Sunday, September 29, 2024

બજારમાં વેચાતા શુદ્ધ દેશી ઘી અથવા પૂજા માટે વપરાતા સસ્તા ઘી વિશે.

ચોખ્ખુ - શુદ્ધ દેશી ઘી બનાવવામાં ફક્ત 50 રૂપિયાનો જ ખર્ચ થાય છે!!!

હા, તમે બરાબર જ વાંચ્યુ, હમણા દેશના અલગ અલગ ધાર્મિક સ્થળો પર પ્રસાદ માં વપરાતા ઘી ને લઈને જે વિવાદ ચગ્યો છે બસ એ ઘી વિશે થોડી વાત કરીશ.

લેધર સિટી નામે પ્રખ્યાત ઉત્તરપ્રદેશના કાનપુરમાં જાજમઊ થી ગંગા નદીના કિનારે દસેક કિમીના વિસ્તાર માં જો તમે ફરવા જશો તો ઉલ્ટી થઈ જશે એવી દુર્ગંધ આવશે તમને, કેમકે ત્યા હજ્જારો ની સંખ્યામાં સળગતી ભઠ્ઠીઓ માં કાઇક એવુ ઉકાળવામાં આવે છે જેનાથી આ દુર્ગંધ આવે છે!

આ બધી ભઠ્ઠીઓ માં જાનવરો ને કાપ્યાબાદ જે ચરબી નીકળે તેને ઓગાળવામાં આવે છે જેમાથી મુખ્યત્વે ત્રણ વસ્તુઓ બને છે - 

૧. ગુંદર (ડેવિકોલ અને તેની જેવા પ્રખ્યાત ગુંદર)

૨. ઇનેમલ પેઇન્ટ (આપણે ઘરે દિવાલોમાં જે કલર લગાવીએ છીએ તે)

૩. ત્રીજા નંબરે આપણુ ઘી, હા એજ સ્પેશિયલ શુદ્ધ દેશી ઘી!

જે ત્યાની લોકલ માર્કેટમાં સવાસો થી દોઢસો રુપિયા કિલોના ભાવે થોકબંધ વેચાય છે! અને ત્યાની સ્થાનિક બોલીમાં તેને "પૂજાવાલા ઘી" કહેવામાં આવે છે.

અને તેનો સૌથી વધુ ઉપયોગ ધાર્મિક કાર્યક્રમો કે અમુક કેટરીંગ બિઝનેસ ચલાવતા લોકો કરે છે.. કેટલાક ભાવિ ભક્તો શ્રદ્ધાભક્તિભાવ થી મંદિર માં દાન પેટે આપવા પણ તે ૧૫-૧૫ કિલોના ડબ્બા ખરીદે છે!

અને એ ઘી માં એ હદે એસેન્સ અને બિજા બધા કેમિકલ મિક્સ કરવામાં આવ્યા હોય કે ભલભલા પારખું ઓ થાપ ખાઈ જાય કે આ અસલી ઘી છે કે ચરબીવાળો માલ.. એકદમ કણીદાર અને સુગંધ તો સાચા ઘી થી પણ વધુ ફ્રેશ આવે!

અને આજકાલ તો માર્કેટ્માં ઘી માટે અવનવી કેટલીય કંપનીના ડબ્બા-ડબ્બીઓ તમે જોયા જ હશે અને વિચાર્યુ પણ હશે કે સાલુ આટલું સસ્તુ ઘી આને પોસાતુ કેમ હશે? તેનો જવાબ પણ આ જાદુઇ ઘી જ છે. મોટા મોટા ભોજન સમારોહ માં જમ્યા બાદ અમુક લોકોની તબિયત બગડવાનુ કારણ પણ આ જાદુઇ ઘી જ છે!

સૌથી વધુ મોટો દગો તો એ વેજીટેરીઅન લોકો સાથે થાય છે જે જીવદયાપ્રેમી હોય અને ઇંડુ વેજ કહેવાય વાળી થીઅરી ને પણ નકારીને ઇંડા વગર ની કેક જ ખાતા હોય, જે હોટેલ માં નોનવેજ બનતુ હોય ત્યા મળતું વેજ ફુડ પણ ના ખાય એવા શાકાહારી હોય! એને પણ ખબર વગર કોને ખબર ક્યા પશુ ની ચરબીનુ ઘી હોય એ ખબર નથી પડતી ને હોંશેહોંશે જે સ્વાદીષ્ટ ભોજન નો આનંદ લેતા હોય એમા અજાણતા જ તેઓ નોનવેજ ખાઈ રહ્યા હોય છે.

તમે કોઇ દિવસ પોતે વિચાર્યુ છે ખરુ કે જ્યા આજકાલ ૧૨૦૦-૧૫૦૦ નીચે કિલો ઘી નથી મળતું તો આ બધા વેજીટેબલ ઘી કે વનસ્પતિ ઘી ના નામે જ ઘી માર્કેટ માં ઠલવાઇ છે એ ઘી શુ ખરેખર કોઇ વનસ્પતિ (બોલે તો ઝાડવા) ના ફળો કે પાંદડાઓનો રસ કાઢીને એમાથી બનાવતા હશે એમ?

અને અમુક અમુક કંપનીઓ તો ઇન્ટરનેશનલ લેબ ટેસ્ટેડ હોવાનો પણ દાવો કરે બોલો!! અરે કાકાઓ જો લેબટેસ્ટેડ વસ્તુ આવતી હોય તો મૂળ કિંમત ની ઉપર એ ટેસ્ટીંગ કરવાની કિંમત પણ ચડે તોતો ઉલ્ટાનુ ૧૨૦૦-૧૫૦૦ નુ ઘી તમને ૧૬૦૦ રુપિયા નીચે મળે જ નહિ! એ ખાલી કંપની નો ખજાનો વધારવા માટે નો જ ખેલ હોય.. 

ટુંકમા - જો ખરેખર શુદ્ધ ઘી ખાવુ જ હોય તો તમારી આસપાસ ના ઓળખીતા હોય તેવા પશુપાલકો પાસેથી ખરીદો. એમાએ ગેરેંટી તો બધાની ના હોય પણ સૌથી વધુ સારો રસ્તો આના સિવાય બિજો કોઇ હોય એવુ મને નથી લાગતુ.. (હા કોઇ પાસે ગાય ભેંસ રાખવાની સગવડ થઈ શકે એમ હોય તો એ લોકો તો આમેય વગર કિધે એ કરતા જ હોય છે)

લેખન :- સંદીપ સાવલિયા

લેખની લિંક