Tuesday, September 5, 2023

કચ્છ પ્રવાસ Kutch Tourism

તમે કચ્છમાં ફરવા માટે આવવાનું વિચારતા હોય તો આ મેસેજ આપના માટે જ છે.
(આગળનું સ્થળ ગૂગલ મેપમાં લોકેશન દ્વારા જોઈ લેવું )

રાધનપુરથી કચ્છ આવતા હોય તો સાંતલપુર આડેસર થઈને તેમજ મોરબીથી સાંમખીયાળી થઈને આ રૂટમાં જવાય (🥘 ☑️ આ નિશાની વાળા સ્થળોએ રહેવા, જમવાની સગવડ ઉપલબ્ધ છે.)

👉🏻મોમાયમોરા મોમાય માતા મંદિર
👉🏻વ્રજવાણી 🥘 ☑️
(રવેચી રવેચી મંદિર )

બાલાસર થઈને ધોળાવીરા તરફ જતા સ્થળો
👉🏻છિપર પોઈન્ટ - અમરાપર રતનપર ☑️
👉🏻ધોળાવીરા (નાઈટ)🥘 ☑️
👉🏻ધોળાવીરા મ્યુઝિયમ
👉🏻પુરાતત્વીય ઉત્ખનન સાઈટ
👉🏻ફોસિલ પાર્ક
👉🏻ભંજડો ડુંગર દત્તાત્રેય મંદિર

ધોળાવીરાથી ખાવડા (રણના રસ્તે નવો રસ્તો)
👉🏻ખાવડા ચા- નાસ્તો (ખાવડાનો માવો, ચવાણું)
👉🏻કાળો ડુંગર 🥘☑️
👉🏻ઈન્ડિયા બ્રિજથી police&BSF પરમિશન જોઈએ 
      (વિઘાકોટ બોર્ડર - ભેડિયા બેટ હનુમાન મંદિર)
👉🏻ધોરડો 🥘☑️ ( ભુંગા રિસોર્ટમાં નાઈટ ) અથવા  
      ભુજ પણ આવી શકાય

👉🏻હાજીપીર 
👉🏻માતાના મઢ 🥘☑️ દયાપર 🥘
👉🏻લખપત ફોર્ટ સાઈટ
👉🏻ગુરુદ્વારા લખપત 🥘☑️
👉🏻નારાયણ સરોવર 🥘☑️ 
👉🏻કોટેશ્વર નલિયા થઈને 
👉🏻પિંગલેશ્વર મહાદેવ 🥘☑️
👉🏻બીચ 
👉🏻અંબેધામ ગોધરા 🥘☑️

માંડવી ના જોવાલાયક સ્થળો :-
👉🏻વિજય વિલાસ પેલેસ
👉🏻માંડવી બીચ 
👉🏻 ક્રાંતિ તીર્થ
👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️
👉🏻૭૨ જિનાલય 🥘☑️
👉🏻ધ્રબુડી મંદિર ગુંદિયાળી

મુંદ્રા તરફના સ્થળો
👉🏻મુંદ્રા પોર્ટ
👉🏻ભદ્રેશ્વર 🥘☑️
👉🏻અંજાર - જેસલ તોરલ સમાધી 
👉🏻 ગોવર્ધન પર્વત સત્તાપર🥘
👉🏻 સૂરજબારી ટોલ પાસે નવા કટારિયા માનસધામ હનુમાન મંદિર 🥘☑️

ભુજ અને 15 km આસપાસમાં જોવાલાયક સ્થળો  
👉🏻સ્વામિનારાયણ મંદિર 🥘☑️ 
👉🏻ભુજના મ્યુઝિયમો
👉🏻હમીરસર તળાવ રાજેન્દ્ર પાર્ક
👉🏻ભુજ મહારાવની છતેડી
👉🏻ભુજિયો ડુંગર ભુજ અને ભુજોડી શોપિંગ
👉🏻 ત્રિમંદિર ભુજ 🥘☑️
👉🏻યક્ષ મંદિર માધાપર🥘☑️
👉🏻રક્ષકવન
👉🏻રુદ્રાણી માતા મંદિર
👉🏻ધ્રંગ દાદા મેકરણધામ 🥘☑️
👉🏻 પુંવરેશ્વર મહાદેવ મંદિર (મંજલ પાસે)
👉🏻વિથોણ ખેતા બાપા સંસ્થાન 🥘☑️
👉🏻 યક્ષ મંદિર
👉🏻કળિયા ધ્રો નથરકુઇ મા થી (સ્થાનિકને સાથે રાખવા)
👉🏻ચાડવા રખાલ (સામત્રા ગામ પાસે)
👉🏻થાન જાગીર અને ધિણોધર સંતકૃપા હોટેલ નખત્રાણા
👉🏻શિવ મંદિર કેરા 
👉🏻 અબજીબાપા છતેડી બળદિયા 🥘☑️

(ભુજ રોકાણ કરીને નજીકના તમામ સ્થળોએ આવ-જા પણ કરી શકાય)

(કચ્છમાં જૈન મંદિરો અને સ્વામિનારાયણ મંદિર ખાતે રહેવા જમવાની સગવડ હોય છે)

(ઓનલાઈન હોટલ/રિસોર્ટ બુકિંગ પણ  કરાવી શકાય)

 આ રૂટ તમે નીચેથી ભુજ/ભદ્રેશ્વરથી શરૂ કરીને ધોળાવીરા તરફથી પરત જઈ શકો..


આ ચેનલ પર આપ વિડિયો દ્વારા 👇🏻 માહિતી મેળવી શકો





























મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર થી રૂટ ગોઠવી શકાય

મોરબી
👇
વિથોન ખેતા બાપા સંસ્થાન
👇
માતાના મઢ
👇
3 km ગુફામાં જ્યોતિના દર્શન
👇
નારાયન્સરોવર
👇

અંબેધામ ગોધરા
👇
માંડવી
👇
ભુજ
👇
ધ્રાંગ મેકરણ દાદા
👇
રક્ષક વન , રુદ્રાણી જાગીર
(જ્યાં નજીકમાં કૂનરિયા ગામ આવેલું છે... જ્યાં લગાન શૂટ થયું હતું)
👇
કાળો ડુંગર, સફેદ રણ
👇
ભુજોડી
👇
ભુજીયો ડુંગર
👇
અંજાર

👇
કબરાઉ 

👇
સાંમખીયાળી ગાંધી જૈન ભોજનાલય 
ખરીદી


આ સિવાય કચ્છનો ખડિર વિસ્તાર ખૂબ ઓછો જાણીતો અને ભીડભાડ વગરનો વિસ્તાર છે... જેની માહિતી નીચે મુજબ છે.


Dholavira Homestay Resort જ્યાં થી અમારો ખડીર પ્રવાસ શરૂ થાય છે એવી જગ્યા મારા ખાસ મિત્ર અને અમારા આરોગ્ય સાથી ભાઈ શ્રી ભરતભાઈ આહિર નો ધોળાવીરા હોમસ્ટે છે આ ધોળાવીરા હોમસ્ટે  એકદમ સામાન્ય માણસને પોસાય એવા ભાવ મા રહેવા ની ઉત્તમ સગવડ એસી અને નોન એસી રૂમ પણ છે તમામ પ્રકાર ની સવલતો ઉભી કરી છે બહાર મસ્ત મેદાન છે ગાર્ડન છે દેસી ભુંગા છે તેમાંય બહાર થી આવતા સહેલાણીઓ ને ભરતભાઈ દ્વારા ત્યાં ખડીર બેટ મા ઉગતા કકોડા અને બીજી દેશી શાકભાજી ના શાક તમને ખવડાવે છે જે આવનારા સહેલાણીઓ માટે એક લાહવો હોય છે દેસી અને એ પણ ખડિર બેટ નો બાજરો અને તેના રોટલા અને દેશી શાકભાજી હોય એ પણ ઓર્ગેનિક પછી કઈ ઘટે નહીં તમને ખડિર બેટ અને ધોળાવીરા હોમસ્ટે માંથી જવા નું મન જ ના થાય સાથે સાથે ભરતભાઈ આહિર ખડીર ના એક એક જગ્યાના પરિચિત છે ખડિર નો એક એક પથ્થર ભરતભાઈ નો પરિચિત છે એવું કહી શકાય એવા જાણકાર છે અને ભરતભાઈ ની વાત કહું તો છેક નેપાલ સુધી ક્રિકેટ રમી આવેલ છે અને ગુજરાત અને કચ્છ અને ખડિર પંથક નું ગૌરવ છે અમારે આરોગ્ય નું ,તો છે જ પણ સાથે સાથે અમારે આરોગ્ય તરફ થી પણ ગુજરાત ના તમામ જિલ્લા ક્રિકેટ મા કચ્છ જિલ્લા ને ગુજરાત મા ચેમ્પિયન બનાવ્યો છે એટલે ભરતભાઈ પહેલે થી ખડતલ શરીર અને ગમે તેવા ડુંગર હોય ગમે 

ત્યાં જવા નું થાકે જ નહી ગમે ત્યાં ચડી જાય ગમે ત્યાં ખીણો મા ઉતરી જાય અને તમને જ્યાં જવું હોય ત્યાં પહોંચાડે અને તમારી સાથે ચાલે અને એક એક જગ્યા બતાવે કે જાણે તમે તેમની ઘરે મહેમાન થઈ ને આવ્યા હોવ એવી રીતે જે આવનારા પ્રવાસીઓ ને પોતા ના ઘર ના ગણી ને ફેરવે છે અને પ્રવાસી ને અંદર થી સંતોષ થાય કે વાહ ભરતભાઈ એવો તેમનો સ્વભાવ છે અને તેમની અંદર ખડીર ની ખુમારી અને માણસાઈ જોવા મળે છે મે એક માર્ક કર્યું છે કે જ્યાં જ્યાં અંતરિયાળ વિસ્તાર હોય છે ત્યાં માણસાઈ અને માનવતા કેન્દ્રસ્થાને હોય છે એવી જ મહેમાનગતિ ખડીર બેટ માં છે  ખડીરબેટ મા જોવા જેવી જગ્યા ની યાદી જે ભરતભાઈ આહિર તમને દરેક જગ્યા એ લઈ જશે અને બતાવશે જ્યાં પહોંચવું પણ મુશ્કેલ છે ભરતભાઈ લઈ જાય પછી તમે જ વિચારો કે અહીંયા ભરતભાઈ ના હોત તો ના પહોંચી શક્યા હોત એવી નાની મોટી દરેક જગ્યા!

(૧)અમરાપર flamingo city

(૨)છીપર લાંબી ખીણ માં લટકે છે તે

(૩) સોનારા પેટી

(૪) રણેશ્વર હનુમાન હનુમાન બેટ

(૫) કાકીડીઓ બેટ

(૬) ઝર મહાદેવ

(૭) ઝર નો ગહ

(૮) મેગેલેથિક સમયના સમશાન 

(૯) સાંગવારી માતાજી

(૧૦) બોકર ગળો

(૧૧) તંગડી બેટ

(૧૨) ચેરીયા બેટ (જ્યાં સૌથી વધારે ડાયનાસોર ના અવશેષો મળ્યા છે તે જગ્યા બહુ અંદર છે બેટ મા )

(૧૩) ધોળાવીરા

(૧૪) ભીમ ગુડો નદી (૧૭ કરોડ વર્ષ પહેલાં ની નદી)

(૧૫) ફોસીલ પાર્ક(

૧૬) ભજડો ડુંગર ( જે ઉનાળા માં લઇ જશે હાલ રસ્તો બંધ છે બીએસએફ ની મંજુરી મા થી પસાર થવા નું રહેશે પ્રવાસી ને )

(૧૭) મેરુડા ટક્કર બેટ ( જ્યાં સહેલાણી સરકાર પાસે થી મંજુરી ની વ્યવસ્થા કરવા ની રહેશે મંજુરી મળ્યા પછી લઈ જવા મા આવશે)

(૧૮) સારણ ( જ્યાં ગાય ના આચર છે પત્થર મા તેમાં થી બારેમાસ પાણી આવે છે)

(૧૯) રખાલ ( જે અમરાપર થી ધોળાવીરા ફૉસિલ પાર્ક સુધી ની ૫૦ km ગમે ત્યાં જવું હોય)

(૨૦) નાના મોટા આયર્લેન્ડ ૧૦ છે તેમાં થી ગમે ત્યાં ( જ્યાં બીએસએફ ની મંજુરી લેવા ની રહેશે ત્યાં પ્રવાસીઓ એ પ્રક્રિયા કરવા ની રહેશે મંજુરી માટે ની તમામ માહિતી આપવા મા આવશે)

(૨૧) ધોળાવીરા થી બાઇક લઈ ને એડવેન્ચર કાળા ડુંગર ( જે બીએસએફ ની મંજુરી લઈ ને અને ઉનાળા રણ મા પાણી ના હોય ત્યારે)

(૨૨ ખડિર થી એકલ માતાજી બાઇક થી એડવેન્ચર ( જેમાં બીએસએફ ની મંજુરી ની જરૂર નથી જે પણ રણ મા પાણી હોવા થી ઉનાળા માં)-

(૨૩) ખડિર બેટ ની વનસ્પતિ માટે જોવા આવતા પ્રવાસીઓ માટે કોતરો મા ઉગતી પરબત રાય વનસ્પતિ ત્યાં ગઈ ને રૂબરૂ બતાવવા મા આવશે

(૨૪) પક્ષીઓ માટે આવતા પક્ષીવિદો માટે નાના મોટા બેટ પર અને જ્યાં પક્ષીઓ બહુજ જોવા મળે છે ત્યાં પણ લઈ જવા મા આવશે

(૨૫) handicrafts માટે આવતા પ્રવાસીઓ ને સ્થાનિક કેવું ભારત ગુથણ હોય છે એ ખડિર બેટ મા એ બતાવવા મા આવશે

(૨૬) geologist ના પ્રવાસીઓ કે વિધાર્થીઓ ને નાના મોટા બેટ અને કોતરો અને ખીણ અને રણ નો ભાગ તેમજ geologist સાઈટ બતાવવા મા આવશે

(૨૭) ટ્રેકિંગ કરવા ના શોખીન લોકો ને ઉંચા પહાડો અને હિલ પર ઉંચા મા ઉંચા હિલ મા લઇ જવા મા આવશે

(૨૮) ફોટોગ્રાફી માટે આવતા પ્રવાસીઓ ને નવી નવી સાઈટ અને નવા નવા લોકેશન પર લઈ ને સરસ ફોટોગ્રાફ્રી કરાવશું

(૨૯) ડુંગર અને કોતરો મા રખડવા ના શોખીન લોકો માટે તમામ સુવિધા પૂરી પાડવા મા આવશે અને જ્યાં કોઈ નથી પહોંચી શક્યું ત્યાં લઈ જવા મા આવશે રસ્તા બધાજ ઓફ બીટ છે

(૩૦) ખડિર બેટ ના જુના ભજનો કે folk સોંગ માટે તમામ વ્યવસ્થા કરી ને સંભળાવવામાં આવશે

(૩૧) ખડિર બેટ મા આવેલ જે જગ્યા એ કેશો ત્યાં જગ્યાઓ મા લઈ જવા મા આવશે 

(૩૨) ખડીર બેટ મા બહાર થી ટ્રાવેલર્સ કે ટૂર પ્રોગ્રામ કરતા લોકો પણ મારો કોન્ટેક્ટ કરી શકે છે 

(૩૩) ટૂંક સમય માં અમે કેમ્પ સાઈટ પણ સ્ટાર્ટ કરશું બહાર થી આવતા બાઇક રાઇડર્સ તેનો લાભ લઈ શકશે અને એમ લોકો પણ લઈ શકશે

(૩૪) ચોચો ડુંગર (ઝરખ વારા ભાઠા) પ્રાણીવિદો માટે જો જરખ જોવા હોય તો બેસ્ટ જગ્યા

(૩૫) ઝર ના ગહ થી આગળ રણ મા ૧૦ km એક મોટો પત્થર છે જેની નીચે ૫૦ ગયો ઉભી રહી શકે 

સાભાર :-

મહાદેવભાઈ દેસાઈ

ભરતભાઈ આહિર 

8758271671