ગાંધારી એ એકસાથે 100 કૌરવો ને કેવી રીતે આપ્યો હતો જન્મ?
કૌરવો અને પાંડવો સાથે જોડાયેલી ધર્મ યુદ્ધ જેવી લડાઈઓ ની સાથે સાથે ઘણા એવા પણ રહસ્યો જોડાયેલા છે જેના વિશે આજે પણ ઘણા લોકો અજાણ છે.એવું જ એક રહસ્ય છે કૌરવો નો જન્મ.આ એક ચમત્કાર જ છે કે એક માતા એ એક સાથે 100 બાળકો ને જન્મ આપ્યો.આ રહસ્ય આજે ઘણા લોકો જાણતા નથી.
સૌથી પહેલા તો એ જણાવી દઈએ કે ગાંધારી ના કુખે થી 100 બાળકો નો જન્મ થવો એ કઈ પ્રાકૃતિક ઘટના નથી પરંતુ એ પ્રાચીન સમય નું એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.
આજે તમને કૌરવો ના જન્મ વિશે ની વાત કહીએ એ પહેલાં જાણી લઈએ કે કૌરવો ને જન્મ આપવા વાળી ગાંધારી કોણ હતી.
ગાંધારી,ગાંધાર દેશ ના રાજા સુબલ ની પુત્રી હતી.ગાંધાર દેશ માં જન્મ થવાને કારણે તેનું નામ ગાંધારી રાખવામાં આવ્યું હતું.તમને જણાવી દઈએ કે ગાંધાર આજે અફઘાનિસ્તાન નો એક ભાગ છે.જેને આજે પણ કંધાર ના નામેજ ઓળખાય છે.મહાભારત ના સૌથી ચર્ચિત પાત્ર ને તો તમે જાણતા જ હશો,મામા શકુની એ ગાંધારી ના ભાઈ હતા અને ગાંધારી ના વિવાહ પછી તેઓ તેની સાથે જ રહ્યા હતા.ગાંધારી ના વિવાહ હસ્તીનાપુર ના મહારાજ ધૂતરાષ્ટ્ સાથે થયા હતા જોકે ધૂતરાષ્ટ્ આંધળા હોવાને કારણે ગાંધારીએ પણ આખી જિંદગી આંખ પર પાટો બાંધી ને ગુજારી હતી.પોતાના પતિ ને કારણે ગાંધારી આખી જિંદગી આંધળી બની ને રહી હતી.તેઓ ના 100 પુત્રો હતા જેઓ ને આજે આપણે કૌરવો તરીકે ઓળખીએ છીએ.પરંતુ આ 100 પુત્રો નો જન્મ એ ઇતિહાસ ની એક રહસ્યમય ઘટના છે જેના વિશે ખુબજ ઓછા લોકો જાણે છે.
ગાંધારી એ ખુબજ ધાર્મિક પ્રકૃતિ વાળી મહિલા હતી.ગાંધારી થી પ્રસન્ન થઈ ને મહર્ષિ વેદ વ્યાસે તેને 100 પુત્રો ની માતા બનવાનું વરદાન આપ્યું હતું.મહર્ષિ ના વરદાન પ્રમાણે તે ગર્ભવતી બની પણ થોડા સમય પછી જાણવા મળ્યું કે તેને એક નહિ પણ 100 સંતાન નો ગર્ભ એક સાથે છે.આ સિવાય જ્યારે સામાન્ય મહિલા નું ગર્ભ 9 મહિના નું રહે છે જ્યારે ગાંધારી 2 વર્ષ સુધી ગર્ભવતી રહી.24 મહિના પછી પણ જ્યારે ગાંધારી ને પ્રસવ ના થયો ત્યારે તેઓ એ આ ગર્ભ ને કાઢી નાખવા નો નિર્ણય કર્યો.તેના પેટ માંથી લોઢા જેવો માસ નો પિંડ નીકળ્યો.તેને જોઈને તે ખુબજ ગભરાઈ ગઈ.
માન્યતા છે કે આ પુરી ઘટના મહર્ષિ વેદવ્યાસ પણ જોઈ રહ્યા હતા.ગર્ભપાત થયું ત્યારે તેઓ ત્યાં પહોંચી ગયા અને આ માંસ ના પિંડ ઉપર એક વિશેષ પ્રકારનું જળ નાખવાનું જણાવ્યું.જળ પડતા ની સાથે જ એ પિંડ માં 101 ટુકડા થઈ ગયા અને મહર્ષિ એ તેને 2 વર્ષ સુધી 101 અલગ અલગ ઘડા એટલે કે માટલાઓ માં રાખવા જણાવ્યું.2 વર્ષ પછી ગાંધારી એ બધા ઘડા ને ખોલ્યા.કહેવામાં આવે છે કે ગંધારીએ સૌથી પહેલા જે ઘડાને ખોલ્યો તેમાંથી જે બાળક નો જન્મ થયો તેને દુર્યોધન નામ આપવામાં આવ્યું.
એવીજ રીતે ગાંધારી એ બાકી ના 100 ઘડા પણ ખોલ્યા અને બીજા 100 કૌરવો નો પણ જન્મ થયો.એમાંની એક પુત્રી હતી જેનું નામ દુષલા રાખવામાં આવ્યું.કહેવામાં આવે છે કે જન્મ લેતા ની સાથે જ દુર્યોધન ગધેડા ની જેમ ભોકવા લાગ્યો એટલે પંડિતો એ કહ્યું કે આ બાળક આખા કુળ નો નાશ કરશે.જ્યોતિશોએ દુર્યોધન નો નાશ કરવા માટે કહ્યું હતું પણ પુત્ર મોહના લીધે રાજા ધૂતરાષ્ટ્ આમ ન કરી શક્યા.
How biologically possible is it that Gandhari gave birth to 100 children (Kauravas) in the Hindu epic “Mahabharata”?