એક યુવાન રોજ દરિયાકિનારેથી પસાર થાય. એક દિવસ એણે જોયું કે દરિયાની ભરતીમાં અસંખ્ય માછલી કિનારા પર રેતીમાં ફેંકાઈને તરફડતી હતી અને એક વયોવૃદ્ધ માણસ એક પછી એક માછલીને ઊંચકીને પાછી દરિયામાં ફેંકતો હતો.
યુવાન એની નજીક ગયો અને બોલ્યોઃ “વડીલ, એકસાથે આટલી બધી માછલી પાણી બહાર આવી. ગઈ છે. તમે એક-એક કરીને એને પાછી પાણીમાં ફેંકશો તો એનાથી કોઈ ફરક નહીં પડે. વ્યર્થ મહેનત કરો છો.”
વૃદ્ધે યુવાન તરફ જોયું. કંઈ બોલ્યા વગર એણે નીચે નમીને એક માછલી પકડી અને જોરથી દૂર પાણીમાં નાખી. પછી યુવાન તરફ વળીને કહ્યું: “બેટા, આ એક માછલીને તો ફરક પડ્યો ને?”
ટુંકમાં દરેક વ્યક્તિ એની ક્ષમતા મુજબ પરિવર્તન કે બદલાવ લાવવામાં પોતાનું યથાયોગ્ય ફૂલ અને ફૂલની પખડી સ્વરૂપે યોગદાન આપી શકે છે.
ચિત્રલેખા .. લેખ પરના વાંચનમાંથી સાભાર