાર સુધી અભ્યાસથી વંચિત રહી ગયેલા અને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડાવા માટે સક્ષમ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ માધ્યમથી શિક્ષણ આપવાનો પ્રયાસ છે.
SWAYAMનું લોકાર્પણ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે 9 જુલાઈ 2017 ના રોજ કરવામાં આવ્યું હતું.
સ્વયમનું ધ્યેય મંત્ર છે. શિક્ષિત ભારત ઉન્નત ભારત
SWAYAM પ્રોગ્રામ MHRD અને AICTE દ્વારા માઈક્રોસોફ્ટ ની મદદથી તૈયાર કરવામાં આવેલ છે
આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. જેના દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. આ પ્રોગ્રામ તમામ અભ્યાસક્રમોનું હોસ્ટિંગ સુવિધા આપે છે, વર્ગ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોઈપણ વિદ્યાર્થીઓ દ્વારા, કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ એક્સેસ કરી શકાય.
ભારત સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષકોના વ્યાવસાયિક વિકાસ માટે ARPIT (Annual Refresher Programme In Teaching) કાર્યક્રમ શરૂ કરવામાં આવી છે. આ પ્રોગ્રામ SWAYAM પ્લેટફોર્મ દ્વારા ચલાવવામાં આવે છે.
બધા અભ્યાસક્રમો ઇન્ટરેક્ટિવ છે, દેશના શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને કોઈ પણ શીખનારને વિના મૂલ્યે આ શિક્ષણ ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમો તૈયાર કરવા માટે દેશભરમાંથી 1,000 થી વધુ વિશેષ પસંદ કરેલી ફેકલ્ટી અને શિક્ષકોએ ભાગ લીધો છે.
https://swayam.gov.in/ આ વેબસાઇટ પર તમને Swayam વિશેની બધી જ માહિતી મળી શકશે.
સ્વયમ પર હોસ્ટ કરેલા અભ્યાસક્રમો 4 વિભાગમાં સમવાયા છે.
(1) વિડિઓ લેક્ચર
(2) ખાસ તૈયાર વાંચન સામગ્રી જે ડાઉનલોડ કરી / છાપી શકાય છે
(3) પરીક્ષણો અને ક્વિઝ દ્વારા સ્વ-આકારણી પરીક્ષણો
(4) ક્લિયરિંગ માટે discussion ઓનલાઇન ચર્ચા મંચ જેમાં કોઈ ઉદ્દભવેલ પ્રશ્નોનું નિરાકરણ થકે.
Audio-વિડિઓ અને મલ્ટી મીડિયાના માધ્યમો અને કલા શિક્ષણ શાસ્ત્ર / ટેક્નિકલ સાધનોનો ઉપયોગ કરીને શીખવાના અનુભવને વધુ સારા બનાવવા માટે આ શિક્ષણ પોર્ટલ પર વિવિધ પગલાં લેવામાં આવ્યા છે.
આ શૈક્ષણિક પોર્ટલ માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળી સામગ્રીનું ઉત્પાદન અને વિતરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે, નવ રાષ્ટ્રીય સંયોજકોની નિમણૂક કરવામાં આવી છે. જે આ મુજબ છે.
- AICTE (All India Council for Technical Education) for self-paced and international courses
- NPTEL (National Programme on Technology Enhanced Learning) for Engineering
- UGC (University Grants Commission) for non technical post-graduation education
- CEC (Consortium for Educational Communication) for under-graduate education
- NCERT (National Council of Educational Research and Training) for school education
- NIOS (National Institute of Open Schooling) for school education
- IGNOU (Indira Gandhi National Open University) for out-of-school students
- IIMB (Indian Institute of Management, Bangalore) for management studies
- NITTTR (National Institute of Technical Teachers Training and Research)