Google Classroom એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એક જ જગ્યાએ જોડવા માટેનું એક ઉત્તમ પ્લેટફોર્મ છે. આનાથી તમારા કામને સરળ બનાવી શકાય છે અને વિદ્યાર્થીઓને પણ તેમના કામને વ્યવસ્થિત રાખવામાં મદદ મળે છે.
Google Classroom બનાવવા માટેના સોપાનો
Google એકાઉન્ટ :-
સૌથી પહેલા તમારે એક Google એકાઉન્ટ હોવું જરૂરી છે. જો તમારી પાસે પહેલાથી જ એકાઉન્ટ હોય તો તેનો ઉપયોગ કરો, નહીં તો નવું બનાવો.
Classroom વેબસાઇટ :
તમારા Google એકાઉન્ટમાં લોગિન કર્યા પછી, Classroom વેબસાઇટ પર જાઓ. તમે તેને Google Searchમાં "Google Classroom" લખીને પણ શોધી શકો છો.
વર્ગ બનાવો :
Classroom વેબસાઇટ પર જઈને, તમને 'Create class' નો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.
વર્ગનું નામ અને વિષય:
હવે તમારે તમારા ક્લાસનું નામ અને વિષય દાખલ કરવું પડશે. તમે ઇચ્છો તો કોઈ ચિત્ર પણ ઉમેરી શકો છો.
વિદ્યાર્થીઓને join કરવા આમંત્રિત કરો :-
ક્લાસ બનાવ્યા પછી, તમારે વિદ્યાર્થીઓને આ ક્લાસમાં જોડાવા માટે આમંત્રિત કરવા પડશે. તમે તેમને કોડ આપી શકો છો અથવા તેમના ઇમેઇલ આઈડી દાખલ કરી શકો છો.
વર્ગ કાર્ય સોંપણી કરવા શેર કરો:
એકવાર વિદ્યાર્થીઓ જોડાઈ જાય પછી, તમે તેમની સાથે કામ શેર કરી શકો છો. તમે હોમવર્ક, ક્વિઝ, અને અન્ય પ્રકારના કામ શેર કરી શકો છો.
વિદ્યાર્થીઓના કામનું મૂલ્યાંકન કરો:
વિદ્યાર્થીઓ તેમનું કામ સબમિટ કરશે અને તમે તેનું મૂલ્યાંકન કરી શકો છો.