Tuesday, December 12, 2023

ગીતા જયંતી

ભગવાન શ્રીકૃષ્ણની અમૃતવાણી સમસ્ત માનવજાતના કલ્યાણ અર્થે આજના મોક્ષદા એકાદશીના પરમ પવિત્ર દિવસે વૈદિક(હિન્દૂ) ધર્મ નો ધર્મગ્રંથ 'શ્રીમદ ભગવદ્દગીતા' ના રૂપે આપણને પ્રાપ્ત થયો

 

આજે શ્રી ભગવત ગીતાની ઉત્પત્તિ ને 5159 વર્ષ પૂર્ણ થયા. 

શું તમે માની શકશો..અણુબોમ્બ ના સર્જક જુલિયસ રોબર્ટ ઓપેનહાયમર અણુબોમ્બ નું પ્રથમ પરીક્ષણ કરે ત્યારે જ તે ભાગવત્ ગીતા નો શ્લોક ઉચ્ચારે..?

હા, સાચી વાત છે.. ભાગવત્ ગીતા ના 11 મા અધ્યાય નો 32 મો શ્લોક નું ઉચ્ચારણ કરે છે..પણ શા માટે...?

#કાલોષ્મી_લોકક્ષયકૃત્પ્રવૃધ્ધો 

        #લોકન્સમાહતૃમિહ_પ્રવૃત:

#ઋતેપી_ત્વાં__ભવિષ્યન્તી_સર્વ

       #યેવસ્થીતા_પ્રત્યેનીકેસૂ_યોધા:

 

મૂળ વાત એ છે કે આ અણુબોમ્બ ના સર્જક જુલિયસ રોબર્ટ ઑપેનહયમર સ્વામિ વિવેકાનંદ થી ખૂબ જ પ્રભાવિત હતા અને તે તેમને આદર્શ માનતા. સ્વામી વિવેકાનંદ ની અંગ્રેજી ભાષા મા અનુવાદિત ભાગવત્ ગીતા ઉપર તેમનું ખૂબ ઊંડું અધ્યયન હતું.

જ્યારે તેમને પ્રથમ વખત અણુબોમ્બ નું 1945 મા પરીક્ષણ કર્યું ત્યારે તેમના વિસ્ફોટ નું ભયાનક પરિણામ જોય ને આં શ્લોક નું ઉચ્ચારણ કરતાં કહ્યું કે ... શ્રી કૃષ્ણ દ્વારા #ગીતા_મા_જે_બ્રંહાસ્ત્ર_નો_ઉલ્લેખ_છે_તે_અણુબોમ્બ_સમાન__છે

 

રોબર્ટ જુલિયસ ઓપેંનહાયમર્ મુળ યહૂદી હતા અને તે ભાગવત્ ગીતા ને મૂળ સ્વરૂપે જોવા, જાણવા અને સમજવા ભારત આવ્યા હતા અને તે માટે તે સંસ્કૃત પણ શીખ્યા હતા.

 

તે કહેતા કે પશ્ચિમ ના દેશો એ જો નવું શીખવું હોઈ તો  ભારતદેશ મા આવી ને ભાગવત્ ગીતા નું અધ્યયન કરવું જોઈએ અને તેમાં સમગ્ર માનવજાત નું હિત સમાયેલું છે.

 

શ્રીમદ્દ ભગવદ્દગીતા કોઈ ગ્રંથ નથી જીવન જીવવાની જડીબુટ્ટી છે.

 

 વિશ્વ નો એકમાત્ર ધર્મગ્રંથ જે ભગવાન ના સ્વમુખે બોલાયેલ છે ,તેથી જ આ ગ્રંથ ને શ્રી મદ ભગવદ ગીતા કહે છે. અને એકમાત્ર ગ્રંથ જેની જન્મ જયંતિ ઉજવાય છે

 પરમ દિવ્ય જ્ઞાન જે સૃષ્ટી ની શરુઆત થી સૂર્યનારાયણ એ આપેલ જે સમયાન્તરે વિસરાય જતા શ્રીમ્ન્ન્નારાયણા ના અવતાર શ્રી કૃષ્ણ પરમાત્મા એ આજના દિવસે કુરુક્ષેત્ર ના મેદાન માં અર્જુન ને જે વિષાદ થતા અર્જુન ને નિમિત બનાવી ને સમગ્ર માનવજાત ના કલ્યાણ માટે જીવન વિકાસ અને જીવન જીવવા ની જડીબુટ્ટી આપી માનવ ને મુંજવતા સામાજિક ,આર્થિક ,કૌટુંબિક પ્રશ્નો નો ઊંડાણ પૂર્વક નો અને સચોટ ઉકેલ આપ્યો , વેદ વ્યાસ રચિત આ ગ્રંથ માં ૧૮ અધ્યાય અને  આશરે ૭૦૦ શ્લોક સમગ્ર માનવ જાત ને હજારો વર્ષ થી માર્ગદર્શન આપતો આવ્યો છે અને શાસ્વત સમય સુધી આપતો રહેશે.

 


नष्टो मोह: स्मृतिर्लब्धा

 त्वतप्रसादानमयाच्युत ।

 स्थितोस्मी गत संदेह:

 करिष्ये वचनन तव ।।


 સાભાર

અંજનભાઈ પાનસુરિયા