સૌરાષ્ટ્ર પ્રવાસ

સૌરાષ્ટ્ર એ ગુજરાત રાજ્યનો પશ્ચિમી દ્વીપકલ્પ પ્રદેશ છે, જે ભારતના પશ્ચિમ કિનારે અરબી સમુદ્રથી ત્રણ બાજુથી ઘેરાયેલો છે. તેને કાઠિયાવાડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રદેશ સમૃદ્ધ ઇતિહાસ, વૈવિધ્યસભર સંસ્કૃતિ અને ઘણા પવિત્ર સ્થળો માટે જાણીતો છે.

સૌરાષ્ટ્રમાં 11 જિલ્લાઓનો સમાવેશ થાય છે, જેમાં રાજકોટ, જૂનાગઢ, જામનગર, પોરબંદર, ભાવનગર, અમરેલી, બોટાદ, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગર મુખ્ય છે.

આ પ્રદેશમાં ડુંગરાળ વિસ્તારો, નદીઓ અને લાંબો દરિયાકિનારો છે. ગિરનાર પર્વત અહીંનો સૌથી ઊંચો પર્વત છે. સૌરાષ્ટ્રમાં ઘણી નાની નદીઓ છે જે મોટાભાગે મધ્ય ઉચ્ચપ્રદેશમાંથી નીકળીને દરિયાકિનારા તરફ વહે છે.

સૌરાષ્ટ્ર તેની અનોખી ગ્રામીણ અને શહેરી સંસ્કૃતિનું મિશ્રણ, પવિત્ર મંદિરો, સુંદર દરિયાકિનારા અને વન્યજીવ અભયારણ્યો માટે સમગ્ર ભારતમાં જાણીતું છે.

સૌરાષ્ટ્રમાં ફરવા જવા માટે ઘણા સ્થળો છે. તેમાંથી નીચે દર્શાવેલ રૂટ પર આપ સૌરાષ્ટ્રના નામાંકિત સ્થળો એક સાથે ફરી શકો છો.

સૌરાષ્ટ્રની મધ્ય બિંદુ એટલે રાજકોટ....ત્યાંથી સફર શરૂ થશે.

રાજકોટ ➡️ દ્વારકા ➡️ હર્ષદ ➡️ પોરબંદર ➡️ મોચા હનુમાન ➡️ માધવપુર બીચ ➡️ સોમનાથ ➡️ દિવ ➡️ ઉના તુલસીશ્યામ ➡️ જામવાળા ➡️ સાસણ ગીર ➡️ જુનાગઢ ➡️ વીરપુર, ખોડલધામ ➡️ રાજકોટ


🙏 આ રૂટ મુજબ ક્યાં જોવાલાયક સ્થળો છે ! તેની માહિતી

દ્વારકા

🛕 દ્વારકાધીશ મંદિર

🛕 ભડકેશ્વર મહાદેવ મંદિર

🛕 શિવરાજપુર બીચ.. ચોમાસાની ઋતુમાં બંધ હોય શકે !

🛕 બેટ દ્વારકા 

🛕 હનુમાન દાંડી

🛕 નાગેશ્વર મહાદેવ , મેળવેલ મોમાઇ ધામ અને બીચ

(નાઇટ દ્વારકા)

🚙 દ્વારકાથી વહેલી સવારે નીકળવું.

દ્વારકા થી પોરબંદર ત્યાંથી સોમનાથ જવા રવાના

👇 વચ્ચે જોવાલાયક સ્થળ

🛕 હર્ષદમાં હરસિદ્ધિ મંદિર દર્શન અને બીચ પાસે હરસિદ્ધિ વન જોવાલાયક

👀 પોરબંદરમાં ફરવા જવું હોય તો ...

(જાંબુવતી ગુફા, હરિ મંદિર, સુદામા મંદિર કીર્તિ મંદિર, ભારત મંદિર, તારા મંદિર, ચોપાટી)

નહિતર બાયપાસ થઈ સોમનાથ રોડ પર ચાલવું...

પોરબંદર થી નીકળતા જ વચ્ચે આવતા રોડ ટચ સ્થળોની વિગત.

🏖️ રંગબાઈ બીચ (જેઠાલાલનું ગામ અને તેના કુળદેવીનું મંદિર અને સુંદર બીચ)

🏖️ મોચા હનુમાન આશ્રમ ચોક્કસ મુલાકાત લેવી.. ફ્રેન્ચ મહિલા સંભાળે છે.

🏖️ માધવપુર બીચ

સાંજ સુધીમાં સોમનાથ પહોંચી જવું.

🏕️ સોમનાથ (નાઇટ)

🚙 સોમનાથ દર્શન કરી

🏖️ દિવ તરફ જવું..

🏖️ રાત્રિ રોકાણ દિવ અથવા ઉના કરી શકાય.. 

(જો ઉના નાઇટ કરો તો તુલસી શ્યામ ની મુલાકાત પણ કરી શકો.)

🚙 સવારે દીવ થી સાસણ આવતા વચ્ચે જામવાળા ઝમઝીર નો ધોધ જોઈ શકાય..

🏖️ સાસણ કોઈ રિસોર્ટમાં બપોરે પહોંચી જવું..

🏖️ચોમાસામાં સિંહ દર્શન બંધ હશે... છતાં દેવળીયા પાર્કમાં જોવા મળી શકે.

🚙 બીજે  દિવસે સાસણ થી જૂનાગઢ, ગિરનાર જઈ શકો છો.

👉 જૂનાગઢથી રાજકોટ તરફ વચ્ચે વીરપુર, ખોડલ ધામ અને ખંભાલીડાની ગુફા જોઈ શકાય.

(તમારી અનુકૂળતા મુજબ નાઇટ રોકાવાનો ફેરફાર કરી શકો છો.)


અપડેટ્સ

દ્વારકાથી પોરબંદર:

બસ 

આ બંને શહેરો વચ્ચે બસ દ્વારા મુસાફરી કરવી સૌથી સસ્તો અને કાર્યક્ષમ વિકલ્પ છે. GSRTC અને પ્રાઇવેટ ઘણી બસ આ રૂટ પર ઉપલબ્ધ છે. 

કાર/ટેક્સી: 

લગભગ 100 કિમીનું અંતર છે અને કાર દ્વારા 1 કલાક 23 મિનિટથી 3 કલાક જેટલો સમય લાગી શકે છે. આ સૌથી ઝડપી વિકલ્પ છે.

પોરબંદરથી સોમનાથ:

બસ: 

GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ) અને અન્ય ખાનગી બસ ઓપરેટરો દ્વારા ઘણી બસો ઉપલબ્ધ છે. મુસાફરીનો સમય આશરે 2 કલાક 30 મિનિટથી 3 કલાક 30 મિનિટનો છે. બસ ભાડું ₹133 થી શરૂ થાય છે.

કાર/ટેક્સી: 

આશરે 100+ કિમીનું અંતર છે અને કાર દ્વારા 2 કલાક 22 મિનિટથી 3 કલાક જેટલો સમય લાગી શકે છે. આ સૌથી ઝડપી વિકલ્પ છે.

ટ્રેન: 

ટ્રેન દ્વારા પણ મુસાફરી કરી શકાય છે, જેમાં જેતપુર થઈને આશરે 6 કલાક લાગી શકે છે.

સોમનાથથી સાસણ ગીર:

કાર/ટેક્સી: 

આશરે 40-70 કિમીનું અંતર છે અને કાર દ્વારા 1 કલાકથી 1 કલાક 40 મિનિટ જેટલો સમય લાગી શકે છે. આ સૌથી ઝડપી અને સુવિધાજનક વિકલ્પ છે.

ટ્રેન: 

સોમનાથ (વેરાવળ) થી સાસણ ગીર (માળિયા હાટીના) સુધી ટ્રેનો ઉપલબ્ધ છે. મુસાફરીનો સમય આશરે 26 થી 30 મિનિટનો છે.

સાસણ ગીરથી દીવ:

કાર/ટેક્સી: 

આશરે 50-100 કિમીનું અંતર છે અને કાર દ્વારા 1 કલાક 25 મિનિટથી 2 કલાક જેટલો સમય લાગી શકે છે. આ સૌથી ઝડપી અને સુવિધાજનક વિકલ્પ છે.

ટ્રેન: 

સાસણ ગીરથી દેલવાડા (દીવ નજીક) સુધી ટ્રેન ઉપલબ્ધ છે. મુસાફરીનો સમય આશરે 4 કલાક 19 મિનિટથી 4 કલાક 35 મિનિટનો છે.

જોવાલાયક મુખ્ય આકર્ષણો:

  • દ્વારકાધીશ મંદિર: ભગવાન કૃષ્ણને સમર્પિત એક પ્રખ્યાત હિંદુ મંદિર.
  • બેટ દ્વારકા: એક ટાપુ જ્યાં ભગવાન કૃષ્ણનો નિવાસ હોવાનું મનાય છે, બોટ દ્વારા પહોંચી શકાય છે.
  • નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક.
  • રૂક્ષ્મણી દેવી મંદિર: ભગવાન કૃષ્ણની પત્ની રૂક્ષ્મણીને સમર્પિત મંદિર.
  • ગોમતી ઘાટ: પવિત્ર ગોમતી નદીના કિનારે આવેલો ઘાટ.

પોરબંદરમાં જોવાલાયક 

  • કીર્તિ મંદિર: મહાત્મા ગાંધીનું જન્મસ્થળ અને સ્મારક.
  • સુદામા મંદિર: ભગવાન કૃષ્ણના પરમ મિત્ર સુદામાને સમર્પિત મંદિર.
  • પોરબંદર પક્ષી અભયારણ્ય: વિવિધ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.
  • ચોપાટી: દરિયાકિનારો અને મનોરંજન સ્થળ.

સોમનાથ જોવાલાયક સ્થળો :

  • સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર: ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું પ્રથમ અને સૌથી પવિત્ર મંદિર.
  • ભાલકા તીર્થ: એવું સ્થળ જ્યાં ભગવાન કૃષ્ણને તીર વાગ્યું હતું.
  • ત્રિવેણી સંગમ: હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો સંગમ.
  • ગીતા મંદિર: ભગવદ ગીતાના ઉપદેશો દર્શાવતું મંદિર.

સાસણ ગીરમાં જોવાલાયક સ્થળો :- 

  • ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય: એશિયાઈ સિંહોનું એકમાત્ર કુદરતી નિવાસસ્થાન. સફારીનો આનંદ માણી શકાય છે.
  • દેવળિયા સફારી પાર્ક: ગીર અભયારણ્યનો એક નાનો બંધ વિસ્તાર જ્યાં સિંહો અને અન્ય વન્યજીવોને નજીકથી જોઈ શકાય છે.
  • કમલેશ્વર ડેમ: ગીરના જંગલની અંદર આવેલો સુંદર ડેમ.

દીવમાં જોવાલાયક સ્થળો 

  • દીવ કિલ્લો: પોર્ટુગીઝ શાસનનો ઐતિહાસિક કિલ્લો.
  • નાયડા ગુફાઓ: કુદરતી રીતે બનેલી ગુફાઓ.
  • નાગવા બીચ: દીવનો સૌથી પ્રખ્યાત અને સુંદર બીચ.
  • ઘોઘલા બીચ: દીવનો સૌથી મોટો બીચ.
  • સેન્ટ પૌલ ચર્ચ: પોર્ટુગીઝ સ્થાપત્યનું ઉત્તમ ઉદાહરણ.
  • ચક્રતીર્થ બીચ: શાંત અને સુંદર બીચ.


Post a Comment

Previous Post Next Post