Chep 7 સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા

  तेजस्विनाव धीतमस्तु

GCERT

GUJARAT COUNCIL 0F EDUCATIONAL RESEARCH & TRAINING

GANDHINAGR 

D.El.Ed.  F.Y.P.T.C. 

ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ

કોર્સ – 7 

માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ- 1

 સોશિયલ મીડિયા અને તેની શિક્ષણમાં ભૂમિકા

 

સોશિયલ મીડિયાનો અર્થ અને લાક્ષણિકતાઓ

પ્રસ્તાવના

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ (જેમ કે Facebook, Instagram, WhatsAp, Twitter, YouTube, LinkedIn, વગેરે) પરંપરાગત શિક્ષણ પદ્ધતિમાં ક્રાંતિ લાવી શકે તેવી અદ્ભુત ક્ષમતા ધરાવે છે.  સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે જેણે વિશ્વભરના લોકોને એકબીજાની નજીક લાવીને સંચારની રીતમાં ક્રાંતિ લાવી છે. ટેક્નોલોજીના ઝડપથી થતા વિકાસને લીધે આજે શિક્ષણનાં સ્વરૂપોમાં ઘણા પરિવર્તન આવ્યા છે. ઈન્ટરનેટને લીધે આજની નવી શિક્ષણ વ્યવસ્થાએ શીખનારને શિક્ષણ મેળવવાની બાબતમાં પૂર્ણ રીતે સ્વતંત્ર કરી દીધો છે. શિક્ષણમાં ધીરે ધીરે વધી રહેલા સોશિયલ મીડિયાના ઉપયોગે શિક્ષણને વધુ અસરકારક અને સમૃદ્ધ બનાવ્યુ છે. શિક્ષણમાં આજે માહિતી અને ટેક્નોલોજી ક્રાંતિને લીધે તેના માધ્યમોમાં અકલ્પનીય પરિવર્તન આવ્યું છે. આજે Social Networking Sites, Blogs અને Wikis જેવા માધ્યમો વિકસિત દેશોમાં ખૂબ પ્રચલિત બન્યા છે.

 

સોશિયલ મીડિયાનો અર્થ અને વ્યાખ્યા :

💢  સોશિયલ મીડિયા (Social Media) એક એવું ડિજિટલ પ્લેટફોર્મ છે જે ઇન્ટરનેટ અને મોબાઇલ ટેક્નોલોજીના માધ્યમથી લોકોને ઓનલાઈન એકબીજા સાથે જોડાઈને સામગ્રી (Content) બનાવવાની, શેર કરવાની અને વાતચીત કરવાની સુવિધા પૂરી પાડે છે.  

💢  સોશિયલ નેટવર્કિંગ માટે ઉપયોગમાં લેવાતી વેબ-સાઈટ્સ અને એપ્લીકેશનસ એટલે સોશિયલ મિડિયા

💢  ઓક્સફર્ડ ડીક્ષનરી મુજબસોશિયલ મીડિયા એટલે એવું પ્લેટફોર્મ કે જે ઉપયોગકર્તા(User)ને વિષયવસ્તુનું નિર્માણ અને પ્રસાર માટે જગ્યા પૂરું પાડતું હોય તેમજ જ્યાં ઉપયોગકર્તા (User) સોશિયલ નેટવર્કિંગમાં ભાગ લઇ શકતો હોય.”

ટૂંકમાં સોશિયલ મીડિયા એટલે ઈન્ટરનેટના ઉપયોગકર્તા માટે એક એવું ઈન્ટરનેટ આધારિત ઓનલાઈન પ્લેટફોર્મ કે જગ્યા છે જ્યાં લોકો વિચારો અને માહિતીની ખૂબ સરળતાથી એકબીજા સાથે આપ-લે કરી શકે છે.  સમગ્ર આંતરક્રિયા ખૂબ સરળ, નહીંવત્ત ખર્ચાળ અને શીખનાર માટે ઉપયોગી છે.

 

સોશિયલ મીડિયાની લાક્ષણિકતાઓ:

સોશિયલ મીડિયાનું સૌથી મોટું લક્ષણ છે કે તેની સામગ્રી (Content) કોઈ કંપની કે પ્રસારણકર્તા દ્વારા નહીં, પરંતુ સામાન્ય વપરાશકર્તાઓ દ્વારા બનાવવામાં, અપલોડ કરવામાં અને શેર કરવામાં આવે છે. સામગ્રીમાં ટેક્સ્ટ પોસ્ટ્સ, ફોટા, વીડિયો, ટિપ્પણીઓ (Comments), અને લાઈવ સ્ટ્રીમ્સનો સમાવેશ થાય છે.  તમામ બાબતોને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે તેની લાક્ષણિકતા જોઈએ.

 

💢  દ્વિધ્રુવી આંતરક્રિયા (Two-Way Interaction)

દ્વિધ્રુવી આંતરક્રિયામાં સંદેશાનું આદાનપ્રદાન બે દિશામાં થાય છે.  સોશિયલ મીડિયા Web 2.0 ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે જ્યાં બે ઉપયોગકર્તાઓ (Users) એક સાથે માહિતીને રીઅલ ટાઈમ એક્સેસ ( એકજ સમયે ઉપયોગ) કરી શકે છે. દા. Facebook અને Twitter પર Online Chat નો વિકલ્પ તેમજ Web 2.0 માં બે ઉપયોગકર્તા એકબીજા ને Like તેમજ તેમના સ્ટેટ્સ પર કમેન્ટ્સ આપી શકે છે. 

દ્વિધ્રુવી આંતરક્રિયાને કારણે સોશિયલ મીડિયા માત્ર માહિતી પ્રસારિત કરવાનું માધ્યમ નથી, પરંતુ તે સામાજિક જોડાણ, ચર્ચા અને સામગ્રીના સહ-નિર્માણ માટેનું પ્લેટફોર્મ બની ગયું છે.

 

💢  વિકેન્દ્રિત વિષયવસ્તુ : (Decentralized Content) :

લક્ષણ સોશિયલ મીડિયાને પરંપરાગત મીડિયાથી અલગ પાડે છે અને તેને લોકશાહી સ્વરૂપ આપે છે. વિકેન્દ્રિત વિષયવસ્તુ (Decentralized Content) નો અર્થ છે કે સામગ્રી (Content) ના નિર્માણ, વિતરણ અને નિયંત્રણ માટે કોઈ એક કેન્દ્રીય સત્તા (Central Authority) કે સંસ્થા જવાબદાર નથી.

પરંપરાગત રીતે, મીડિયા સામગ્રી (જેમ કે અખબાર, ટીવી ચેનલ) એક કેન્દ્રીય સ્ત્રોતમાંથી આવે છે. જ્યારે સોશિયલ મીડિયામાં, સામગ્રી હજારો, લાખો, કે અબજો વપરાશકર્તાઓ દ્વારા બનાવવામાં અને વહેંચવામાં આવે છે.

સોશિયલ મીડિયાની વેબ- સાઈટ્સ પર દર્શાવાતું વિષયવસ્તુ લોકો દ્વારા પોસ્ટીંગ, કમેન્ટ્સ અને પ્રતિભાવના સ્વરૂપે રચાયેલ હોય છે જેના પર કોઈનો અધિકાર હોતો નથી. સોશિયલ મીડિયાની વેબ-સાઈટ્સ મોટાભાગે પોતાના ઉપયોગકર્તાઓને વેબ-પેજ બનાવવા માટે મફત જગ્યા પૂરી પાડતી હોય છે. વિષય વસ્તુ વિકેન્દ્રિત થયેલું હોય છે જે બધાજ લોકો વાંચી શકે છે અને તેના વિષે પોતાના પ્રતિભાવો આપી શકે છે. પરંતુ આવું વિષયવસ્તુની ઘણીવાર વિશ્વસનીય હોતું નથી.

 

💢  RSS Feeds ની સુવિધા :

RSS Feeds ને Really Simple Syndication Feeds તરીકે ઓળખવામાં આવે છે. એક એવી ટેક્નોલોજી છે જે વપરાશકર્તાને વિવિધ વેબસાઇટ્સ પરની નવી સામગ્રીની નિયમિત અપડેટ્સ એક જગ્યાએ પૂરી પાડે છે. RSS Feeds સોશિયલ મીડિયાની એવી સુવિધા છે કે જેમાં વેબ-સાઈટ્સના ઉપયોગકર્તા(User) વેબ-સાઈટ્સમાં કોઈપણ પ્રકારની કમેન્ટ્સ કે પછી પ્રતિભાવ આપે તો તે વિષયવસ્તુ મુકનાર તેમજ તેની સાથે જોડાયેલા તેવા તમામ ઉપયોગકર્તાઓ ને તેની જાણ RSS Feeds દ્વારા થાય છે.

દા. Facebook માં આપણું સ્ટેટ્સ (status) બદલાતા આપણા તમામ મિત્રોને તેની જાણ થાય છે જે RSS Feeds ની સુવિધા તરીકે ઓળખાય છે.   જ્યારે તમે કોઈને ફોલો કરો છો, ત્યારે તમે મૂળભૂત રીતે તેમની બધી નવી સામગ્રી તમારી ફીડમાં જોવા માટે અધિકૃત (Authorize) કરો છો. 'સબ્સ્ક્રિપ્શન' સિસ્ટમ RSS ફીડની જેમ કામ કરે છે.   ઉપરાંત YouTube પર ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી, Twitter/X પર કોઈ યુઝરને ફોલો કરવો વગેરે... આ પ્લેટફોર્મ્સ નોટિફિકેશન (Notification) સુવિધા દ્વારા પણ ખાતરી આપે છે કે સબ્સ્ક્રાઇબ કરેલ સામગ્રી પ્રકાશિત થતાં વપરાશકર્તાને તાત્કાલિક જાણ થાય.

 

💢  ચેટ(Chat) અને સોશિયલ ગ્રુપ :

ચેટ સુવિધા વપરાશકર્તાઓને ખાનગી રીતે (Privately) એકબીજા સાથે વાતચીત (Conversing) કરવાની મંજૂરી આપે છે. સોશિયલ મીડિયાની 'દ્વિધ્રુવી આંતરક્રિયા' (Two-Way Interaction) ને વધુ અંગત સ્તરે લઈ જાય છે. તેમજ સોશિયલ મીડિયાની વેબસાઈટ્સમાં લોકો પોતાની રસ અને અભિરુચિને અનુરૂપ ગ્રુપ કે કમ્યૂનિટીમાં જોડાતા હોય છે અથવા તો કમ્યૂનિટી કે ગ્રુપની રચના કરતા હોય છે. લોકો વિશિષ્ટ અને જુદા જુદા વિષયમાં રસ ધરાવતા હોય છે તે પોતાની પસંદગી મુજબની કમ્યૂનિટીના સભ્ય તરીકે સોશિયલ નેટવર્કિંગની વેબ- સાઈટ્સમાં જોડાઈને ચેટ (Chat) તેમજ માહિતીની આપ-લે કરે છે.

 

💢  ઉપયોગકર્તા (Users) ની સ્વતંત્ર ઓળખ :

લાક્ષણિકતા સુનિશ્ચિત કરે છે કે સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ એક અનન્ય અસ્તિત્વ ધરાવે છે.  વપરાશકર્તાની સ્વતંત્ર ઓળખ તેને પોતાનું સામાજિક નેટવર્ક બનાવવાની અને સંચાલિત કરવાની શક્તિ આપે છે. સોશિયલ મીડિયાની વેબ-સાઈટ્સ પર દરેક ઉપયોગકર્તાને વેબ-સાઈટ્સના ઉપયોગ માટે એક સ્વતંત્ર ઓળખ આપવામાં આવે છે જેને User-Id તરીકે ઓળખવામાં આવે છે. રજિસ્ટ્રેશન વખતે યુઝર્સ દ્વારા બનાવવામાં આવેલ યુઝર આઈ.ડી. અને પાસવર્ડ દ્વારા તે વપરાશકર્તા પોતાના User-Account માં Log-In થઇ શકે છે.

 

💢  અપલોડ-ડાઉનલોડની સુવિધા

લક્ષણ સોશિયલ મીડિયાને માત્ર સંચારનું માધ્યમ નહીં, પણ સામગ્રીના વિતરણ અને વ્યવસ્થાપન માટેનું પ્લેટફોર્મ પણ બનાવે છે. સોશિયલ મીડિયાની વેબ-સાઈટ્સ પોતાના ઉપયોગકર્તાઓને પોતાની વેબ-સાઈટ્સ પર માહિતી અપલોડ અને ડાઉનલોડ કરવાની સુવિધાઓ આપે છે જેથી કરીને લોકો પોતાની માહિતીને વેબ-સાઈટ્સ પર મૂકે છે, જેમાં અમુક મર્યાદાઓને આધીન અન્ય લોકો પણ માહિતીનો ઉપયોગ કરી શકે છે. આવી સોશિયલ નેટવર્કિંગ વેબ-સાઈટ્સનો મુખ્ય ઉદ્દેશ વધુમાં વધુ માહિતીનું શૅઅર કરી માહિતીને બધાજ માટે પ્રાપ્ય બનાવવાનો હોય છે.

💫  અપલોડ એટલે વપરાશકર્તાના ઉપકરણ (જેમ કે મોબાઇલ કે કોમ્પ્યુટર) માંથી સામગ્રીને ઇન્ટરનેટ દ્વારા સોશિયલ મીડિયાના સર્વર (Server) પર મૂકવી. 

💫  ડાઉનલોડ એટલે સોશિયલ મીડિયાના સર્વર પર સંગ્રહિત સામગ્રીને ઇન્ટરનેટ દ્વારા ખેંચીને વપરાશકર્તાના સ્થાનિક ઉપકરણ (Local Device) પર સાચવવી.

 

💢  વૈશ્વિક ઉપયોગ :

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ભૌગોલિક સીમાઓ દ્વારા મર્યાદિત નથી. પ્લેટફોર્મ્સ વિશ્વના લગભગ દરેક ખૂણે ઇન્ટરનેટ કનેક્શન ધરાવતા લોકોને એકબીજા સાથે જોડાઈને સંચાર કરવા માટે સક્ષમ બનાવે છે. કોઈપણ વ્યક્તિ, વિશ્વના કોઈપણ સ્થળેથી, સોશિયલ નેટવર્કિંગ વેબ-સાઈટ્ના પોતે બનાવેલા User Accountમાં Log-in થઇને તેનો ઉપયોગ કરી શકે છે. સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સમાં કોઈ સ્થળ, ભાષા, જાતિ, ધર્મ અને સમયના બંધનો નથી. વ્યક્તિ પોતાની અનુકૂળતાએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ કરે છે અને માહિતીની આપ-લે કરે છે.

=====#==#==#=====#==#==#=====#==#==#=====#==#==#======

 

સોશિયલ મીડિયાની શિક્ષણમાં ભૂમિકા:

ઇન્ટરનેટ માહિતી પ્રસાર અને પ્રચાર માટેનું અગત્યનું માધ્યમ છે. આજે આપણે અવારનવાર ઈન્ટરનેટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઘણીવાર સામાન્યથી લઇ ને જટિલ સમસ્યાના ઉકેલ માટે પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. નવી ટેક્નોલોજીના વિકાસ સાથે Web 2.0 ટેક્નોલોજીનો વિકાસ થયો જેની સાથે સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટોનું આગમન થયું અને Interactive વેબસાઈટ્સ બનવાની શરૂઆત થઇ.

Facebook, Google+, whatsApp, Instagram, Linkedin, Youtube, Blogs, Wikis, chatgpt, Gemini વગેરેનો આજે આપણે વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. 

 

સોશિયલ મીડિયાના જુદા જુદા માધ્યમો શિક્ષણમાં કેવી ભૂમિકા ભજવે છે. તેની વિસ્તૃત ચર્ચા

 

બ્લોગ (Blog) :

💢   બ્લોગ એક પ્રકારની વેબસાઇટ છે જે નિયમિતપણે અપડેટ થતા અને સામાન્ય રીતે અનૌપચારિક (Informal) શૈલીમાં લખાયેલા, વ્યક્તિગત વિચારો, માહિતી, અનુભવો, કે સમાચાર ધરાવતા લેખો દર્શાવે છે.  ટૂંકમાં ઇન્ટરનેટ પર પ્રકાશિત થયેલું એક ડિજિટલ પ્લેટફોર્મ જે વાચકો સાથે સંવાદ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. જેનો હેતુ માહિતી, જ્ઞાન, કે વ્યક્તિગત અનુભવો શેર કરવા, કોઈ ચોક્કસ વિષય પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા ઉપયોગ થાય છે.

💢   બ્લોગ વેબ-સાઈટનો એક પ્રકાર છે પણ તે ઇન્ટરએક્ટીવ છે. બ્લોગનો ઉપયોગ માહિતીને શૅઅર કરવા, સાહિત્ય પહોચાડવા કે વિચારોને અભિવ્યક્ત કરવા માટે આપણે કરીએ છીએ. શિક્ષણમાં બ્લોગ અનેક રીતે ઉપયોગી છે. શાળાના બ્લોગ શાળાને લગતા સમાચારો, માહિતી અને નવાચાર (Innovations) જેવી દરેક બાબત વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી સતત પહોચાડે છે. બ્લોગ્સમાં Feedback આપવાની સુવિધા હોવાથી લોકો બ્લોગ પર મૂકેલી કોઈ પણ સામગ્રીના સંદર્ભમાં સૂચનો અને ફેરફાર જણાવી શકે છે જેથી તે શૈક્ષણિક સામગ્રીની ગુણવત્તા પણ સુધરે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજા સાથે પોતાના વિષયના સંદર્ભે મુક્ત ચર્ચાઓ કરી શકે છે.  બ્લોગ એક શક્તિશાળી માધ્યમ છે જેણે કોઈપણ વ્યક્તિને વિશ્વ સમક્ષ પોતાનો અવાજ રજૂ કરવાની અને માહિતી વહેંચવાની તક આપી છે.

 

વિકિસ (wikis) :

💢   Wikis Website નો એવો પ્રકાર છે જ્યાં એક સાથે ઘણા Users ઓનલાઇન થઇ શકે છે અને તેના પર જુદા જુદા વિષયોને લગતી માહિતીને વાંચી શકે છે તેમજ તેમાં જરૂરી સુધારા વધારા કરી શકે છે. દા. વિકિપિડિયા પર કોઈ ખ્યાતનામ વ્યક્તિની વિગત મૂકવી. મૂકેલી વિગતો વિશ્વના બધા લોકો વાંચી શકે છે અને તેમાં જો કોઈ ભૂલ હોય કે સુધારાની જરૂર હોય તો તેમા સુધારા કરી શકે તેવી વ્યવસ્થા Wikiડમાં હોવાથી પ્લેટફોર્મ વિસ્તૃત માહિતી દર્શાવતું પ્લેટફોર્મ (વેબસાઈટ) બની ગયું છે. બધું એક સરળ વેબ બ્રાઉઝર દ્વારા કરી શકાય છે.   

💢   નામ હવાઇયન શબ્દ 'wiki' પરથી આવ્યું છે, જેનો અર્થ થાય છે 'ઝડપી' (Quick). શાળાઓ પણ Wikisની મદદથી પોતાની માહિતી રજૂ કરી શકે છે અને તમામ માહિતી પર અભિપ્રાયો મેળવી શકે છે. શિક્ષક મિત્રો પોતાના વિષયોને લગતા Wikis બનાવી પોતાના જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવી શકે છે.

💢   વિકિસનો સૌથી પ્રખ્યાત ઉપયોગ ઓનલાઈન જ્ઞાનકોશ (Encyclopedias) બનાવવાનો છે. વિકિપીડિયા વિશ્વનો સૌથી મોટો સહયોગી જ્ઞાનકોશ, જ્યાં લાખો સ્વયંસેવકો દ્વારા લાખો લેખો સતત સંપાદિત અને અપડેટ થાય છે.

💢   અન્ય ઉપયોગ જેમકે શિક્ષકો વિદ્યાર્થીઓને ગ્રુપ પ્રોજેક્ટ્સ માટે વિકી પર સહયોગી રીતે કામ કરવા પ્રોત્સાહિત કરે છે. આનાથી વિદ્યાર્થીઓ એકબીજાના જ્ઞાનમાંથી શીખે છે અને સહયોગ કૌશલ્ય વિકસાવે છે.  યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ જટિલ સંશોધન સામગ્રી, અભ્યાસક્રમની વિગતો અને સંદર્ભ ગ્રંથોને સહયોગી રીતે દસ્તાવેજીકૃત કરવા માટે વિકિસનો ઉપયોગ કરે છે. 

આમ, વિકિસ માહિતીના સામૂહિક સર્જન, વિતરણ અને જાળવણી માટેનું એક શક્તિશાળી, લવચીક અને સરળ માધ્યમ છે.

 

ઓનલાઈન કમ્યૂનિટી :

💢   વર્ચ્યુઅલ એટલે જેને વાસ્તવિક રીતે અનુભવી શકાય, છતાં પણ તેનો ઉપયોગ થઈ શકે તેવી વસ્તુ. ઓનલાઈન કમ્યૂનિટી એક વર્ચ્યુઅલ કમ્યૂનિટી છે. ઓનલાઈન કમ્યૂનિટી લોકો દ્વારા ઇન્ટરનેટ પર બનાવાયેલું એવું જૂથ જે વાતચીત તેમજ માહિતીની આપ-લે માટે ઈન્ટરનેટના માધ્યમથી એકબીજા સાથે સંપર્ક કરે છે

💢   શિક્ષણ માટે આજે ઘણી ઓનલાઈન કમ્યૂનિટી ઉપલબ્ધ છે. શિક્ષણ કમ્યૂનિટીને Learning Communities કે E-Learning Communities તરીકે ઓળખવામાં આવે છે. લોકો પોતાની જરૂરિયાતને આધિન કમ્યૂનિટીના સભ્યો બને છે અને માહિતીની આપ-લે કરે છે. Yahoo groups, Google groups, Facebook groups, Whatsapp અને Telegram Group વગેરે જેવી કમ્યૂનિટી -લર્નિંગ મેળવવામાં ઉપયોગી થાય છે.

 

નેટવર્કિંગ સાઈટ્સ :

આજે વિશ્વના મોટાભાગના દેશોમાં સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ પ્રમાણમાં ખૂબ વધ્યો છે. Facebook, Twitter, Google+ જેવી પ્રચલિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સનો ઉપયોગ હાલ ખૂબ પ્રચલિત બન્યો છે. ટેક્નોલોજીના આવિષ્કારનો હવે મોબાઈલ ઓપરેટિંગ સીસ્ટમમાં પણ ઉપયોગ થવા લાગ્યો. નેટવર્કિંગ સાઇટ્સ આજે સંચાર, માહિતી મેળવવા અને સંબંધો જાળવવા માટેનું એક અનિવાર્ય માધ્યમ બની ગયું છે.  ઉદાહરણ તરીકે  Facebook જે  મિત્રો અને પરિવાર સાથે અંગત જીવન અને રુચિઓ શેર કરવા માટે છે. જયારે Instagram જે ફોટોગ્રાફી, વીડિયો અને વિઝ્યુઅલ કન્ટેન્ટ શેર કરવા માટે છે. તેમજ  Twitter (X) જે ઝડપી સમાચાર, ટૂંકા સંદેશાઓ અને જાહેર ચર્ચાઓ માટે છે.

 

ઓનલાઈન સ્રોત:

Google, Facebook, Whatsapp, Telegram, Twitter, Instagram, જેવી સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટસ ઓનલાઈન સ્રોત તરીકે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોને ઉપયોગી બને છે. તેમાં શિક્ષક અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલ ગ્રુપમાં કોઈ વિષયને લગતી માહિતી સરળતાથી એક બીજા સાથે શૅઅર કરી શકાય છે.

 

પ્રોજેક્ટ કાર્ય :


વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ કાર્ય સોપવામાં અને તેની ચર્ચામાં સોશિયલ નેટવર્કિંગ ઘણું ઉપયોગી બને છે. વિદ્યાર્થીઓ પોતાને સોપવામાં આવેલા પ્રોજેક્ટ અંતર્ગત જુદા જુદા દસ્તાવેજો, ક્લિપ્સ, ફોટો, પોતાના મિત્રોને રીક્વેસ્ટ કરીને મેળવી શકે છે. વિદ્યાર્થીઓ ઓપન પોલ (મુક્ત અભિપ્રાય) કરી કોઈ પ્રોજેક્ટની ઉપયોગિતા વિષે પણ ચર્ચા કરી શકે છે અને જાણી શકે છે.

 

શૅઅર (Share) :


વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસની વિગતો, અગત્યના પ્રશ્નપત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની વિગતો, લેકચરનોટ, -બુક્સ, તેમજ અન્ય ઘણી શૈક્ષણિક સામગ્રીનું આદાન પ્રદાન કરીને પોતાના જ્ઞાનને સમૃદ્ધ બનાવી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના મિત્રો સાથે પસંદગીના વિષયના ડીશક્શન ફોર્મ/ગ્રુપ બનાવી મિત્રો તેમજ શિક્ષકો સાથે પોતાની સમસ્યાઓ તેમજ પ્રશ્નોનું આદાન પ્રદાન ખૂબ સરળતાથી કરી શકે છે.

 

વર્ગખંડ સંચાલન :

વર્ગખંડ સંચાલનમાં પણ સોશિયલ નેટવર્કિંગ ઉપયોગી બને છે. શિક્ષક પોતે બનાવેલા ગ્રુપમાં વિદ્યાર્થીઓને નિમંત્રિત કરી વિદ્યાર્થીઓની સ્થિતિ વિષે માહિતીગાર થતો રહે છે. શિક્ષક શાળા કે વર્ગખંડને લગતા સમાચાર ગ્રુપમાં મૂકીને વિદ્યાર્થીઓ સાથે શૅઅર કરે છે. હાલમાં આપણે જોયું કે કોવડ-૧૯ જેવી પરિસ્થિતિમાં જયારે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે પ્રત્યક્ષ સંપર્ક શક્ય હતો ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથેનો સંપર્ક શક્ય બન્યો હતો.

 

=====#==#==#=====#==#==#=====#==#==#=====#==#==#======

 

સોશિયલ મીડિયાના ફાયદા અને મર્યાદા (લાભા-લાભ)

આજે શિક્ષણમાં સોશિયલ નેટવર્કિંગનો ઉપયોગ નોંધનીય રીતે વધ્યો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સોશિયલ મીડિયા શિક્ષણ માટેનું ખૂબ ઉપયોગી તેવું માધ્યમ બની ગયું છે.  સોશિયલ મીડિયા શિક્ષણ માટે એક બેધારી તલવાર સમાન છે. જો તેનો જવાબદારીપૂર્વક, નિયંત્રિત રીતે અને શૈક્ષણિક હેતુઓ સાથે ઉપયોગ કરવામાં આવે, તો તે શીખવાની પ્રક્રિયાને ઘણી ઊંચાઈ પર લઈ જઈ શકે છે. શાળાઓ અને શિક્ષકોએ વિદ્યાર્થીઓને તેના ફાયદાઓનો લાભ લેતા શીખવવું અને પડકારોથી બચાવવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું જરૂરી છે.

સોશિયલ મીડિયા સંચાર, શિક્ષણ, વ્યવસાય અને સામાજિક સંગઠન જેવા વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક ભૂમિકા ભજવે છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી વ્યક્તિગત, વ્યાવસાયિક અને સામાજિક સ્તરે અનેક લાભ થાય છે જે નીચે મુજબ જોવા મળે છે.

 

સોશિયલ મીડિયા દ્વારા શિક્ષણ માં થતા ફાયદાઓ :

 

💢   સોશિયલ મીડિયાના ઉપયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાના સંપર્કમાં આવી ચેટ, ફાઈલ શેરીંગ, કમ્યુનિકેશન વગેરે ખૂબ સરળતાથી કરી શકે છે અને વધુને વધુ આંતરક્રિયાઓ કરી શકે છે તેમજ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મને લીધે પોતાના વિચારોને અભિવ્યક્ત કરવાની પૂરતી તક મળે છે.

💢   સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા મળેલા લોકો વાસ્તવિક રીતે પણ એકબીજાના સંપર્કમાં આવી શકે છે અને પોતાના વિચારોને અમલમાં મૂકી શકે છે. દા. પ્રાણીઓના શિકારને અટકાવતી વેબ-કમ્યૂનિટીના લોકો વાસ્તવિક મુલાકાત દ્વારા તે અંગેનાં પગલાં ભરે.

💢   સોશિયલ મીડિયા શરમાળ પ્રકૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી થાય છે. આવી પ્રકૃતિ ધરાવતા વિદ્યાર્થીઓ Facebook, કે Twitter જેવા માધ્યમો દ્વારા પોતાની અભિવ્યક્તિને વાચા આપી શકે છે.

💢   શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ સરળતાથી પોતાનાં પ્રકાશનોને એક બીજા સાથે શૅઅર કરી શકે છે. દા. કોઈ શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલા એસાઇનમેન્ટસ કે પ્રેઝન્ટેશનનો બધાજ વિદ્યાર્થીઓ દ્વારા Online ઉપયોગ કરવો.

💢   વિદ્યાર્થીઓ પોતાના વિષયને લગતી સમસ્યાઓ શિક્ષક સાથે Online શૅઅર કરી શકે છે. દા. વિદ્યાર્થીને ગણિત વિષયમાંરચનાનું ઉદાહરણ સમજાતા તે Online માર્ગદર્શન પોતાના મિત્રો કે શિક્ષકો પાસેથી મેળવે.

💢   સોશિયલ મીડિયા નેટવર્કિંગમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોઈપણ જાતિ, જ્ઞાતિ, સમય કે સ્થળનું કોઈ બંધન નથી. તેઓ પોતાની ઈચ્છા મુજબ તેમાં જોડાઈ શકે છે. બ્લોગ્સ, વિકિસ કે કમ્યૂનિટીનો ભાગ બની શકે છે.

💢   Online કમ્યૂનિટીને લીધે દેશ વિદેશના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક બીજાના સંપર્કમાં આવે છે અને સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક જેવા પાસાંઓનો વિચાર કરતાં શીખે છે.

💢   સોશિયલ મીડિયાને લીધે -લર્નિંગને આવકાશ મળે છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો સમગ્ર વિશ્વના વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સંપર્કમાં આવી પોતાના જ્ઞાનને સમૃદ્ધ બનાવે છે.

અન્ય ફાયદાઓ

સંચાર અને જોડાણ

વિશ્વના કોઈપણ ખૂણે રહેતા મિત્રો, પરિવાર અને સગાં-સંબંધીઓ સાથે સરળતાથી અને ઝડપથી સંપર્કમાં રહી શકાય છે. ચેટ (Chat) અને મેસેજિંગ સુવિધાઓ દ્વારા રીઅલ-ટાઇમમાં વાતચીત કરવી શક્ય બને છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો એકબીજાના સંપર્કમાં આવી ચેટ, ફાઈલ શેરીંગ, કમ્યુનિકેશન વગેરે ખૂબ સરળતાથી કરી શકે છે અને વધુને વધુ આંતરક્રિયાઓ કરી શકે છે

માહિતી અને જ્ઞાન :

દુનિયાભરના તાજા સમાચારો અને ઘટનાઓ વિશે ત્વરિત માહિતી મેળવી શકાય છે. નિષ્ણાતોના લેક્ચર્સ, ઓનલાઈન ટ્યુટોરિયલ્સ અને શૈક્ષણિક સામગ્રી સરળતાથી ઉપલબ્ધ થાય છે, જે શીખવાની પ્રક્રિયાને સમૃદ્ધ બનાવે છે.

વ્યવસાય અને કારકિર્દી

વ્યવસાયો માટે તેમના ઉત્પાદનો અને સેવાઓનો વિશાળ ગ્રાહક વર્ગ સુધી પ્રચાર કરવો અને બ્રાન્ડની ઓળખ બનાવવી સરળ બને છે. ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને તેમના પ્રતિભાવો (Feedback) મેળવી શકાય છે અને તેમની ફરિયાદોનું નિરાકરણ કરી શકાય છે. LinkedIn જેવી સાઇટ્સ દ્વારા વ્યાવસાયિક સંપર્કો બનાવવા, નોકરીની તકો શોધવા અને કારકિર્દીનો વિકાસ કરવા માટે મંચ મળે છે.

સામાજિક જાગૃતિ અને સંગઠન

સામાજિક મુદ્દાઓ, માનવતાવાદી કાર્યો અને પર્યાવરણ સંબંધિત કારણો માટે જાગૃતિ ફેલાવી શકાય છે અને લોકોનું ધ્યાન દોરી શકાય છે. સમાન હેતુઓ ધરાવતા લોકોને એકસાથે લાવવા અને કોઈ ચોક્કસ ચળવળ કે ઇવેન્ટ માટે સંગઠિત કરવા માટે એક શક્તિશાળી માધ્યમ પૂરું પાડે છે.

મનોરંજન અને સર્જનાત્મકતા

વપરાશકર્તાઓ પોતાના વિચારો, સર્જનાત્મકતા, કૌશલ્યો (જેમ કે સંગીત, કલા, રસોઈ) અને વ્યક્તિગત પ્રતિભાને વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે. વીડિયો, સંગીત, પોડકાસ્ટ અને અન્ય મનોરંજક સામગ્રીનો વિશાળ ભંડાર મફતમાં ઉપલબ્ધ થાય છે.


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 

 

સોશિયલ મીડિયાની મર્યાદા

💢   સોશિયલ મીડિયાના ફાયદાઓની સાથે તેની થોડી મર્યાદાઓ પણ છે, જે જાણવી ખૂબ જરૂરી છે અન્યથા તેના ઉપયોગથી વિદ્યાર્થીઓને તથા સમાજના તમામ વર્ગને નુકસાન થાય છે. સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ જ્ઞાન સંવર્ધનનું સાધન બને છે. સોશિયલ મીડિયા બધાજ લોકો માટે હોવાથી તેમાં બધું વિષયવસ્તુ વિદ્યાર્થીઓ માટે યોગ્ય નથી તેનું પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.

💢   જો તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે માત્ર સમય પસાર કરવાનું સાધન બની રહે છે.
વેબ-સાઈટ્સ પર અભદ્ર-સાહિત્યનું વધતું પ્રમાણ ઘણા વિદ્યાર્થીઓ માટે તેના ઉપયોગ સંદર્ભે તકેદારી રાખવાનું સૂચવે છે.

💢   ઘણીવાર સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ સાહિત્ય અધિકૃત નથી હોતું. સોશિયલ મીડિયા સાઈટ્સ પર મૂકેલી હકીકતો ઘણીવાર હેક થવાની (ચોરાઈ જવાની) શક્યતા રહે છે. ઘણીવાર હેકર્સ વેબસાઈટ્સને હેક કરી લે છે અને બધાજ અધિકારો પોતાની પાસે મેળવી લે છે ત્યારે વેબ-સાઈટ્સનો દૂર ઉપયોગ થવાની પણ શક્યતા રહેલી છે.

💢   સોશિયલ મીડિયા સાઈટ્સ પર ઘણીવાર વ્યક્તિ ખોટી ઓળખ ઉભી કરી છેતરપીંડી કરતા હોય છે. તમે જેટલું વાસ્તવિક પરિસ્થિતિમાં અભિવ્યક્ત કરી શકો તેટલું Online સોશિયલ મીડિયાની વેબ- સાઈટ્સ કે કમ્યૂનિટીમાં અભિવ્યક્ત કરી શકતા નથી.

 

ઉપરોક્ત માહિતી અનુસંધાને સોશિયલ મીડિયાના અતિશય અથવા અયોગ્ય ઉપયોગથી વ્યક્તિગત, માનસિક અને સામાજિક સ્તરે નીચે મુજબના ગેરફાયદાઓ થઈ શકે છે.

 

. માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર

અન્ય લોકોની 'પરફેક્ટ' અને સુશોભિત ઓનલાઈન જીવનશૈલી જોઈને વ્યક્તિઓ પોતાના જીવન સાથે તુલના કરવા લાગે છે, જેનાથી ઈર્ષ્યા, હીનતાની ભાવના અને ચિંતા (Anxiety) વધે છે.

પ્લેટફોર્મ્સની આકર્ષક ડિઝાઇન અને સતત નોટિફિકેશન્સને કારણે તેનો ઉપયોગ કરવાની આદત વ્યસનમાં પરિવર્તિત થઈ શકે છે, જે અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યોમાંથી ધ્યાન ભટકાવે છે.

સોશિયલ મીડિયા પર વધુ સમય પસાર કરવાથી વાસ્તવિક સામાજિક ક્રિયાપ્રતિક્રિયાઓ ઘટી જાય છે, જેના પરિણામે એકલતા અને હતાશા (Depression) વધી શકે છે.

 

. સુરક્ષા અને ગોપનીયતાના જોખમો

પ્લેટફોર્મ્સ વપરાશકર્તાની અંગત માહિતી, સ્થાન અને પ્રવૃત્તિઓનો સંગ્રહ કરે છે, જેનો ઉપયોગ જાહેરાતો માટે અથવા ડેટા ભંગ (Data Breach) ના કિસ્સામાં દુરુપયોગ થઈ શકે છે.  ઓનલાઈન ધમકીઓ, અપમાનજનક ટિપ્પણીઓ અને હેરાનગતિને કારણે ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ માનસિક રીતે પીડાય છે. અંગત માહિતી વધુ પડતી શેર કરવાથી અથવા નબળી સુરક્ષાને કારણે તમારી ઓનલાઈન ઓળખ ચોરાઈ જવાનો ખતરો રહે છે.

 

. ખોટી માહિતી અને સામાજિક અસર

સોશિયલ મીડિયા પર અસત્ય, ગેરમાર્ગે દોરનારી કે અફવાઓ ખૂબ ઝડપથી ફેલાય છે, જેના કારણે સામાજિક તણાવ, ગેરસમજ અને જાહેર વ્યવસ્થામાં અવ્યવસ્થા ઊભી થઈ શકે છે. આલ્ગોરિધમ્સ વપરાશકર્તાને માત્ર તેમની રુચિઓ સાથે મેળ ખાતી સામગ્રી બતાવે છે, જે વિવિધ દ્રષ્ટિકોણથી અલગ પાડીને સમાજમાં વિચારધારાનું ધ્રુવીકરણ (Echo Chambers) વધારી શકે છે.

 

. સમયનો બગાડ અને ઉત્પાદકતામાં ઘટાડો

સોશિયલ મીડિયાના સતત સ્ક્રોલિંગમાં વ્યસ્ત રહેવાથી અભ્યાસ, કાર્ય કે અન્ય મહત્ત્વપૂર્ણ પ્રવૃત્તિઓ માટેનો કિંમતી સમય બરબાદ થાય છે. સતત આવતી નોટિફિકેશન્સ અને ફીડ અપડેટ્સ કામ કે અભ્યાસ પરની એકાગ્રતા તોડે છે, જેનાથી ઉત્પાદકતા ઘટી જાય છે.

 

. શારીરિક સ્વાસ્થ્યના પ્રશ્નો

અતિશય ઉપયોગથી આંખો પર તાણ, ગરદનનો દુખાવો અને અનિયમિત ઊંઘ જેવી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે.



ટૂંકમાં સોશિયલ મીડિયાની જેટલી ઉપયોગિતા છે તેમ તેના ગેરફાયદાઓ પણ છે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ જ્ઞાન સંવર્ધનનો આદર્શ માર્ગ બની શકે છે. તેનો ઉપયોગ વ્યક્તિ આધારિત છે માટે જો વ્યક્તિ ઈચ્છે તો તમામ સોશિયલ મીડિયાનો ઉત્તમ પ્રકારે ઉપયોગ કરી શકે છે.

 

=====#==#==#=====#==#==#=====#==#==#=====#==#==#======

 

Web 1.0 ની મર્યાદા

વેબ . ઇન્ટરનેટનો પ્રારંભિક તબક્કો (લગભગ ૧૯૯૧ થી ૨૦૦૪ સુધી) હતો. તેને સામાન્ય રીતે 'રીડ-ઓન્લી વેબ' (Read-Only Web) તરીકે ઓળખવામાં આવે છે. વેબ . નો ઉપયોગ મુખ્યત્વે સ્ટેટિક (Static) માહિતી મેળવવા અને વાંચવા પૂરતો મર્યાદિત હતો, જેના કારણે તે ઓછું ઇન્ટરેક્ટિવ અને વપરાશકર્તા-કેન્દ્રિત હતું. વપરાશકર્તાઓ વેબસાઇટ પરની સામગ્રી માત્ર જોઈ કે વાંચી શકતા હતા. મોટાભાગની વેબસાઇટ્સ સ્ટેટિક HTML પર આધારિત હતી, એટલે કે સામગ્રી સતત બદલાતી નહોતી કે વપરાશકર્તાના ઇનપુટ મુજબ અપડેટ થતી નહોતી. સામગ્રી અપડેટ કરવા માટે વેબમાસ્ટરને કોડિંગ (HTML) નું જ્ઞાન હોવું જરૂરી હતું, જે સામાન્ય વપરાશકર્તા માટે અશક્ય હતું. વેબસાઇટ્સની ડિઝાઇન ઘણીવાર ખૂબ સામાન્ય, લખાણ-આધારિત (Text-heavy) અને ગ્રાફિકલી ઓછી આકર્ષક હતી. સાઇટ્સ પર નેવિગેટ કરવું (એક પેજ પરથી બીજા પેજ પર જવું) ઘણીવાર મુશ્કેલ અને બિન-સાહજિક હતું.  બધી મર્યાદાઓને કારણે, વેબ . માત્ર 'માહિતીનો સંગ્રહ' બની રહ્યું.

 

=====#==#==#=====#==#==#=====#==#==#=====#==#==#======

 

ઓનલાઈન કમ્યૂનિટીનો અર્થ

ઓનલાઈન કમ્યૂનિટી (Online Community) ને ગુજરાતીમાં 'ઓનલાઈન સમુદાય' અથવા 'વર્ચ્યુઅલ સમુદાય' પણ કહી શકાય.

તે એક એવું જૂથ છે જે ભૌતિક રીતે એક જગ્યાએ હાજર હોવા છતાં, ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ (જેમ કે સોશિયલ મીડિયા, ફોરમ, કે વેબસાઇટ્સ) દ્વારા નિયમિતપણે એકબીજા સાથે જોડાયેલું રહે છે અને સંદેશાવ્યવહાર કરે છે. સમુદાયો કોઈ ભૌતિક સ્થળ (જેમ કે કોઈ શહેર કે ઓફિસ) માં નહીં, પણ ઇન્ટરનેટ પરના એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર અસ્તિત્વ ધરાવે છે.  સમુદાયના સભ્યો સામાન્ય રીતે સમાન રસ, હેતુઓ, શોખ, પૃષ્ઠભૂમિ અથવા પ્રોફેશન ધરાવતા હોય છે. સમાનતા તેમને એકસાથે લાવે છે. સભ્યો નિયમિતપણે પોસ્ટ, કોમેન્ટ, મેસેજિંગ, ચેટ કે ફોરમ ચર્ચાઓ દ્વારા એકબીજા સાથે સંદેશાવ્યવહાર અને ક્રિયાપ્રતિક્રિયા કરે છે. ઓનલાઈન સમુદાય સભ્યોને એકબીજાને ટેકો આપવા, માહિતી શેર કરવા, સલાહ આપવા અને સામાજિક સંબંધો બાંધવા માટે એક સુરક્ષિત અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.  Facebook, Telegram, whatsapp, Instagram વગેરે ઓનલાઈન કમ્યૂનિટી ડિજિટલ યુગનું એક સામાજિક માળખું છે, જ્યાં સભ્યો ભૌગોલિક સીમાઓથી પર રહીને પણ એકસાથે જોડાઈ શકે છે.

 

અધ્યયન અધ્યાપન માટે “Whats App” નો ઉપયોગ.

💢   ધ્યયન-અધ્યાપન (Teaching-Learning) પ્રક્રિયા માટે WhatsApp એક અત્યંત અસરકારક અને સરળતાથી ઉપલબ્ધ સાધન છે. WhatsApp લગભગ દરેક વિદ્યાર્થી અને શિક્ષક પાસે ઉપલબ્ધ હોવાથી, તેનો ઉપયોગ શૈક્ષણિક સંચાર અને સામગ્રીની વહેંચણી માટે ખૂબ સારો છે.

💢   શિક્ષક વિદ્યાર્થીઓ અથવા વાલીઓ સાથે મહત્ત્વપૂર્ણ જાહેરાતો, પરીક્ષાની તારીખો, સમયપત્રક અથવા હોમવર્ક વિશેની માહિતી તુરંત શેર કરી શકે છે.

💢   વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોના ફોટા પાડીને અથવા ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલી શકે છે. શિક્ષક ઓડિયો મેસેજ અથવા ટૂંકા ટેક્સ્ટ દ્વારા ઝડપી પ્રતિભાવ આપી શકે છે.

💢   જો કોઈ વિદ્યાર્થી જાહેરમાં પ્રશ્ન પૂછવામાં સંકોચ અનુભવતો હોય, તો શિક્ષક તેને ખાનગી ચેટ દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન આપી શકે છે.

💢   શિક્ષકો સરળતાથી PDF ફાઇલો (નોટ્સ), ટૂંકા વીડિયો લેક્ચર્સ, ઓડિયો ક્લિપ્સ (ઉચ્ચારણ અથવા સમજૂતી માટે), અને ચિત્રો (ડાયાગ્રામ્સ) શેર કરી શકે છે.

💢   YouTube પરના શૈક્ષણિક વીડિયો, ઓનલાઈન આર્ટિકલ્સ, કે અન્ય શૈક્ષણિક વેબસાઇટ્સની લિંક્સ સરળતાથી શેર કરી શકાય છે.

💢   અસાઇનમેન્ટ્સ (Assignments) ની સૂચનાઓ અને સબમિટ કરવા માટેની છેલ્લી તારીખ (Deadline) ગ્રુપમાં પોસ્ટ કરી શકાય છે. વિદ્યાર્થીઓ પોતાના પૂર્ણ કરેલા કાર્યના ફોટા કે PDF મોકલી શકે છે.

💢   શિક્ષક સરળ ક્વિઝ (Quiz) ના પ્રશ્નો મૂકી શકે છે અને વિદ્યાર્થીઓના જવાબો એકત્રિત કરી શકે છે.

💢   વિદ્યાર્થીઓ દ્વારા સબમિટ કરાયેલા ટૂંકા જવાબો કે ચિત્રો પર શિક્ષક ત્વરિત પ્રતિભાવ (Feedback) આપી શકે છે.

Previous Post Next Post