સમજદારી

 💥સૌરાષ્ટ્રની રસધાર માં મેઘાણી એ લખ્યું છે કે ...

          મેઘાણી એક વાર મહુવા, ભાવનગર ની બજાર માંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે ," મા, તારે કોઇ દિકરો નથી? 

          મા ની આંખમાં ઝળઝળીયા આવી ગયાં.. એણે કહ્યું કે," દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા(માછીમાર) છીએ.. મારો દિકરો ભાવનગર ના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયા માં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું. "

              મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસે થી વળતર ન માંગ્યું?? "

"અરે ભાઇ, કેવી રીતે માંગું? એ શેઠે એનું લાખો રૂપિયા નું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો.. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં..??" 

———



સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે.. જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે.


🙏🙏🙏🙏🙏🙏

Post a Comment

Previous Post Next Post