Chep 6 ઓપન એજ્યુકેશન રીસોર્સ OER

   तेजस्विनाव धीतमस्तु

GCERT

GUJARAT COUNCIL 0F EDUCATIONAL RESEARCH & TRAINING

GANDHINAGR 

D.El.Ed.  F.Y.P.T.C. 

ડી.એલ.એડ્. અભ્યાસક્રમ મોડ્યૂલ

કોર્સ – 7 

માહિતી અને પ્રત્યાયન તકનિકી દ્વારા અધ્યયનનું સમૃદ્ધિકરણ- 1

 


  મુક્ત શૈક્ષણિક સ્રોત (OER) ની સંકલ્પના

💢   મુક્ત શૈક્ષણિક સ્રોત (Open Educational Resources - OER) એટલે શિક્ષણ અને શીખવા માટેની સંશોધન સામગ્રીઓ જે કોઈપણ સ્વરૂપમાં હોય, જે જાહેર ડોમેન માં હોય અથવા ઓપન લાઇસન્સ હેઠળ પ્રકાશિત થયેલ હોય. લાઇસન્સ અન્ય લોકોને તેને મફતમાં વાપરવા, ફરીથી વાપરવા, અનુકૂલિત કરવા અને વિતરિત કરવાની કાયદેસર પરવાનગી આપે છે. સંકલ્પનાનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણની પહોંચને સાર્વત્રિક બનાવવાનો અને શૈક્ષણિક ખર્ચ ઘટાડવાનો છે. 

💢  આજના સમયમાં સમગ્ર વિશ્વમાં શૈક્ષણિક પ્રક્રિયામાં વધુને વધુ ડિઝીટલ ટૅકનોલોજીનો ઉપયોગ થવા લાગ્યો છે. ઇન્ટરનેટની સુવિધા પ્રાપ્ત થતા સમગ્ર વિશ્વની માહિતી વર્ગખંડો સુધી પહોંચી છે. ઈન્ટરનેટના વિકાસ અને પ્રસારના પરિણામે તેનો વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ ખૂબ ઝડપથી થવા લાગ્યો છે.

💢   શિક્ષણ સ્થળ અને સમયનાં બંધનમાંથી મુક્ત બન્યું છે. શિક્ષક એક શાળા પૂરતો મર્યાદિત રહેતા વૈશ્વિક બન્યો છે. પુસ્તકો, ચાર્ટ, નકશા, મોડેલ જેવા સ્ત્રોતોની સાથે સાથે વેબસાઈટ, ઓડિયો-વિડિયો, એનિમેશન, આંતરક્રિયાત્મક પ્રવૃત્તિ જેવા અનેક અદ્યતન શૈક્ષણિક સ્રોતો પ્રાપ્ત થાય છે.

💢  દેશ-વિદેશમાં થયેલાં અનેક સંશોધનોએ ઈન્ટરનેટ દ્વારા શિક્ષણ અને વિવિધ સ્રોતોની અસરકારકતા સાબિત કરી છે. ઈન્ટરનેટ પર ઉપલબ્ધ આવા શૈક્ષણિક સ્રોતોનું એક મોટું વૈશ્વિક બજાર ખુલ્યું છે.

💢  આવા સ્રોતોની કિંમત સૌ કોઈને પરવડે તેવી નથી હોતી. પરંતુ સારા શિક્ષણ પર સૌ કોઈનો જન્મજાત અધિકાર છે આવી વિચારસરણીને વરેલા લોકોએ ગુણવત્તાસભર શૈક્ષણિક સ્રોતો સહુ કોઈને નિઃશુલ્ક ઉપલબ્ધ થાય તેવી શુભ ભાવના સાથે એક સંકલ્પના સાકાર કરી છે, જેને Open Educational Resources (મુક્ત શૈક્ષણિક સ્રોત−OER) કહે છે.

💢  મુક્ત શૈક્ષણિક સ્રોત એટલે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન કે ઓફ્લાઈન શૈક્ષણિક સામગ્રી કે જેનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરી શકે અને અન્યોને શૅઅર (Share) પણ કરી શકે.

💢  આવા સ્રોતોમાં ચિત્રો, વિડિયો, ઓડિયો, આંતરક્રિયાત્મક સામગ્રી, એનિમેશન, પુસ્તકો, કસોટી, મોડ્યૂલ, સોફ્ટવેર અને સંપૂર્ણ કોર્સનો સમાવેશ થાય છે. આવા સ્રોત ઓપન લાઈસન્સ ધરાવતા હોય છે. ઓપન લાઈસન્સ એટલે સહુ કોઈ અધ્યયન- અધ્યાપન માટે નિઃશુલ્ક લઇ શકે છે.

💢  આજના સમયમાં સહુ કોઈને જેનો પરિચય છે તે વિકિપીડીયા કે એન્સાઈક્લોપીડિયા આવા OER ના ઉપયોગ થકી શક્ય બન્યો છે.

💢  પ્રકારના શૈક્ષણિક સ્રોતોમાં મોટે ભાગે સહભાગી વિષયવસ્તુ અને સ્રોતોનો સમાવેશ થતો હોય છે. તેમાં વિવિધ પ્રકારના ઓડિયો, વિડિયો, ટેક્ષ્ટ, અભ્યાસ સામગ્રી, પાઠ્યપુસ્તકો, મોડ્યૂલ્સ, કોર્સીસ, પાઠ આયોજન, સોફ્ટવેર્સ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. રાષ્ટ્રકક્ષાએ NROER, DIKSHA, Pathshala, જ્ઞાનગંગા જ્યારે રાજ્યકક્ષાએ GROWER જાણીતા ઓપન એજ્યુકેશનલ રિસોર્સીસ છે.

 

###############################################################

GROWER  વિશે નોંધ.

Gujarat Repository of Open and Wider Educational Resources (GROWER)

💢  GROWER ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા શરૂ કરાયેલું એક મહત્ત્વનું ડિજિટલ પ્લેટફોર્મ અને પહેલ છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં શાળા શિક્ષણના તમામ તબક્કાઓ (ધોરણ થી ૧૨ સુધી) માટેના શૈક્ષણિક સંસાધનોને એક છત નીચે લાવવાનો છે.

💢  GROWER નો હેતુ શિક્ષણને લગતા તમામ ખુલ્લા અને વ્યાપક શૈક્ષણિક સંસાધનો (OER) ને એકીકૃત (Integrate) કરવાનો છે. ગુજરાત રાજ્યના તમામ માધ્યમ, તમામ વિષયો અને તમામ પ્રવાહો (આર્ટ્સ, કોમર્સ, સાયન્સ) ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ માટે સામગ્રી પૂરી પાડે છે.

💢  GROWER માં પાઠ્યપુસ્તકો, ઓડિયો, વીડિયો, ઇન્ટરેક્ટિવ કન્ટેન્ટ, શિક્ષકો માટેની માર્ગદર્શિકાઓ, અને મોડેલ લેસન ડેમો (Model Lesson Demos) જેવી વિવિધ સામગ્રીઓ ઉપલબ્ધ હોય છે. પ્લેટફોર્મથી શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શિક્ષણમાં પૂર્વ સેવાકાલીન તાલીમાર્થીઓ તમામને ઉપયોગમાં આવી શકે તેવા વિવિધતાસભર વિષયોને આવરી લેતું સાહિત્ય અપલોડ કરવામાં આવે છે. જેમાં ટેક્ષ્ટ, ઓડિયો, વિડિયો, મલ્ટીમિડિયા વગેરેનો સમાવેશ થાય છે.

💢  GROWER ભારતીય શિક્ષણ મંત્રાલયના DIKSHA (Digital Infrastructure for Knowledge Sharing) પ્લેટફોર્મ સાથે સંકળાયેલું છે. ગુજરાત દ્વારા DIKSHA પર NCERT ના પાઠ્યપુસ્તકોને અપનાવવામાં આવ્યા છે, જે રાજ્યના સિલેબસમાં ઓછા ફેરફાર સાથે ઉપયોગમાં લેવાય છે.

💢  GROWER પર અપલોડ કરવામાં આવેલ માહિતીને કોઇપણ સમયે જોઇ શકાય છે. સામગ્રીનો સંગ્રહ કરવા માટે તેને ડાઉનલોડ પણ કરી શકાય છે. તમામ સામગ્રી નિઃશુલ્ક ધોરણે મેળવી શકાય છે. માહિતી મેળવવા માટે ઇન્ટરનેટની જરૂરિયાત રહે છે.

💢  ગુજરાતની પાઠ્યપુસ્તકોમાં GROWER ના ડિજિટલ કન્ટેન્ટને એક્સેસ કરવા માટે QR કોડ નો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ચોક્કસ પ્રકરણ અથવા વિષય માટે સીધું ડિજિટલ સંસાધન મેળવી શકે છે.

💢  GCERT, GIET (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી), ડાયેટ્સ (DIETs) અને અન્ય સંસ્થાઓના સહયોગથી પ્લેટફોર્મ પર સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે.

 =#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

GROWERના માળખામાં નીચે મુજબના વિભાગોમાં વિવિધ સામગ્રીનો સમાવેશ કરેલ છે.

💢   Photo Gallery :

વિભાગમાં જી.સી..આર.ટી. દ્વારા કરવામાં આવતા રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના કાર્યક્રમો, તાલીમો, કાર્યશિબિરો કે પ્રવૃત્તિઓને રજૂ કરતા ફોટોગ્રાફ્સ અપલોડ કરવામાં આવે છે.

💢   Documents :

વિભાગમાં લખાણ સ્વરૂપે શૈક્ષણિક સામગ્રી આપવામાં આવેલ છે. હાલમાં વિભાગમાં 25 થી પણ વધારે વિષયો પર સંગૃહિત માહિતીને રજૂ કરવામાં આવેલ છે. અહીં, માહિતીને વિવિધ રીતે રજૂ કરવામાં આવેલ છે. જેમાં, મુખ્ય શિક્ષક તાલીમ, ડી.એલ.એડ્.કોર્સ મોડ્યૂલ્સ સ્વરૂપે આપવામાં આવેલ છે. લર્નંગ આઉટકમ બુકલેટ્સ, NCF-2005, NCF-TE, RTE-2009, કેટલાક ઉપયોગી દસ્તાવેજો વગેરે આપવામાં આવેલા છે. બાળકોને ઉપયોગી એવા ધોરણ 1 થી 12 નાં પાઠ્યપુસ્તકો, સ્વ-અધ્યયનપોથીઓ, હું બનું વિશ્વ માનવીસામાન્ય જ્ઞાનવર્ધક પુસ્તક વગેરે પ્રાપ્ત કરાવવામાં આવેલ છે. ઉપરાંત, શિક્ષકો માટે શિક્ષક આવૃત્તિઓ, સંશોધનો, પ્રશ્નપત્રો, પોસ્ટર્સ વગેરે અપલોડ કરવામાં આવેલ છે. વાલીઓને ઉપયોગી પાઠ્યપુસ્તકો, શિક્ષક આવૃત્તિઓ, સામાન્ય જ્ઞાન પુસ્તક જેવું સાહિત્ય પ્રાપ્ત કરી શકાય છે. ડી.એલ.એડ્.ના તાલીમાર્થીઓને ઉપયોગી અભ્યાસક્રમ આધારિત ડિઝીટલ મોડ્યૂલ્સ પણ અપલોડ કરવામાં આવેલ છે. અહીં, પ્રાપ્ત તમામ સાહિત્યને ઉપયોગકર્તા દ્વારા ડાઉનલોડ કરી પુનઃ ઉપયોગમાં લેવા માટે તેનો સંગ્રહ પણ કરી શકાય છે.

💢   Audio :

વિભાગમાં ધોરણ 1 થી 8 ના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ વિવિધ ભાષાઓમાં આવતી કવિતાઓ, ગીતોને ઓડિયો સ્વરૂપે રજૂ કરવામાં આવેલ છે. ઉપરાંત, તેમાં અન્ય શૈક્ષણિક બાળગીતો, રેડિયો કાર્યક્રમો, પ્રાર્થના વગેરેનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. અહીં આપેલા ઓડિયોને સાંભળી શકાય છે તેમજ જરૂરિયાત હોય તો ડાઉનલોડ પણ કરી શકાય છે.


💢   video :

વિભાગમાં વિડિયો સ્વરૂપે પ્રાપ્ત સામગ્રીનો સંગ્રહ કરવામાં આવેલ છે. શિક્ષકો, વાલીઓ તેમજ બાળકો માટે ઉપયોગી એવા વિવિધ વિષયમાં આવેલ વિષયાંગોની સમજ આપતા વિડિયો પ્રાપ્ત થઇ શકે છે. સાથે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સંદર્ભે પ્રો. રવિન્દ્ર દવેનું વક્તવ્ય, ગાંધીજીના શિક્ષણ દર્શન પર શ્રી નારાયણ દેસાઇ તેમજ અન્ય મહાનુભાવોના વક્તવ્યો આપવામાં આવેલ છે. ઉપરાંત, સમાવેશી શિક્ષણના ત્રણ ભાષામાં વિડિયો, માઇક્રોટીચિંગ તેમજ યોગા શિક્ષણ સંદર્ભેના વિડિયો પણ અપલોડ કરવામાં આવેલ છે. ઉપરાંત વિવિધ વિષય તથા ધોરણ મુજબના વિડિયો મૂકવામાં આવેલ છે. તમામ વિડિયોને ડાઉનલોડ કરી ઉપયોગમાં લઇ શકાય છે.


💢   Shikshan-Prashikshan :

વિભાગ મુખ્યત્વે શિક્ષણમાં ડિપ્લોમા કે ડિગ્રી મેળવવા D.EI.Ed., B.Ed., NIOS ના કોર્સીસમાં જોડાયેલ તાલીમાર્થીઓ માટે ઉપયોગી સાહિત્ય, મોડ્યૂલ્સ, તજ્જ્ઞોના વિડિયો લેક્ચર્સ તેમજ સંદર્ભ સાહિત્ય મૂકવામાં આવેલ છે.


💢   GCERT DIKSHA :

રાષ્ટ્રીય કક્ષાએ શરૂ કરવામાં આવેલ શિક્ષકોનું પ્લેટફોર્મ એટલે DIKSHA પોર્ટલ. પોર્ટલ પર જી.સી..આર.ટી. દ્વારા અપલોડ કરવામાં આવેલ વિવિધ પ્રકારના સાહિત્યને મેળવવા માટેની જોડતી લિંક આપવામાં આવેલ છે

💢   Others : 

વિભાગમાં શિક્ષણમાં ઉપયોગી થઇ શકે તેવી રાષ્ટ્રીય તેમજ રાજ્ય સ્તરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની વેબસાઇટની લીંક મૂકવામાં આવેલ છે. લીંકની મદદથી ઝડપથી જે તે સંસ્થાની વેબસાઇટની મુલાકાત લઇ શકાય છે, જેમ કે એમ.એચ.આર.ડી., એન.સી..આર.ટી., એન.સી.ટી.., વગેરે.

 =#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

NROER (નેશનલ રિપોઝીટરી ઓફ ઓપન એજ્યુકેશનલ રિસોર્સિસ)

NROER શિક્ષણ ક્ષેત્રે ભારત સરકારની એક મહત્વપૂર્ણ પહેલ છે, જે ખુલ્લા શૈક્ષણિક સંસાધનો (Open Educational Resources - OER) માટેનું એક રાષ્ટ્રીય ડિજિટલ સંગ્રહસ્થાન (રિપોઝીટરી) છે. 

તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શૈક્ષણિક સમુદાય માટે ગુણવત્તાયુક્ત ડિજિટલ શૈક્ષણિક સંસાધનોને મુક્તપણે અને સરળતાથી ઉપલબ્ધ કરાવવા તેમજ  શૈક્ષણિક સામગ્રીના સર્જન, પ્રકાશન અને શેરિંગને પ્રોત્સાહન આપવા માટેનો હેતુ રહેલો છે.

ટૂંકમાં ભારતના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંશોધકોને પ્રાદેશિક ભાષામાં ગુણવત્તાસભર શૈક્ષણિક સ્ત્રોત મળી રહે તે ઉમદા આશય સાથે ભારત સરકારના માનવ સંશાધન મંત્રાલય દ્વારા ભંડાર (રીપોઝીટરી)
તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રકલ્પનો પ્રારંભ Central Institute of Education Technology (CIET), NCERT અને શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા MHRD દ્વારા કરવામાં આવ્યો. Knowledge Lab અને હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન દ્વારા ૧૩ ઓગસ્ટ ૨૦૧૩નાં રોજ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. NROER ડિઝીટલ જ્ઞાનનો ભંડાર છે અથવા જ્ઞાનનો ખુલ્લો ખજાનો છે. જ્ઞાનકોષ એક પ્લેટફોર્મ છે જ્યાં દરેક કક્ષાની શાળાઓ માટે ડિઝીટલ વિષયવસ્તુ ઉપલબ્ધ કરાવી શકાય છે. NROER પર હાલ ૧૮૬૦૦ કરતાં વધારે શાળાના લગભગ તમામ વિષયના સ્ત્રોતો ઉપલબ્ધ છે.

હાલ વિકસી રહેલા પ્રકલ્પ અંતર્ગત ભારતની દરેક ભાષામાં શાળા કક્ષાનું તમામ મટીરીયલ ઉપલબ્ધ થઇ રહ્યા છે. દરેક પ્રકારનાં ડિઝીટલ રીસોર્સીસ જેવા કે ઓડિયો, વિડિયો, ઈમેજ, ડોક્યુમેન્ટ, ઇન્ટરએક્ટીવ મીડિયા વગેરે એકજ જગ્યા પર એકત્ર કરવાનું કાર્ય કોષ કરી રહ્યું છે. NROER પર શિક્ષકો અધ્યયન અધ્યાપન સામગ્રી અપલોડ કરી શકે છે, ઉપલબ્ધ સામગ્રીનો ઉપયોગ કરી શકે છે, તેના પર પોતાના વિચારો તથા નવીન પ્રયોગોના પરિણામો આપી શકે છે તેમજ પ્રતિભાવો પણ આપી શકે છે.

NROERની website મુલાકાત લેવા માટે https://nroer.gov.in  પર ક્લિક કરો.

 

હાલ NROER માં નીચેના વિભાગો અંતર્ગત અધ્યાપન અધ્યયન માટેનાં ભંડારને સંગ્રહિત કરવાનું કામ ચાલુ છે.  (1) થીમ () -લાયબ્રેરી () -બુક્સ () -કોર્સ () ઇવેન્ટ જેવા વિભાગોનો સમાવેશ થાય છે.

(1)   થીમ
થીમ વિભાગ અંતર્ગત રાષ્ટ્રીય અભ્યાસક્રમના વિવિધ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. વિવિધ થીમ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમયાંતરે વિભાગમાં વધુ વિષયો ઉમેરતા જતા હોય છે. દરેક વિષય અંતર્ગત વિવિધ એકમોને લગતા વિષયવસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક વિષયના એકમો તેના પેટા એકમોમાં વિભાજિત કરેલ છે. દરેક પેટા એકમોની સમજ, તેને લગતી પ્રવૃત્તિ અને અન્ય દરેક બાબત જે એકમને સમજાવવામાં મદદરૂપ થાય તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટૂંકમાં દરેક એકમનું એક વ્યવસ્થિત અધ્યયન-અધ્યાપન સંપુટ જેવું મટીરીયલ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

(2)  -લાયબ્રેરી
NROER માં એક મહત્ત્વનો વિભાગ છે. વિભાગ એક સમૃદ્ધ લાયબ્રેરીની ગરજ સારે છે. અને લાયબ્રેરી વધુને વધુ સમૃદ્ધ થતી જાય છે. લાયબ્રેરીમાં વ્યવસ્થાના ભાગરૂપે અમુક વિભાગો પાડવામાં આવ્યા છે. વિભાગોમાં () ડોક્યુમેન્ટ્સ () ઇન્ટરએક્ટીવ્સ () ઓડિયો () ઈમેજ () વિડયો જેવા વિભાગોનો સમાવેશ થાય છે.

(3)    -બુક્સ

-બુક્સ વિભાગ અંતર્ગત NCERTનાં તમામ પુસ્તકો અપલોડ કરવામાં આવ્યાં છે. વિભાગ સંદર્ભ પુસ્તક તથા પાઠ્યપુસ્તક મેળવવાનો એક હાથવગો સ્ત્રોત બની રહે છે.


(4)    -કોર્સ

-કોર્સ અંતર્ગત ધોરણવાર, દરેક વિષયવાર અભ્યાસક્રમ ઉપલબ્ધ કરાવી શકાશે. ટ્યુટર તરીકે દેશના જુદા જુદા ભાગોમાંથી શિક્ષકો જોડાઈ શકે. -કોર્સમાં રજીસ્ટ્રેશન કરાવી વિદ્યાર્થી અને શિક્ષક તરીકે જોડાઈને કાર્ય કરીને ઓનલાઈન લર્નિંગ શક્ય બનાવી શકાશે.


(5)    ઇવેન્ટ

વિભાગમાં શાળાઓમાં શિક્ષકો અને બાળકોએ કરેલા કાર્યનું પ્રદર્શન મૂકવામાં આવશે. ઓપ્શનમાં ફોટોગ્રાફ, ઓડિયો, વિડિયો અને બાળકોના કાર્યને લગતા બીજા રેકોર્ડ મૂકી શકાશે. બાળકોએ કહેલી વાર્તાઓ, ગાયેલાં ગીત, બનાવેલાં ચિત્રો અને અન્ય કોઈપણ વસ્તુ જે બાળકોને આનંદ આપે, બાળકોની કલ્પના શક્તિ તથા બાળકોની પ્રવૃત્તિ સાથે જોડાયેલ બાબત હોય. કોઈપણ પ્રાથમિક શાળાના શિક્ષક હાલ ઉપરોક્ત બાબતો અપલોડ કરી શકે છે. અપલોડ કરતા પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે.

=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

 

NROERનું શિક્ષણમાં મહત્ત્વ


💢  સ્માર્ટ ક્લાસરૂમની ગરજ સારે છે .

💢  દેશના કોઇપણ વ્યક્તિની શિક્ષણ વિષયક પ્રવૃત્તિનો લાભ સમગ્ર દેશને મળી શકે છે .

💢  જ્ઞાન પ્રદર્શિત કરવાનો માટેનો એક મંચ મળે છે.

💢  મફત ડિઝીટલ મટીરીયલના કારણે ખર્ચ ઘટાડી શકાય છે .

💢  ઓડિયો, વિડિયો દ્વારા જ્ઞાન રસપ્રદ તેમજ ચીરસ્થાયી બને છે .

💢  આબેહૂબ ચિત્રો અધ્યયનને વધુ વાસ્તવિક બનાવે છે.

💢  ઇન્ટરેક્ટીવ મીડિયા સ્વ-અધ્યયન માટે તથા મહાવરા માટે પ્રેરણારૂપ બને છે.

💢  શિક્ષકની ઘટ વાળી શાળા માટે આશિર્વાદરૂપ છે.

💢  પ્રતિભાશાળી તથા તેજ ગતિથી શીખતા બાળકો માટે વધુ જ્ઞાન મેળવવાનું સાધન છે.

💢  બાળકોના ક્રિએશનને પ્રસિદ્ધ કરવાનું પ્લેટફોર્મ છે.

💢  સંદર્ભ સ્રોતોનો વિશાળ ખજાનો હોવાથી બહોળું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે .

💢  દરેક શિક્ષક માટે પોતાની આવડતોને પ્રસિદ્ધ કરવાનું પ્લેટફોર્મ.

💢  દેશભરના વિખ્યાત તજજ્ઞોનો લાભ દેશના ખૂણા સુધી પહોચાડવાનું માધ્યમ છે

 =#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

DIKSHA ( Digital Infrastructure for Knowledge Sharing )

💢  દીક્ષા (DIKSHA) સમગ્ર દેશના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતા-પિતા માટે નેશનલ ડિજિટલ પ્લેટફોર્મ ફોર સ્કૂલ એજ્યુકેશન તરીકે કાર્ય કરે છે. તે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક સંસાધનો પૂરા પાડવા માટે બનાવવામાં આવ્યું છે.

💢  DIKSHA પ્લેટફોર્મ એક ઓપન એજ્યુકેશનલ રિસોર્સ (OER) છે જે નિર્ધારિત કરેલ શાળા અભ્યાસક્રમ સાથે સંબંધિત શિક્ષકો, વિદ્યાર્થીઓ અને માતાપિતા/વાલીને શીખવા-શીખવવાની સામગ્રી પ્રદાન કરે છે. DIKSHA શિક્ષકોને -કન્ટેન્ટ સ્વરૂપે પાઠ આયોજન, વર્કશીટ્સ, પ્રવૃત્તિઓ, આનંદદાયક વર્ગખંડના અનુભવો બનાવવા માટે સહાયરૂપ બની શકે છે. વિદ્યાર્થીઓ વિવિધ સંકલ્પનાઓને સમજે છે, પાઠ સુધારે છે, મહાવરો અને સ્વાધ્યાય કરે છે.

💢  પ્લેટફોર્મનો હેતુ  "Our Teacher, Our Heroes " સૂત્ર દ્વારા શિક્ષકોને તાલીમ, મૂલ્યાંકન અને સંસાધનો દ્વારા સશક્ત બનાવવાનો છે. અહીં શાળા શિક્ષણ સંબંધિત તમામ ડિજિટલ સામગ્રી એક જગ્યાએ ઉપલબ્ધ કરાવેલ છે. ઉપરાંત શિક્ષકો માટે વિવિધ ઑનલાઇન તાલીમ અભ્યાસક્રમો પૂરા પાડે છે, જે તેમને નવી શિક્ષણ પદ્ધતિઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને વિષયવસ્તુની સમજ સુધારવામાં મદદ કરે છે.

💢  દીક્ષા ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા વિકસાવવામાં આવેલું છે અને તે વિવિધ રાજ્યોને તેમના શિક્ષણ કાર્યક્રમો માટે ટેકો આપે છે. પ્લેટફોર્મ પર પાઠ્યપુસ્તકોને ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. મોટાભાગના રાજ્યોની પાઠ્યપુસ્તકો પર પ્રિન્ટ કરેલા QR કોડ (Quadruple X-code) દીક્ષા પોર્ટલ સાથે જોડાયેલા હોય છે. વિદ્યાર્થીઓ કોડને સ્કેન કરીને સીધા સંબંધિત પાઠના વિડિયો, પ્રવૃત્તિઓ કે સહાયક સામગ્રી જોઈ શકે છે. પ્લેટફોર્મ પર હિન્દી, અંગ્રેજી ઉપરાંત 18 થી વધુ ભારતીય ભાષાઓમાં શિક્ષણ સામગ્રી ઉપલબ્ધ છે.

💢  પ્લેટફોર્મ શરૂઆતમાં National Teacher Platform તરીકે ઓળખવામાં આવતું હતું, પરંતું, વર્ષ 2018થી તેને DIKSHA પોર્ટલ તરીકે ઓળખવામાં આવે છે.  હાલ "One Nation, One Digital Platform" તરીકે DIKSHA ની ઓળખ કરવામાં આવી છે.

  =#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

DIKSHA પ્લેટફોર્મના વિવિધ વિભાગો

1.  Teacher Profile and Registry: (TPR)  DIKSHA અંતર્ગત શિક્ષક પ્રોફાઇલ અને રજિસ્ટ્રી

સુવિધા દરેક શિક્ષકને એક ડિજિટલ ઓળખ પૂરી પાડે છે અને તેમના શૈક્ષણિક તેમજ વ્યાવસાયિક પ્રગતિના રેકોર્ડને કેન્દ્રીયકૃત રીતે જાળવવામાં મદદ કરે છે. પ્રણાલીને મુખ્યત્વે નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કિટેક્ચર (NDEAR) ના ભાગરૂપે જોવામાં આવે છે.  અહીં દરેક શિક્ષક માટે DIKSHA પર એક યુનિક ડિજિટલ પ્રોફાઇલ બનાવવામાં આવે છે

2.  Teaching Learning Content:  (TLC)  DIKSHA અંતર્ગત શિક્ષણ-અધ્યયન સામગ્રી

જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમ સાથે જોડાયેલાં સંસાધનો હોય છે. સંસાધનોમાં પાઠ આયોજન, ઓડીયો, વીડિઓ, પીડીએફ, ઇન્ટરેક્ટિવ સામગ્રી વગેરે જેવા વૈવિધ્યસભર સંસાધનો ઉપલબ્ધ હોય છે. ટૂંકમાં કહીએ તો, DIKSHA અંતર્ગત TLC એક વ્યાપક અને માળખાગત ડિજિટલ ભંડાર છે જે ભારતની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે બનાવવામાં આવ્યો છે.

3.  Teacher Professional Development: (TPD)  DIKSHA અંતર્ગત શિક્ષક વ્યાવસાયિક વિકાસ

DIKSHA પ્લેટફોર્મનો એક સૌથી મહત્ત્વનો વિભાગ છે શિક્ષક વ્યાવસાયિક વિકાસ (TPD), જેનો મુખ્ય હેતુ શિક્ષકોને નવીન શિક્ષણ પદ્ધતિઓ, વિષયવસ્તુની ઊંડી સમજ અને વર્ગખંડ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં સતત તાલીમ અને અપડેટ્સ પ્રદાન કરવાનો છે. આને ભારતમાં NISHTHA (National Initiative for School Heads' and Teachers' Holistic Advancement) કાર્યક્રમ દ્વારા મોટા પાયે લાગુ કરવામાં આવ્યું છે.

જેમાં શિક્ષકોમાં તેમના વ્યાવસાયિક વિકાસ અને ક્ષમતાવર્ધન માટે સહાયતા કરતા વિવિધ મોડ્યૂઇ/કોર્સીસનો સમાવેશ કરવામાં આવેલ છે.


4.  Content Creation by Teacher: (CCT) DIKSHA અંતર્ગત શિક્ષકો દ્વારા સામગ્રી નિર્માણ

DIKSHA પ્લેટફોર્મ માત્ર તૈયાર સામગ્રીનો ઉપયોગ કરવા માટેનું સ્થળ નથી, પરંતુ તે શિક્ષકોને સામગ્રી નિર્માતા (Content Creators) તરીકે સશક્ત બનાવે છે. પ્લેટફોર્મ એક 'ઓપન ઇકોસિસ્ટમ' (Open Ecosystem) તરીકે કાર્ય કરે છે, જે શિક્ષકોને તેમની સ્થાનિક અને પ્રાદેશિક જરૂરિયાતોને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ સામગ્રી બનાવવા અને તેને રાષ્ટ્રીય મંચ પર શેર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. પ્રક્રિયાને મુખ્યત્વે વિદ્યાદાન (VidyaDaan) પહેલ દ્વારા સમર્થન મળે છે.


5.  School Leadership Platform: (SLP) DIKSHA અંતર્ગત શાળા નેતૃત્વ પ્લેટફોર્મ

DIKSHA પ્લેટફોર્મ માત્ર શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે નહીં, પરંતુ શાળાના વડાઓ (School Heads) અને શૈક્ષણિક સંચાલકો (Educational Administrators) ને પણ સશક્ત બનાવવા માટે એક વિશેષ વિભાગ ધરાવે છે, જેને 'શાળા નેતૃત્વ પ્લેટફોર્મ' તરીકે ઓળખવામાં આવે છે.

વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાના વડાઓની નેતૃત્વ ક્ષમતાઓ (Leadership Capacities) અને વ્યવસ્થાપન કૌશલ્યો (Management Skills) ને વધારવાનો છે, જેથી તેઓ તેમની શાળાઓને શિક્ષણ અને ગુણવત્તાના કેન્દ્રોમાં પરિવર્તિત કરી શકે.

શાળાના આચાર્યો તેમની લીડરશીપ કુશળતામાં સુધારો કરવા તેમજ સામગ્રી બનાવવા માટે પોતાને સજ્જ કરવા માટે ઉપયોગી સામગ્રી અહીંથી મેળવે છે.. દિક્ષા રજિસ્ટ્રીના આધારે શાળાના આચાર્યોની રજિસ્ટ્રી પણ બનાવવામાં આવશે.

DIKSHA પ્લેટફોર્મ પરના શિક્ષક વ્યાવસાયિક વિકાસ (TPD) કાર્યક્રમ, ખાસ કરીને NISHTHA અંતર્ગત, શાળા વિકાસ યોજના (School Development Plan - SDP) પરનું મોડ્યુલ શાળાના વડાઓ અને નેતાઓ માટે અત્યંત મહત્ત્વનું છે.


6.  Assessment:  DIKSHA અંતર્ગત મૂલ્યાંકન

DIKSHA પ્લેટફોર્મ માત્ર શિક્ષણ સામગ્રી (TLC) અને શિક્ષક તાલીમ (TPD) પર ધ્યાન કેન્દ્રિત કરતું નથી, પરંતુ તે શિક્ષણ પ્રક્રિયાના એક અભિન્ન અંગ તરીકે મૂલ્યાંકન (Assessment) માટે પણ મજબૂત માળખું પૂરું પાડે છે.

DIKSHA અંતર્ગત મૂલ્યાંકન મુખ્યત્વે બે હેતુઓ પૂરા પાડે છે: વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોનું માપન અને શિક્ષકોની તાલીમની અસરકારકતાનું મૂલ્યાંકન. ટૂંકમાં અહીં વિદ્યાર્થીઓના વિવિધ પ્રકારનાં મૂલ્યાંકનો માટેની જોગવાઈ પૂરી પાડવામાં મદદરૂપ થશે.


7.  Communication: 💬 DIKSHA અંતર્ગત સંચાર

DIKSHA પ્લેટફોર્મની ડિઝાઇનમાં એક કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. તે માત્ર એક-માર્ગી માહિતીનું પ્રસારણ નથી, પરંતુ તે સમગ્ર શિક્ષણ ઇકોસિસ્ટમ (શિક્ષકો, વિદ્યાર્થીઓ, સંચાલકો અને સરકાર) વચ્ચે બહુલ-માર્ગીય સંવાદ (Multi-directional Dialogue) સુનિશ્ચિત કરે છે.

DIKSHA સંદેશાવ્યવહાર દ્વારા કેન્દ્ર અને રાજ્યોને ઘોષણાઓ કરવા અને શિક્ષકોને સમાચાર, પરિપત્રો, દિશા નિર્દેશો, નિયમનો અને અન્ય સત્તાવાર સૂચનાઓ આપવામાં સક્ષમ કરશે.

8.  Innovations:  DIKSHA અંતર્ગત નવીનતાઓ.

DIKSHA પ્લેટફોર્મ માત્ર એક ઓનલાઈન ભંડાર નથી, પરંતુ તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભારતીય શિક્ષણ પ્રણાલીમાં સતત નવીનતાઓ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવીનતાઓ શિક્ષણ, તાલીમ અને સંચાલનની પ્રક્રિયાઓને વધુ અસરકારક, વ્યક્તિગત અને સુલભ બનાવે છે.

 

   =#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=#=

 

ગુજરાત રાજ્યમાં DIKSHA પોર્ટલની ભૂમિકા

💢  ગુજરાત રાજ્યમાં DIKSHA પોર્ટલ શિક્ષણ વિભાગની ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT) દ્વારા સંચાલિત થાય છે. DIKSHA રાષ્ટ્રીય પ્લેટફોર્મ હોવા છતાં, દરેક રાજ્ય તેને પોતાની સ્થાનિક જરૂરિયાતો, અભ્યાસક્રમ અને ભાષાને અનુરૂપ બનાવે છે.

💢  ગુજરાત રાજ્યના DIKSHA વેબ પોર્ટલની મુલાકાત લેવા માટે નીચેની https://diksha.gov.in/ લીંક બ્રાઉઝરમાં ખોલવાની રહે છે. ઉપરાંત Google Play Store પરથી DIKSHA એપ ડાઉનલોડ કરીને સેલફોનની મદદથી પણ DIKSHA પોર્ટલની મુલાકાત લઇ શકાય છે.

💢  ગુજરાતને પ્રથમ તબક્કામાં વર્ષ 2018થી DIKSHA સાથે જોડાણ કરવામાં આવેલ છે. જી.સી..આર.ટી.ને ગુજરાત રાજ્ય માટે DIKSHA માટેની નોડલ એજન્સી બનાવવામાં આવેલ છે. તેના પ્રથમ તબક્કામાં, શૈક્ષણિક વર્ષ 2019-20 માટે, જી.સી..આર.ટી. દ્વારા ગણિત અને વિજ્ઞાનનાં ધોરણ 6 થી 8નાં પાઠ્યપુસ્તકોને એનર્જાઇડ્સ ટેસ્ટ બૂક (ETB) તરીકે તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યા છે. ત્યાર બાદ શિક્ષકોની વ્યાવસાયિક સજ્જતા માટેના વિવિધ કોર્સ તથા ધોરણ થી ના તમામ પાઠ્યપુસ્તકોને (ETB) તરીકે તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યા છે.

💢  ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ (GSBT) દ્વારા પ્રકાશિત તમામ પાઠ્યપુસ્તકો ડિજિટલ સ્વરૂપમાં (PDFs) DIKSHA પોર્ટલ પર ઉપલબ્ધ છે. ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે GCERT અને રાજ્યના શિક્ષકો દ્વારા તૈયાર કરાયેલી વિડિયો, પ્રવૃત્તિઓ અને ક્વિઝ જેવી શિક્ષણ-અધ્યયન સામગ્રી ઉપલબ્ધ છે.

💢  ગુજરાત રાજ્યે પાઠ્યપુસ્તકોમાં QR કોડનો ઉપયોગ કરીને ડિજિટલ સામગ્રી સાથે જોડવાની પ્રક્રિયાને સફળતાપૂર્વક લાગુ કરી છે. રાજ્યના વિદ્યાર્થીઓ તેમના ભૌતિક પાઠ્યપુસ્તકો પર આપેલા QR કોડ સ્કેન કરીને સીધા સંબંધિત વિડિયો લેક્ચર્સ અને પ્રેક્ટિસ મટિરિયલ ગુજરાતી ભાષામાં ઍક્સેસ કરી શકે છે.

💢  રાષ્ટ્રીય સ્તરના NISHTHA કાર્યક્રમને ગુજરાતમાં સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે. મોડ્યુલોનું ગુજરાતીમાં ભાષાંતર કરીને અથવા ગુજરાતી સંદર્ભો સાથે સ્થાનિકીકરણ કરીને (Localization) શિક્ષકોને ઓનલાઈન તાલીમ આપવામાં આવે છે. મોડ્યુલ પૂર્ણ કરનાર ગુજરાતના શિક્ષકોને ડિજિટલ પ્રમાણપત્રો મળે છે, જે તેમના વ્યાવસાયિક રેકોર્ડનો ભાગ બને છે.



 

Previous Post Next Post